મેષ
નાનાં, મોટા તથા વિશાળ કદના ઔદ્યોગિકનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સાનુકુળ નીવડશે. જલ તત્વને લઈ કોઈ વિધ્ન આવવાનાં સંયોગો. ની ખાદ્ય ખોરાક કે પેકીંગ આહારનાં જથ્થાબંધ વ્યાપારના જાતકો માટે આ સપ્તાહ સામાન્ય જણાશે. અન્ય વ્યાપારી વર્ગ માટે સાનુકુળ સપ્તાહ. સર્વિસ તથા હાઈ પ્રોફેશન બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયી રહેશ. સરકારી કર્મચારી માટે સારુ સપ્તાહ, બદલી બઢતીના સંયોગો. ખાનગી નોકરીયાત માટે સારુ સપ્તાહ. યુવાવર્ગ, છાત્રો, નિવૃતો તથા ગૃહિણીઓ માટે સારુ સપ્તાહ. ૧૫ તથા ૨૧ માર્ચ સામાન્ય રહેશે.
વૃષભ
જાહેર ક્ષેત્ર સાથે સંક્ળાયેલા તમામ જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સાથોસાથ સેલેબલ તથા જાહેર ક્ષેત્રની વ્યક્તિ માટે હળવા વિવાદના સંયોગો.વ્યાપાર તથા સર્વિસ બિઝનેશના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. સરકારી એકાઉંટ કે ટેક્સ વિભાગ સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારી નીવડશે. બેંકીગ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ જણાશે. ખાનગી ક્ષેત્રના નોકરીયાત માટે સરેરાશ સપ્તાહ. આ સપ્તાહે પરિવાર, સગાં સાથે હળવાં મનદુ:ખ થવાનાં સંયોગો. નિવૃતો, ગૃહસ્થી, ગૃહિણી તથા છાત્રો માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. ૧૫ તથા ૧૭ માર્ચ સામાન્ય રહેશે.
મિથુન
દસ્તાવેજી તથા સનદી કામકાજ કે વ્યવસાય સાથે જોડાયેલ વકીલ સમેત અન્ય તમામ જાતકો માટે આ સપ્તાહ લાભદાયી એવમ સંઘર્ષવાળુ નીવડશે.ખાનગી શૈક્ષણિક સંસ્થાનાં જાતકો માટે સાધારણ સપ્તાહ, કોઈ ખાસ વિવાદાસ્પદ બાબત બનાવાંનાં સંયોગો .તમામ પ્રકારના નાના ઔદ્યોગિક તથા વ્યાપાર- વાણિજયના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. ખાનગી તથા સરકારી કર્મચારી માટે હળવું સપ્તાહ. સ્વગૃહી બુધ વાળા જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. પરિવાર સુખ તથા સહકાર અકબંધ રહેશે. ગૃહિણીઓ તથા નિવૃત, છાત્રો માટે લાભાદાયી સપ્તાહ. ૧૬ તથા ૨૦ માર્ચના દિવસો સામાન્ય રહેશે.
કર્ક
રંગ તથા રસાયણ ત્થા આયુર્વેદીક- હર્બલ ઔષધ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ઈમ્પોર્ટ એકસપોર્ટ કે વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા સર્વ જાતકો માટે લાભદાયી સપ્તાહ. વ્યાપારી જાતકો માટે હળવું સપ્તાહ. જલીય આહારના વ્યાપારી, ઉત્પાદક માટે આ સપ્તાહ હળવું લાભાદાયી નીવડશે. કલા તથા વ્યવસાયિક પરામર્શના જાતકો માટે ઉતમ સપ્તાહ. સરકારી, અર્ધ સરકારી કર્મચારી માટે મધ્યમ સપ્તાહ. ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. કેમેસ્ટ્રી-તબીબી-ઈજનેરી છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, સંતાનો માટે લાભદાયી સપ્તાહ. કેવળ ૧૫ માર્ચ સામાન્ય રહેશે.
