રાજદુર્ગ (રાજકોટ) પવિત્ર ધરા પર વડતાલ પીઠાધીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદથી તેમજ સંત સદગુરુ શાસ્ત્રીય સ્વામી ભગવતચરણદાસજીની તૃતિય વાર્ષિક પુણ્ય તીથી એ તેમજ મહાસમર્થ સંત સદ્દવિદ્યા પ્રવર્તક શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીના શિષ્ય સદગુરુ કોઠારી સ્વામી વાસુદેવપ્રસાદદાસજીની શુભે પ્રેરણાથી કોઠારી સ્વામી હરિચરણદાસજી સ્વામી (બાપુ સ્વામી) ભુપેન્દ્ર રોડ રાજકોટના અઘ્યક્ષ સ્થાને વર્ણીરાજ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા દિવ્ય શાકોત્સવ રવિવારે સમયે ૪ થી ૭ કલાક સુધી શ્રી મૃત પાર્ટી બોન્સ પ૦ ફુટ મેઇન રોડ, ડિ માર્ટ પાસે, કુવાડવા રોડ ખાતે સંતો તથા હજારો હરિભકતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
રાજકોટ સ્વામીનારાયણ મુખ્ય કથાકાર જીજ્ઞેશ દાદા (રાધે રાધે) આ પ્રસંગે ખાસ અતિથિ વિશેષ તરીકે પર્ધાયા હતા. જીજ્ઞેશદાદાએ પોતાના પ્રવચનમાં અક્ષર નિવાસી પ.પૂ. સદગુરુ શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામીની તૃતીય વાર્ષિક પુણ્યતિથિએ તેના સદગુણોને વંદન સાથે યાદ કરી પૂર્ણ ભાવથી દિવ્ય શ્રઘ્ધાંજલી આપી હતી.