જમ્મુ કાશ્મીરમાં તૈનાત સૈનિકોને સોપાશે: અમેરિકાથી ૧૦,૦૦૦ રાઈફલનો જથ્થો આવ્યો
લાંબા સમયથી રાહ જોયા બાદૃ ભારતીય સેનાને અત્યાધુનિક અસોલ્ટ રાઇફલ સિગ-સૌર ૭૧૬નો પહેલો જથ્થો મળ્યો છે. અમેરિકાએ રક્ષા કરાર હેઠળ ૧૦,૦૦૦ સિગ-સૌર ૭૧૬નો પહેલો જથ્થો ભારત મોકલ્યો છે. ભારતીય સેનાએ ગત વર્ષે અમેરિકા સાથે ફાસ્ટ ટ્રેક સંધિ હેઠળ ૭૨૪૦૦ સિગ-સૌર ૭૧૬ રાઇફલનો સોદૃો કર્યો હતો. આ ડીલની કુલ કિંમત આશરે ૭૦૦ કરોડ રુપિયા હતી. અમેરિકાની સિગ-સૌર કંપની સાથે રાઇફલ્સ ખરીદૃવાનો સીધો સોદૃો કરવામાં આવ્યો હતો. જે હેઠળ કંપનીએ એક વર્ષની અંદૃર જ રાઇફલ્સની ડિલીવરી શરુ કરતા ૧૦,૦૦૦ રાઇફલ્સ ભારત મોકલી હતી.
ઉલ્લેખનીય છે કે ૭.૬૨ટ૫૧ દ્બદ્બ સિગ ૭૧૬ રાઇફલ અમેરિકા સિવાય દૃુનિયાભરના અનેક દૃેશોની પોલીસ અને સેના ઉપયોગમાં લઇ રહી છે. ભારતીય સેનામાં સૌથી પહેલા આ રાઇફલ્સને જમ્મુ-કાશ્મીરના ઉધમપુર સ્થિત સેનાને સોંપવામાં આવશે. આ અત્યાધુનિક રાઇફલની રેન્જ આશરે ૫૦૦ મીટર છે જેનો મુખ્ય હેતુ શૂટ ટૂ કિલનો છે. સેનામાં આ રાઇફલનો ઉપયોગ એન્ટી ટેરર ઓપરેશન્સ અને ફ્રન્ટ લાઇન સૈનિકો કરશે.
માહિતી મુજહબ ૭૨૪૦૦ સિગ ૭૧૬ રાઇફલ્સમાંથી આશરે ૪૦૦૦ રાઇફલ્સ વાયુસેના, ૨૦૦૦ નૌકાદૃળ અને બાકીનો જથ્થો આર્મીને આપવામાં આવશે. આશરે ૨૦ વર્ષ પછી ભારતીય સેનાને નવી અસોલ્ટ રાઇફલ મળી છે. આ પહેલા કારગિલ યુદ્ધ દૃરમિયાન સ્વદૃેશી ઇનસાસ રાઇફલ્સ મળી હતી. માનવામાં આવી રહ્યું છે ભારતીય સેના ઇનસાસ રાઇફલ્સની સ્થાને હવે નવી સિગ-સૌર રાઇફલ્સનો ઉપયોગ કરશે.