કોરોનાનાં કારણે શાળાઓ બંધ થઈ તો શું થયું? સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં શિક્ષકોએ ઈન્ટરનેટનાં માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ઘર બેઠા ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન આપવાનું શરૂ કર્યું
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે મારુતિનગર, રણછોડનગર, નવા થોરાળા સ્થિત શાળાનાં પ્રધાનાચાર્ય અને સહ પ્રધાનાચાર્યની તાત્કાલિક બેઠક બોલાવી કોરોનાની પરિસ્થિતિ વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળામાં રજા જાહેર કરી વિદ્યાર્થીઓને ઈન્ટરનેટનાં માધ્યમ દ્વારા ઘરે બેઠા પુનરાવર્તન – લેશન કરાવવાનું સૂચન આપ્યું હતું.
કોરોનાનાં કારણે શાળાઓ બંધ થઈ તો શું થયું? સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં શિક્ષકોએ ઈન્ટરનેટનાં માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ઘર બેઠા અભ્યાસનું પુનરાવર્તન અને લેશન આપી ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ઘર બેઠા પોતાનું ભણવાનું ચાલુ રાખ્યું છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન, ટ્રસ્ટીશ્રીઓ તેમજ પ્રધાનાચાર્યની આ અનોખી પહેલને વાલીઓએ બિરદાવી છે.
કોરોના વાયસરી બચવાની સાવચેતીનાં ભાગરૂપે શૈક્ષણિક સંસઓમાં રજા જાહેર કરવામાં આવી છે ત્યારે સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં પ્રધાનાચાર્ય અને આચાર્યોએ યોગ, પ્રાણાયમ સહિત આગામી શૈક્ષણિક આયોજન તથા વ્યક્તિ વિકાસની રચનાત્મક તાલીમ મેળવી રજાઓનો સદુપયોગ કર્યો છે સાથે જ વિદ્યાર્થીઓનું ભણવાનું ન બગડે તેની પણ તકેદારી રાખી છે.
કોરોના ઇફેકટ્સ…શિક્ષક કરે છે શાળામાં લેશન !!
કોરોના વાયરસ ઇફેકટસને કારણે શાળા-કોલેજમાં છાત્રોની ‘નો એન્ટી’થી શિક્ષકો હવે બાકી રહેલા લેશન વહીવટી કામ સાથે ‘ફુલ ટાઇમ’કોરોનાથી બચતા બચતા…. કાર્યમાં વ્યસ્ત રહે છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે બાળકને ચેપ લાગી શકે તો શિક્ષકને ન લાગે !! પરિણામ પત્રકો પણ આવ્યા નથી તે પરીક્ષાનું નકકી નથી, આવા વાતાવરણે રોગમુકત સાથે બાકી બચેલા કાર્યોને પૂર્ણ કરીને ‘કામ મુકત’થતાં શિક્ષકો શાળા મંદિરોમાં નજરે પડે છે.