સિંહ
આવેગ, ઉતાવળ તથા ગુસ્સા પર કાબુ રાખવો, વાત-પિતની તાસીર વાળા જાતકો કાળજી રાખવી. બહારના ફાસ્ટ ફૂડ આરોગવામાં સંયમ જાળવવો, અન્યથા અસ્પતાલ યોગની સંભાવના. દુષિત યોગ વાળા જાતકો એ ખાસ સંભાળવું, બાહ્ય આકર્ષણમાં ફસાય જવાનાં સંયોગો. ઔધોગિક એકમ વાળા જાતકો માટે આ સપ્તાહ મધ્યમ નીવડશે. જથ્થાબંધ તથા છુટક વ્યાપારીઓ માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. જાહેર ક્ષેત્ર તથા તમામ શૈક્ષણિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ નીવડશે. સરકારી- ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે હળવું સપ્તાહ. નિવૃતો તથા ગૃહિણી, વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ. ૧૭ તથા ૨૧ ડિસેમ્બર સામાન્ય જણાશે.
કન્યા
બૌદ્ધિક લોકો તથા ચાલાક કે કપટી લોકો માટે આ સપ્તાહ અતિ પ્રતિકુળ નીવડશે. સેવાકીય સંસ્થાઓ માટે સાધારણ સપ્તાહ, આ ક્ષેત્રે કોઈ ને કોઈ વિવાદ થવાંના સંયોગો. ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ માટે સરેરાશ સમય. ઔદ્યોગિક તથા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ અર્ધ લાભદાયી રહેશે, તદુપરાંત ધંધામાં અનેક નવા નવાં સ્ત્રોતો જણાશે.. છુટક વ્યાપાર તથા ફેરી કરતાં વ્યાપારી જાતકો માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. સરકારી કર્મચારીઓ માટે કઠીન સપ્તાહ જણાશે. સ્નેહીજનો દ્વારા સાથ સહકારનાં સંયોગો. વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, તથા નિવૃતો માટે ઉતમ સપ્તાહ. ૧૬, ૧૮,૧૯ માર્ચ સરેરાશ રહેશે.
તુલા
તુલા રાશિ માટે આ સપ્તાહ અનેક રીતે ફાયદા કારક રહેશે, ખાસ કરીને ઈલેક્ટ્રીકલ, ઈલેકટ્રોનિકસ એકમના જથ્થાબંધ, છુટક વ્યાપારીઓ ઉત્પાદકો તથા કર્મચારીઓ માટે ખુબ લાભદાયી સપ્તાહ. ફેશન, ફેબ્રીક, કોસ્મેટીક સંબંધિત ઉદ્યોગ ધંધાના જાતકો માટે આ સપ્તાહ તેજીનું વાતાવરણ રહેશે. જાહેર ક્ષેત્ર તથા અન્ય ઔદ્યોગિક, વ્યાપાર, સર્વિગ બિઝનેસ ક્ષેત્રનાં જાતકો માટે આ સપ્તાહે અણધાર્યા ફાયદા થશે. તમામ કર્મચારી વર્ગ માટે આ સપ્તાહ સારુ રહેશે. પરિવાર સાથે થયેલા જુના વાંધાઓનું નિવારણ. સાથે સહકાર જણાશે. મહિલા કર્મચારીઓ, ગૃહિણીઓ, નિવૃતો તથા ઉચ્ચાભ્યાસ કરતાં છાત્રો માટે આ સપ્તાહ સારુ રહેશે. ૨૧ માર્ચ અર્ધ મધ્યમ રહેશે.
વૃશ્ચિક
સ્વગૃહી મંગલ વાળા તથા માંગલિક જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. દરેક પ્રકારનાં નાનાં મોટા ઉદ્યોગ તથા વ્યાપાર-વણિજના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયી નીવડશે. સરકારી કર્મચારી, પોલીસ કર્મી માટે આ સપ્તાહ થોડુ કઠીન રહેશે. સાથે. ખાનગી ક્ષેત્રેના કર્મચારી માટે આ સપ્તાહ લાભદાયી રહેશે. મિત્રો સાથે થયેલી ગેરસમજ દુર થવાંના સંયોગો. યુવાવર્ગ, છાત્રો, ગૃહિણી, મહિલા કર્મી તથા નિવૃતો માટે આ સપ્તાહ લાભદાયી નીવડશે. ૧૮ તથા ૨૧ માર્ચ નો દિવસ સાધારણ રહેશે.
