વિદ્યાર્થીઓ માર્ચમાં તૈયારી કરતા હોવાથી કોચિંગ કલાસ ઓનર્સ એસો.ની કલેકટરને રજૂઆત
કોરોના વાયરસને કારણે હાલ શાળા, કોલેજો તેમજ કોચીંગ કલાસો બંધ હોય ત્યારે ખાસ કરીને આ જ સમય ગાળામાં વિદ્યાર્થીઓ ગુજકેટ, જેઇઇ, નીટ જેવી પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોય છે પરંતુ હાલ કોચીંગ કલાસ બંધ છે ત્યારે ઉપરોકત પરીક્ષાની તારીખ લંબાવવા કોચીંગ કલાસ ઓનર્સ એસોસિએશન દ્વારા કલેકટરને લેખીત રજુઆત કરી છે લેખીત પત્રમાં જણાવ્યા મુજબ તાત્કાલીક અસરથી કોરોના વાયરસને લીધે શાળા તથા કોચીંગ કલાસીસ, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખી બંધ રાખવા સરકારે આદેશ કરેલ છે જેનું તેઓએ સંપૂર્ણ પાલન કર્યુ છે. વિદ્યાર્થીઓ ગુજકોટ, જેઇઇ, નીટ જેવી પરીક્ષાની તૈયારી શાળા કે કોચીંગ કલાસમાં આ ૧પ દિવસના સમયગાળા દરમિયાન જ કરતા હોઇ છ પણ બધી જ શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી તથા ગુજકેટ ૩૧ માર્ચ ૨૦૨૦ તથા જેઇઇ ૪ થી ૯ એપ્રિલ ૨૦૨૦ ના હોવાથી વિદયર્થીઓની કારકીદી ઉપર આની માઠી અસર ચોકકસ પડશે.
કોચીંગ કલાસ એનર્સ એસો. આ આદેશનું પાલન કરવા કટિબઘ્ધ છે અને સાથે વિદ્યાર્થીઓના હિત માટે પણ કટિબઘ્ધ છે.
ગુજરાત બોર્ડ તથા ગુજરાત સરકારને તેઓએ ભાવપૂર્વક રજુઆત કરી આ બધી પરીક્ષાની તારીખ, વિદ્યાર્થીઓના હિત માટે પાછળ રાખવા જણાવ્યું છે.