જિલ્લા નાયબ પશુ પાલન નિયામક ડો. વઘાસિયાએ દૂધ ઉત્પાદન માટે આપ્યુ માર્ગદર્શન
દૂધ દોહનાર વ્યકિતના નખ કાપેલા અને હાથ ચોખ્ખાં પાણીથી ધોયેલા હોવા જરૂરી
ખેડૂતો ખેતી ઉપરાંત પશુપાલનને પુરક કે પૂર્ણ વ્યવસાય તરીકે અપનાવે તે ખૂબ જરૂરી છે. રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતીની સાથે પશુપાલન વ્યવસાયને પણ સારી રીતે અપનાવ્યો છે. પરીણામે રાજકોટ જિલ્લો દૂધ ઉત્પાદન ક્ષેત્રે નેત્ર દિપક કામગીરી કરી રહ્યું છે.
આ સંદર્ભે જિલ્લાના નાયબ પશુપાલન નિયામક ડો. વધાસિયાએ દૂધ ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન જણાવ્યું કે, પશુઓના રસીકરણ, યોગ્ય આહારની સાથે જ દૂધ દોહનની સાચી રીત જાણવી પણ એટલી જ અગત્યની છે. એમ જણાવતા તેમણે આ વિશે વધુ માહિતી આપી હતી. પશુપાલકે દૂધ દોહનની સાચી રીત અપનાવવી જરૂરી છે. હેળીની મદદી દૂધ દોહનએ સૌથી યોગ્ય રીત છે. આંચળ વાકો વાળીને દોહનની રીત, ચપટીથી કે અંગૂઠો વાળીને દોહનની રીત ખોટી છે.
પશુને સવાર સાંજ ચોક્કસ સમયે દોહવાનું રાખવું. દોહતાં પહેલાં પશુના શરીરનો પાછળનો ભાગ સાફ કરવો જોઇએ. ઉપરાંત આઉ અને આંચળ ચોખ્ખા હુંફાળા પાણીથી ધોઇને ચોખ્ખા કપડાંથી સાફ કરવા જોઇએ. મુઠી પદ્ધતિથી અંગૂઠો અંદર રાખીને દોહવાથી આંચળમાં ગાંઠ વાની શક્યતા રહે છે. તેથી અંગૂઠો બહાર રાખીને, આખી મુઠીથી દોહવાનું રાખો. નાના આંચળવાળા પશુને ચપટી પદ્ધતિથી દોહવાનું રાખો. દૂધ દોહન ઝડપી અને સ્વચ્છ વાતાવરણમાં કરવું જોઇએ. એક થી વધુ દૂઝણાં પશુઓને દોહવાનાં હોય તો એક પશુને દોહ્યા બાદ હાથ ધોયા પછી જ બીજા પશુનું દોહન કરવું. રોગમાં સપડાયેલા પશુને અલગ કરી તેના ખાવા પીવાની અલગ વ્યવસ કરો. રોગિષ્ટ પશુનું દૂધ જમીન ઉપર ન કાઢતાં અલગ વાસણમાં કાઢી તેને દૂર ફેંકી દેવું અવા દાટી દેવું. પશુ દોહનાર વ્યક્તિના નખ કાપેલા હોવા જોઇએ. જેથી આંચળને ઇજા ન થાય, દોહનાર વ્યક્તિને પશુને દોહતાં પહેલાં હાથ સ્વચ્છ પાણીથી ધોવા. આઉ અને આંચળના નાનામાં નાના જખમ તરફ દુર્લક્ષ ન સેવતાં તેની સારવાર કરાવો. દૂધ ઉત્પાદન માટે આ સૂચનો અપનાવવાથી નિશ્વિતપણે સારૂ દૂધ ઉત્પાદન મેળવી શકાશે અને જિલ્લાના ખેડૂતોની આવકમાં વધારો થશે.