વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાની વોર્ડ વાઈઝ ટીમો દ્વારા ઝુંબેશ: રૂ.૨૫,૬૦૦નો દંડ વસૂલાયો
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા જાહેર માર્ગો પરથી અનાધિકૃત દબાણો હટાવવા માટે રાજકોટ શહેર પોલીસ સાથે સંકલન કરી વોર્ડ ઓફિસર, પોલીસ અને દબાણ હટાવ શાખાના સ્ટાફની બનેલી વોર્ડ વાઈઝ ટીમોની રચના કરવામાં આવેલી છે. આ દબાણ હટાવ ટીમ દ્વારા ઈસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ રૂ. ૮,૮૫૦ મંડપ/છાજલી ચાર્જ વસુલ કરેલ છે.
સેન્ટ્રલ ઝોનની ત્રણેય ટીમો દ્વારા કુલ ૨૩ નંગ પરચુરણ માલ-સામાન, ૫૭ જેટલા બોર્ડ/બેનર જપ્ત કરેલ છે, તેમજ રૂ.૧૩,૨૫૦ વહિવટી ચાર્જ વસુલ કરેલ છે. વેસ્ટ ઝોનની ત્રણેય ટીમો દ્વારા ૨૮ નંગ પરચુરણ માલ-સામાન અને શાકભાજી/ફળ/ફુલ વગેરેનો ૩૦ કિ.ગ્રા અને ૫૦ નંગ નારિયેળ જપ્ત કરેલ છે, તેમજ ૧૩ બોર્ડ/બેનર જપ્ત કરેલ છે, આ ઉપરાંત રૂ.૩,૫૦૦ વહિવટી ચાર્જ વસુલ કરેલ છે.