મહિલા દિનની ઉજવણીમાં મેયર બિનાબેન આચાર્યએ મહિલા શકિતને બિરદાવી
ઉમિયા માતાજી મંદિર સિદસર પ્રેરિત રાજકોટ શહેર ઉમિયા મહિલા સંગઠન સમીતી દ્વારા વિશ્ર્વ મહિલા દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧પ૦૦ થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે મેયર બીનાબેન આચાર્ય ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. તેમણે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં મહિલા શકિતને બિરદાવી હતી તથા આગામી વર્ષોમાં મહિલાઓ માટે કરવામાં આવનાર કેટલાક વિશેષ કાર્યક્રમની જાણકારી આપી હતી. પ્રાસંગિક પ્રવચનમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયાએ જણાવેલ કે દરેક સમાજની સામાજીક વ્યવસ્થામાં અને રાષ્ટ્રના વિકાસમાં દરેક ક્ષેત્રે મહિલા અગ્રેસર રહી છે સ્ત્રી સશકતકરણ સલામતિ માટે સમાજ કાયમ સાથે છે.
રાજકોટ શહેર સંગઠનમાં ૧પ૦૦ બહેનો સામેલ થયેલ સમાજ કે રાષ્ટ્રના વિકાસમાં સૌ સાથે રહી કામ કરીએ અને આજે વુમન ડે ના દિવસ શકિત રૂપી નારી શતિ સંમેલન કરવા બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્ય દાતાઓ સોનલબેન ઉકાણી, જયાબેન કાલરીયા, મંજુલાબેન ચોવટિયા, સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા.
મહીલા સંગઠન સમિતિ સિદસરના અઘ્યક્ષ સરોજબેન મારડીયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં પોતાની જોશીલી જબાનથી નારી શકિતના ગાન સાથે શરુઆત કરીને વુમન ડેના ઇતિહાસ વિષે માહીતી આપી હતી.
ખુબ જ સંઘર્ષ કરીને સફળતા મેળવનાર કેટલીક મહિલાઓનું મેયર બીનાબેન આચાર્યના હસ્તે શિલ્પ આપીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માનીત મહિલાઓમાં ભાવનાબેન માકડીયા, વન્દીતાબેન પટેલ તથા રેખાબેન ત્રાંબલીયા સમાવેશ થાય છે.