રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થૂંકનાર સામે કડક પગલા લેવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે તા. ૧૭-૦૩-૨૦૨૦ ના રોજ શહેરના ત્રણેય ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં થૂંકવાના જાહેરનામાના ભંગ સબબ કુલ ૭૨ આસામીઓ પાસેથી રૂ. ૩૬,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, સરકારએ દ્વારા કોરોના વાઇરસ પર નિયંત્રણ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતા વ્યક્તિઓને દંડ કરવામાં આવે છે,
આજરોજ ત્રણેય ઝોનમાં આ કાર્યવાહી પુરજોશમાં ચાલે છે, જાહેરમાં થૂંકનાર વ્યક્તિઓમાં સેન્ટ્રલ ઝોનમાંથી કુલ ૧૩ આસામીઓ પાસથી રૂ. ૬,૫૦૦/-, વેસ્ટ ઝોનમાંથી કુલ ૨૬ આસામીઓ પાસેથી રૂ. ૧૩,૦૦૦/- અને ઈસ્ટ ઝોનમાંથી કુલ ૩૩ આસામીઓ પાસેથી રૂ. ૧૬,૫૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરી અંગે હજુ વધુને વધુ કામગીરી ચાલુ છે, જાહેર જનતાને કોરોના વાઇરસ અંગે જાગૃત થવા અને જાહેરમાં ન થૂંકવા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવે છે. સમગ્ર કામગીરી ત્રણેય ઝોનના નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ આસી. કમિશનરે, નાયબ પર્યવરણ ઈજનેર, મદદનીશ પર્યાવરણ, વોર્ડ ઓફિસરે, તમામ ઝોનના એસ.આઈ. અને એસ. એસ. આઈ. દ્વારા કરવામાં આવી હતી.