ધન
આ સપ્તાહ દરમ્યાન હાશકારાની લાગણીની થવાનાં સયોગો. નાના મોટા હેવી મશીનરીઝ ઔદ્યોગિક એકમ તથા વ્યાપાર વણિજના એકમના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક જણાશે. પારાવાર પરિશ્રમ વાળા એકમના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભકારક નીવડશે. મેદસ્વી લોકોએ શરીરની કાળજી લેવી. સરકારી કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ સાનુકુળ જણાશે. છાત્રો, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ હળવું ચડાવ ઉતાર વાળુ નીવડશે . ૨૦ માર્ચ સામાન્ય રહેશે. .(પન્નોતિથી રાહત મેળવવાં માટે, આહાર ગટરમાં ન જવો જોઈએ)
મકર
આ સપ્તાહે પન્નોતિનો હકારાત્મક પ્રભાવ દેખાશે. રાજકીય તથા ધાર્મિક વ્યક્તિઓ માટે આ સપ્તાહ અર્ધ પ્રતિકુળ રહેશે, આથી સંભવ કાળજી રાખવી. નાના તથા કુટિર કે ગૃહ ઉદ્યોગ તથા વાણિજયના તમામ નાના એકમોના જાતકો માટે આ સપ્તાહ લાભદાયી એવમ સાનુકુળ નીવડશે. કેમિકલ એંજીનિયરીંગ ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ સારુ નીવડશે. તમામ નોકરીયાત વર્ગ માટે સાનુકુળ સપ્તાહ. પરિવાર જનો તથા મિત્રો વચ્ચે ચડ ઉતર જણાશે. છાત્રો, ગૃહિણીઓ, નિવૃતો માટે આ સપ્તાહ હળવું ફાયદાકારક નીવડશે ૧૮ તથા ૧૯ માર્ચ સામાન્ય રહેશે. (પન્નોતિથી રાહત મેળવવાં માટે પરિશ્રમિકોને પુરતું વળતર આપવું)
કુંભ
હેવી મશીનરીઝ વાળા હેવી ઉદ્યોગના જાતકો માટે આ સપ્તાહે પન્નોતિનો પ્રભાવ જણાશે સાથે સપ્તાહ દરમ્યાન પારાવાર પ્રતિકુળતા જણાશે. અન્ય ઔદ્યોગિક એકમ તથા સખત પરિશ્રમ વાળા નાના ઉદ્યોગ, વ્યાપાર-ધંધાનાં જાતકો માટે આ સપ્તાહ ખુબ જ લાભદાયી નીવડશે. સરકારી તથા અર્ધ સરકારી જાતકો માટે આ સપ્તાહ થોડું પ્રતિકુળ નીવડશે. નિવૃતો, વિદ્યાર્થીઓ, શિક્ષકો મહિલા કર્મી, ગૃહિણી માટે આ સપ્તાહ સાનુકુળ નીવડ્શે ૧૬ તથા ૧૮ માર્ચ સામાન્ય જણાશે. (પન્નોતિનાં પ્રથમ તબક્કાનાં પ્રથમ છ તથા અંતિમ મહિનો જ સંભાળવું. ઉપાય શ્રમદાન.)
મીન
આ સપ્તાહે પણ મોટા ઔદ્યોગિક એકમના જાતકો તથા ગ્રેઈન મર્ચંટ માટે આ સપ્તાહ સાનુકુળ ને લાભદાયી નીવડશે. જ્યારે હેવી ઉદ્યોગ- વ્યાપાર- વાણિજય ક્ષેત્રના જાતકો માટે આ સપ્તાહ હળવું રહેશે. કેમિકલ કે અન્ય તરલ પદાર્થના વ્યાપારી-ઉદ્યોગપતિ માટે આ સપ્તાહ લાભદાયી જણાશે. વૂડ તથા ફર્નિચરના ઉત્પાદકો તથા વ્યાપારી માટે આ સપ્તાહ સાનુકુળ રહેશે. સરકારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે પ્રમોશન તથા પગાર વધારા વાળું નીવડશે. મધ્યમ વર્ગના જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારી રહેશે. યુવાવર્ગો, મહિલાકર્મીઓ, છાત્રો તથા ગૃહિણી વર્ગ માટે ઉતમ સપ્તાહ. ફકત ૨૧ માર્ચ અર્ધ મ્ધ્યમ જણાશે.