સ્વસ્થ જીવન માટે ઉંઘનું મહત્વ ઘણું છે. પૂરતી અને ધસધસાટ ઉંઘ લેવામાં આવે તો રોગ પ્રતિકારક શકિત વધારી શકાય છે.
પૂરતી ઉંઘ લેવામાં આવે તો બિમારીના સમયમાં ઝડપથી સાજા અને સ્વસ્થ થઇ શકાય છે. પૂરતી ઉંઘ લેવાથી વધતા વજનને પણ રોકી શકાય છે. પૂરતી ઉંઘ લેવાથી બીજા દિવસે આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ રહે છે અને કામ કરવાની ક્ષમતામાં વધારો થાય છે અને રોજીંદા કામકાજ માટે શરીર તથા મગજ તૈયાર રહે છે.
સારી ઉંઘ લાવવા શું કરશો?
પૂરતી અને સારી ઉંઘ લાવવા માટે તમારે ઉંઘનો સમય નિશ્ર્ચિત કરવો જોઇએ. પાણીમાં લીમડાના પાન નાખી સ્નાન કરવું જોઇએ અને રાત્રે પગના તળીયે ઘી ધસવું જોઇએ.
હાલના ધમાલીયા જીવનમાં લોકોએ સારી રીતે કામ કરવા અને સ્વસ્થતા જાળવી રાખવા સારી અને પૂરતી ઉંઘ લેવી જોઇએ તેમ જાણીતા ખોરાક નિષ્ણાંત ઋજુતા દિવકરે કહે છે.
ઉંઘનો સમય નિશ્ર્ચિત કરો:-
તમારા એકંદર સ્વાસ્થ્યને જાળવવા માટે તમારા જીવનશૈલીમાં નિયમિતતા જરૂરી છે. જો તમે એકદમ નિયમિત હો તો તમારૂ સ્વાસ્થ્ય, તંદુરસ્તી જળવાઇ રહે છે. આયુર્વેદ પણ તમારી દિનચર્ચાને મહત્વ આપી તમારા રોજીંદા કાર્યો સમયસર કરવા કહે છે, જો તમારે તંદુરસ્ત રહેવું હોવ તો સારી ઉંઘ જરૂરી છે. સારી ઉંઘ માટે તમારે સમયસર સુવું જોઇએ અને સમયસર ઉઠવું જોઇએ.
વધારે સારૂ આરોગ્ય રાખવા તમારે વહેલા સુવાની અને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઇએ અને તે સપ્તાહના તમામ દિવસોમાં જાળવવા જોઇએ તેમ દિવેકર કહે છે. વહેલા સુવાથી અને વહેલા ઉઠવાથી તમારા પાચન, હ્રદયના ધબકારા નિયમિત રહે છે અને તમને રોગ આવતા અટકે છે અને ઉંઘ પણ ઝડપથી વધતી નથી.
પાણીમાં લીમડાના પાન નાખી સ્નાન કરો:-
તમને રાત્રે ઉંઘ આવવામાં મુશ્કેલી થતી હોય તો તમારે પાણીમાં લીમડાના પાન અથવા સોપારીના પાન નાખીને રાત્રે સ્નાન કરવું જોઇએ જેનાથી તમને રાત્રીના સમયે સમયસર ઉંઘ આવી જશે. સમયસર ધસધસાટ ઉંઘ આવતા તમારી રોગપ્રતિકારક શકિત વધે છે. અને તમને કોઇ રોગ થવાનો ભય રહેતો નથી.
તમને એ જણાવીએ કે લીમડાના પાન તેમાં આયુર્વેદીક ગુણ માટે જાણીતા છે. સોપારીના પાન પણ એન્સ ઓકિસડન્ટ છે.
પગના તળિયે ઘી ધસો:-
જો તમને રાત્રે ગેસ થતો હોય કે ઓડકાર આવતા હોય તો તમે પગના તળિયે ચોખ્ખું ઘી ધસો જેનાથી તમને ફાયદો થશે. તેનાથી તમને આવતો કાંટાળો અને ચિતા ધટશે. પગના તળિયે ઘી ધસવાથી તમને ઉંઘ સારી અવાશે. અને પુરતું ઉંધી શકશો. જેથી ઉઠતી વખતે તમે સ્ફૂર્તિમાં રહેશો.
વામકુક્ષી એટલે શું?
બપોરનું ભોજન લીધા બાદ બે પાંચ મીનીટ ડાબા પડખે સુવાની આપણને ટેવ હોય છે. બપોરના સમયે ભોજન લીધા થોડા સમય પછી ડાબા પડખે સુવાથી આપણી હોજરીમાં પાચનની ક્રિયા ઝડપથી અને સારી રીતે થાય છે.
વામકુક્ષી એટલે માત્ર થોડી મીનીટો માટે જ સુવું કલાક બે કલાક નહીં આપણે ત્યાં મોટાભાગના લોકો વામકુક્ષી કરી લેતા હોય છે.
રાત્રે ઉંધતા પહેલા શું કરશો? શું ન કરશો?
* તમારા ભોજન અને સુવા વચ્ચે ઓછામાં ઓછો બે થી ત્રણ કલાકનો સમયગાળો રાખો
* સુવાના સમયના એક કલાક પહેલા મોબાઇલ સહીતના કોઇપણ સાધન ગેઝેટસ વાપરવાનું ટાળો
* તમારી રોગ પ્રતિકારક શકિત વધારવા રાત્રીના સમયે સૂતા પહેલા હળદર નાખેલું દૂધ પીવાનું રાખ્યો
* એવા રૂમમાં સુવાનું રાખો જયાં ઠંડક, અંધારૂ અને હવાની અવર જવર સારી રીતે થઇ રહી હોય
* રાત્રે સૂતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવાનું રાખો