લાભાર્થીઓ તા.૨૪/૩ સુધી ફોર્મ મેળવી પરત કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઈડબલ્યુએસ-૨ ૫૪૨, એલઆઈજી- ૧૨૬૮, એમઆઈજી- ૧૨૬૮ મળી કુલ – ૩૦૭૮ આવાસોના બાંધકામની કામગીરી ચાલુ છે. જેના અનુસંધાને ગત તા.૦૩/૦૩/૨૦૨૦ થી ૧૭/૦૩/૨૦૨૦ સુધી એમઆઈજી આવાસના ફોર્મ મેળવવાનો અને પરત કરવાનો સમય નક્કી કરવામાં આવેલ. જે લોકો પાસે પોતાનું ઘર નથી તેવા વધુ ને વધુ લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટે એમઆઈજી આવાસના ફોર્મ મેળવવા અને પરત કરવા માટે વિશેષ તા.૨૪/૦૩/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે.
આ ઉપરાંત, ઈડબલ્યુએસ-૨ અને એમઆઈજી આવાસ ફોર્મ મેળવેલ પરંતુ, સમય મર્યાદામાં લાભાર્થીઓ દ્વારા ફોર્મ પરત કરી શકેલ નથી તેવા લાભાર્થીઓ તા.૧૮/૦૩/૨૦૨૦ થી તા.૨૪/૦૩/૨૦૨૦ સુધી ફોર્મ પરત કરી શકશે.
એમઆઈજી પ્રકારના ૧૨૬૮ આવાસ પૈકી, આ આવાસ ૧૨૬૮ બની રહેલ છે. જેમાં, જયભીમનગર પાસે, હેવલોક એપા. સામે, નાનામવા ખાતે ૨૬૦, વસંત માર્વેલની બાજુમાં, વિમલનગર મેઈન રોડ ખાતે ૨૮૮, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઓસ્કારગ્રીન સિટીની બાજુમાં ૪૪૮, અને સેલેનીયમ હાઈટ્સની સામે, મવડીથી પાળ રોડ ખાતે ૨૭૨ આવાસ બનનાર છે. એમઆઈજી આવાસની કિંમત ૨૪ લાખ છે. આ આવાસમાં આ આવાસમાં બે બેડરૂમ, સ્ટેન્ડિંગ બાલ્કની, એક સ્ટડીરૂમ, એક હોલ, કિચન, એટેચ્ડ ટોઇલેટ અને કોમન ટોયલેટની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. આકર્ષક એલીવેશન, વિશાળ પાર્કિંગ, અગ્નિ શમન, લીફ્ટની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. ગઈકાલ સુધીમાં ૩ બી.એચ.કે.ના ૩૯૭, એલ.આઈ.જી. ૨ બી.એચ.કે.ના ૯૨૦૦ અને ઈ.ડબલ્યુ.એસ-૨ના ૭૬૦૦ ફોર્મ પરત આવેલ છે. હજુ ફોર્મ વધુ આવે તે માટે ફોર્મ ભરવાની મુદત વધારી છે.
રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાના ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૧:૦૦ થી બપોરે ૦૩:૦૦ વાગ્યા સુધીનો રહેશે.
રૂડાએ પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં ફોર્મની સમય મર્યાદા તા.૩૧ માસ કરી
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઈડબલ્યુએસ ૧, ઈડબલ્યુએસ ૨, એલઆઈ તથા એમઆઈજી કેટેગરીના જુદાજુદા ૧૦ સ્થળોએ બાંધવામાં આવનાર કુલ ૩૯૭૮ આવાસોની ફાળવણી માટે રૂડા કચેરી દ્વારા તા. ૨૪-૦૨-૨૦૨૦થી ફોર્મનું વિતરણ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેર તેમજ રૂડા વિસ્તારમાં આવતી કુલ ૪૯ શાખાઓ તથા કોર્પોરેશનના ત્રણ સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ ૫૩ સ્થળોએથી કરવામાં આવે છે. ફોર્મ વિતરણ અંગેની છેલ્લી તારીખ:૧૩/૦૩/૨૦૨૦ રાખેલ હતી. જયારે ડીપોઝીટ સાથે ફોર્મ પરત આપવાની અંતીમ તારીખ:૧૭/૦૩/૨૦૨૦ સુધીની રાખવામાં આવેલ હતી. જે મુદ્દત વધારીને તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધીની લંબાવવામાં આવી છે, તેમ રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
લાભાર્થીને જરૂરી આવકનાં દાખલા કઢાવવા તેમજ સોંગદનામા કરાવવા તેમજ અન્ય ડોક્યુમેન્ટ એકત્ર કરવા માટે જરૂરી સમય મળે અને લોકમાંગણીને ધ્યાને લઇ તેમજ વધુમાં વધુ લોકો આ યોજનાનો લાભ લઇ શકે તે હેતુથી રૂડા કચેરી દ્વારા ફોર્મ મેળવવા તથા ફોર્મ જમા કરાવવા અંગેની મુદ્દતમાં વધારો કરી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી લંબાવવામાં આવે છે.
આમ, ફોર્મ મેળવવાની અને ડીપોઝીટ સાથે ફોર્મ ભરી પરત કરવાની અંતીમ તા.૩૧/૦૩/૨૦૨૦ રહેશે. વધુમાં રૂડાની વેબસાઇટ zwww.rajkotuda.com, www.rajkotuda.co.in પરથી પણ તા.૩૧/૦૩/૨૦૨૦ બપોરે ૪:૦૦ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.