તૈયારીઓને આખરી ઓપ: રરમીએ કથાની પુર્ણાહુતિ
રાજુલમાં પૂ. મોરારીબાપુની રામકથા કાલથી શરૂ થઇ રહી છે.જે અંગે તૈયારીઓને આખી ઓપ આપવામાં ધારાસભ્ય અંબરીશ ડેર તથા મહાત્મા ગાંધી આરોગ્ય મંદીરના ટ્રસ્ટીઓ અને વૃન્દાવન બાગ રામપરા-ર ના સેવક ગણો જોડાયેલ છે. આ રામકથાના યજમાન કાન્તિભાઇ વાણંદ પરિવાર બારડોલી (અમેરીકા) છે. હાલમાં કથા સ્થળે પીપાવાવ ફોર-વે રોડ, સાકરીયા હનુમાનજીની બાજુ ભેરાઇ, કડીયાળીમાં ડોમ સહિતનો સમીયાણો ઉભો કરી દેવામાં આવેલ છે. સ્ટેજ સહિત પૂર્વ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહેલ છે.
આ રામકથામાં કોરોના વાયરસને અનુલક્ષીને સાવચેતી પગલા શું લઇ શકાય: તે અંગેની એક મીટીંગ પૂ. મોરારીબાપુની હાજરીમાં યોજાયેલ જેમાં એવું નકકી કરાયું છે કે કથા મંડપમાં શ્રોતાઓને ખીચોખીચ નહી પરંતુ અંતર રાખીને બેસાડાશે અને કથા સ્થળે આરોગ્યની ચકાસણી કરનાર ટીમ સતત ઉ૫સ્થિત રહેશે. અલબત કથા સિવાયના તમામ કાર્યક્રમો હાલના તબકકે રદ કરવામાં આવ્યા છે.કોરોનાથી ભારત સરકાર પણ આ અંગે ચિંતિત છે. તેથી સામાજીક સામુહિક કાર્યક્રમો સમારંભો બંધ રાખવામાં આદેશો છે બાપુએ કહ્યું કે જો પ્રસાશન એવો આદેશ આપે કે કથાનું આયોજન બંધ રાખવું તો એ રીતે પણ પોતે તૈયાર છે પરંતુ કથા આયોજન માટે સરકારે મંજુરી આપી છે એટલે કે હવે આપણી જવાબદારી બને છે કે આપણે વધારે સાવચેત રહીને સાવધાનીપૂર્વક કોઇપણ પ્રકારનો વાયરસ ન પ્રસરે તે માટે વ્યવસ્થા ગોઠવીએ.
આ સંદર્ભે ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, રામપરા-ર મંદિરના મહંત તથા માયાભાઇ આહિર તથા કથાની આયોજન સમીતીના તમામ સભ્યો સાથે બાપુએ બેઠક કરી આ બેઠકમાં ભરતભાઇ ડેર, હરેશભાઇ મહેતા (સા.કુંડલા) ડો. કમલેશભાઇ જોશી, બીપીનભાઇ લહેરી, તથા આરોગ્ય સમીતીના તમામ કાર્યકર્તા હાજર રહેલ પૂ. મોરારીબાપુએ સહુને માર્ગદર્શન આપતા જણાવેલ કે કથા સ્થળ પર આરોગ્યની ચકાસણી કરનાર ટીમ સતત ઉ૫સ્થિત રહેશે. કોરોના વાયરસ અંગેના નિષ્ણાંતોની ટીમ પણ ત્યાં હાજર રહેશે. શ્રોતાઓ, બહુ ગીચોગીચ ન બેસે એવી વ્યવસ્થા થશે. દુર દુરથી આવનારા શ્રોતાઓને બાપુએ અપીલ કરી છે કે આવા સંજોગોમાં બને તો પોતાના ઘરે ટી.વી. પર રામકથા સાંભળી લ્યો માત્ર કથા, સત્સંગ, ભજન અને ભોજનનો સહુને લાભ મળશે. સાંજન કાર્યક્રમો સંતવાણી, ડાયરો કે અન્ય આયોજન હાલ બંધ રહેશે.
આટલા વિશાલ આયોજનમાં પ્રશાસને કોઇ ચિંતા ન રહે એવી સાવધાની સાથે કથા સંપન્ન થશે. બાપુએ હાલની પ્રયાગરાજની કથામાં પણ કહેલ કે, પ્રત્યે કે પૂરતી સાવચેતી રાખવી, ડરવું નહીં. પરંતુ સાવધાની પૂર્વક વર્તવાનું સૌને કહેલ છે.