દેશમાં કોરોનાના ફેલાવાને અટકાવવા તકેદારીના પગલા રૂપે સરકારે વેન્ટીલેટર માસ્ક સહિતના મેડિકલ સાધનોની નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે.
વિદેશ વ્યાપાર ડાયરેકટર જનરલે એક જાહેરનામામાં જણાવ્યું છે કે તમામ પ્રકારનાં વેન્ટીલેટર, સર્જીકલ અને ડિસ્પોઝેબલ માસ્ક, માસ્કમાટેનું કાપડ વગેરેની તાત્કાલીક અસરથક્ષ નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવે છેજોકે મોજા, ઓપ્થેલ્મિક સાધનો, સર્જીકલ બ્લેડ, ધુમાડા, ઝેરી ગેસ અને કેમીકલ શોષતા માસ્ક અને બાયોપ્સી પંચ નિકાસ કરી શકાશે.
અત્રે એ યાદ આપીએકે ૩૧ જાન્યુઆરીથી હવામાં કણો શોષતા માસ્ક કપડા તથા સ્વસુરક્ષાના સાધનોની નિકાસબંધી કરી દેવાઈ છે.
કોરોના વાયરસની દહેશતનાં પગલે માસ્ક ટપોટપ વહેંચાવા લાગ્યા છે.
ભારતમાં શંકાસ્પદ કેસ વધતા હોસ્પિટલમાં વેન્ટીલેટર સહિતની તાતી જરૂર ઉભી થશે આ સ્થિતિને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે મેડિકલ સાધનોની નિકાસ બંધ કરી છે.