કેએસપીસી દ્વારા ‘બી રિલેકસન્ટ ટુ બીકમ એકસેલન્ટ’ વિષયે વાર્તાલાપ યોજાયો
કચ્છ-સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને ગ્રાસીમ ઇન્ડ લી. યુનિટ ઇન્ડીયન રેયોનના સહયોગથી બી રિલેકસન્ટ ટુ બીકમ એકસેલન્ટ વિષયે આત્મીય યુનિવર્સિટીના ટ્રેનીંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફીસર પ્રો. દિવ્યાંગ તિવારીનો વાર્તાલાપ કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવેના અઘ્યક્ષસ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલના ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદે એ કાર્યક્રમના વિષય ઉપરની માહીતી તથા વકતાઓ પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે તથા મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા પ્રો. દિવ્યાંગ તિવારીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતો.
કાર્યક્રમના અઘ્યક્ષ હસુભાઇ દવેએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે હાલના યુગમાં પરિવર્તનની સાથે ચાલવું ખુબ જ જરુરી છે. આજે વ્યકિતના વ્યસ્ત જીવનમાં ભૂલો થતી જ હોય છે જેને સુધારવા માટે પ્રયત્નો કરતા રહેવું અને આગળ વધવુ જોઇએ.
કાર્યક્રમના વકતા પ્રો. દિવ્યાંક તિવારીએ જણાવ્યું હતું કે ઉત્તમ અને સફળ બનવા માટે હંમેશા પોતાના કાર્યમાં એકચીત અને રિલેકસ રહી ને જ કાર્ય કરવું જોઇએ અને દુનિયામાં જો તમને સૌથી વધુ ડર કોઇથી લાગતો હોય તો એ તમે પોતે છો. બધા જ લોકો પોતાના જીવનમાં નાની મોટી ભુલો કરતા જ હોય છે. જેમ પેન્સીલની પાછળ રબર આપેલું હોય છે તેમ જીવનમાં પણ ભુલો સુધારવા માટે તક મળે છે બીજા પર ઘ્યાન આપવા કરતા પોતાના પર વધુ ઘ્યાન આપવું જોઇએ. કાર્ય અને સંબંધો સાચવવા માટે હંમેશા સારો સ્વભાવ હકારાત્મક અને ખુશ રહેવું જોઇએ પોતાના કાર્યક્ષેત્રને લગતા મિત્રો બનાવવા જોઇએ જેથી હંમેશા પ્રેરણા મળતી રહે સારા સંબંધો વિકસાવી જે સફળતાના માર્ગે લઇ જશે.
કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલર ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કરેલ હતું. કાર્યક્રમમાં આત્મીય યુનિવર્સિટીના પ્રિન્સીપાલ ડો. ઘનશ્યામભાઇ આચાર્ય, કાઉન્સીલની ગવનીંગ બોડીના સભ્યો, પરેશભાઇ ગોસાઇ, પ્રવિણભાઇ ધોળકીયા, નિકેત પોપટ, મનસુખલાલ જાગાણી, ધવલ નથવાણી અને વિવિધ કંપનીના અધિકારીઓ, આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.