જાપાન અને નોર્વે દર વર્ષ ૪૦-૪૦ જહાજ ભાંગવા અલંગ મોકલશે
આગામી દિવસોમાં અલંગ શીપબ્રેકીંગ યાર્ડનો ફરી જમાનો આવી રહ્યો છે. સરકારે જહાજભાંગવા અંગેના કાયદામાં સુધારો કર્યા બાદહોગકોંગમાં મળેલા સંમેલનમાં નકકી મુજબ હવે જાપાન અને નોર્વે દર વર્ષે પોતાના ૪૦-૪૦ જહાજ ભાગવા માટે અલંગ મોકલશે.
વૈશ્ર્વિક મંદી અને બાંગ્લાદેશ અને પાકિસ્તાનના જહાજ ભાંગવાના અનિયમિત ઉદ્યોગના કારણે અલંગ શીપબ્રેકીંગ યાર્ડનરી રોનક છીનવાઈ ગઈ હતી. અને જહાજ ભાંગવા માટે આવવનું ઓછુ થઈ ગયું હતુ.
હોંગકોંગમાં મળેલા આંતરરાષ્ટ્રીયસંમેલનમાં જહાજ ભાંગવામાં મર્યાવરણ તથા કામદારોની સલામતી માટે પગલા સહિત યોગ્ય પધ્ધતિ અપનાવવાનું નકકી થયું હતુ.
ભારતે તાજેતરમાં જ જહાજ ભાંગવા માટે પર્યાવરણ જાળવણી અને કામદારોની સલામતી સહિતના મુદા ધ્યાનમાં રાખી જહાજ ભાંગવાના કાયદામાં સુધારા કર્યા હતા કાયદામાં સુધારા બાદ અલંગ જહાજ શીપ બ્રેકીંગ યાર્ડના ૧૩૪ પ્લોટમાંથી ૯૫ પ્લોટને આંતરરાષ્ટ્રીયએજન્સીઓને માન્યતા આપી છે. હવે જાપાન અને નોર્વેએ પણ અલંગમાં દર વર્ષે ૪૦-૪૦ જહાજ ભાંગવા મોકલવાનું નકકી કર્યું છે. આ ઉપરાંત યુરોપના દેશો અને અમેરિકા પણ પોતાના જહાજ ભાંગવા માટે અલંગ મોકલવા તૈયાર થશે તેમ કેન્દ્રીય જહાજ પરિવહન મંત્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતુ.
અલંગ ખાતે જહાજ ભાંગવાની પ્રવૃત્તિ માટે પર્યાવરણની જાળવણી અને આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કામદારોની સલામતિની સરકારે ચિંતા કરી આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ કાયદો સુધારતા હવે ઘણા યુરોપીયન દેશો અને અમેરિકા પણ પોતાના જહાજ ભાંગવા માટે અલંગ મોકલશે.
૨૦૦૯માં મળેલા હોંગકોંગ સંમેલનમાં નકકી થયા મુજબ અલંગમાં પર્યાવરણીય જાળવણી અને કામદારોની સલામતી માટેના પગલા ભરવા સહિતની કામગીરી ગુજરાત મેરી ટાઈમ બોર્ડે હાથ ધરી છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઈસ ચેરમેન અને સીઈઓ મૂકેશ કુમારે જણાવ્યું હતુ કે હોંગકોંગ સંમેલનમાં નકકી થયા મુજબ પ્લોટ તથા તે અંગેની સુવિધાઓ વધારવા અમે આગળ વધી રહ્યા છીએ આથી આ વ્યવસાય સાથે સંકળાયેલા વધુ ધંધાર્થીઓ અને વધુ જહાજ ભાંગવા માટે અહી આવતા થશે. અત્રે એ યાદ આપીએ કે દેશમાં વર્ષે ૩૦૦ જેટલા જહાજ ભાંગવા આવે છે. અને તેમાનાં ૯૦ ટકા જહાજ ભાંગવા માટે અલંગ પસંદ કરવામાં આવે છે.
જહાજ ભાંગવાના ઉદ્યોગ એસોસીએશનના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા કહે છે કે અમે ૨૦૧૬થી જ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ જહાજ ભાંગવામાં આવે તે માટેની અમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને હવે તેના પરિણામો દેખાવા લાગ્યા છે. જાન્યુઆરીમાં ૩૦ અને ફેબ્રુઆરીમાં ૨૫ જહાજ ભાંગવા માટે અલંગ આવ્યા હતા અગાઉના વર્ષમાં આ આંકડો ૧૫ થી ૨૦ નો હતો.
ગુજરાત મેરીટાઈમ બોર્ડના જનરલ મેનેજર અતુલ શર્મા કહે છે કે અમે અલંગને પર્યાવરણ માટે સલામત બનાવવા સાથે સાથે માનવી માટે પણ સલામત બનાવવા માયે અસરકારક પગલા ભર્યા છે. અગાઉના સમયમાં ઓઈલ વગેરે વસ્તુને લીધે પર્યાવરણ પ્રદુષણ વધતું હતુ પણ હવે ઓઈલ સહિતની વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરીએ છીએ જેથી પ્રદુષણ અટકયું છે. એજ રીતે ધાતુના કેબલ અને બેસીઓ ખરીનારા આવે છે અને તેનો યોગ્ય નિકાલ થાય છે.
અલંગમાં એપ્રિલમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન
અલંગમાં ફરી જહાજ ભાંગવાનો ઉદ્યોગ ધમે અને અનેકને રોજગારી મળે તે માટે આગામી એપ્રિલ માસમાં કેન્દ્રીય જહાજ મંત્રાલય તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજવામાં આવશે. સરકાર આગામી નાણાંકીય વર્ષથી દર બે વર્ષે આવા આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવા આતુર છે. આવા પ્રદર્શનથી દેશ વિદેશથી જહાજ ભાંગવાથી નીકળતી વસ્તુઓ જેવી કે લોખંડ, લાકડુ અને અન્ય ચીજવસ્તુઓ ખરીદનારા આવશે. આવી પ્રવૃત્તિથી અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફરી નવી ઓળખ ઉભી થશે.
ભાંગવા યોગ્ય જહાજ નકકી કરવા સત્તામંડળ ઉભુ કરાશે
અલંગમાં ભાંગવા આવતા જહાજ માટે એ જહાજ અલંગમાં ભાંગવા યોગ્ય છે કે નહી તે નકકી કરવા માટે એક સક્ષમ સત્તામંડળ ઉભુ કરવાનું પણ જાજ પરિવહન મંત્રાલય વિચારી રહ્યું છે. તેમ જાણવા મળે છે.