ડિજિટલ કાર્ડિયાક કેરથી અનેક દર્દીઓનાં જીવ બચ્યા: મંગળ અવસરે વિવિધ આયોજન હાથ ધરાયા
રાજકોટ જલારામ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું પ્લેક્ષસ કાર્ડીયાક કેર કે જે સમગ્ર સૌરાષ્ટ્રમાં ડિજીટલ કાર્ડીયાક કેર આપનાર સંસ્થા છે. ઘણા દર્દીઓના જીવ બચાવવામાં ડીજીટલ કાર્ડીયાક કેર મદદરૂપ રહી છે. ત્યારે પ્લેક્ષસ કાર્ડીયાક કેરને રાજકોટમાં ૩ વર્ષ પૂર્ણ કરી ચોથા વર્ષમાં પ્રવેશ કરતા તેમનું સેલીબ્રેશન કરવામાં આવ્યું હતુ જેમાં ડોકટરી તથા સ્ટાફ દ્વારા અનેક રમતો કરાવામાં આવી હતી. આ તકે પ્લેકસ કાર્ડીયાક કેરની ડોકટરો સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
કેતનભાઈ એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે પ્લેક્ષસ રાજકોટમાં ચાર વર્ષ પહેલા આવ્યું પહેલા જે ડોકટરોને ડર હતો ખર્ચા હતા આજે પ્લેક્ષસ રાજકોટ આવવાથી એક આનંદની વાત છે તે એફીડેબલ હોસ્પિટલનાં નામથી લોકોને એકડર હોય છે કે ખર્ચો થશે. જયારે પ્લેક્ષસનો ખર્ચ ૧૦,૦૦૦થી વધારે પહોચતો નથી તે સારી વાત છે કે ડો. અમિત રાજ તથા ટીમની મહેનતથી કવોલીટી વાળી સારવાર આપવામાં આવી છે. પ્લેક્ષસની કવોલીટી રેશીયો પણ ખૂબ સારો છે. જલારામ હોસ્પિટલની સાથે સંલગ્ન થઈને પ્લેક્ષસ શરૂ થઈ છે. બીજુ કે જલારામ હોસ્પિટલ મલ્ટીસ્પેશ્યલ હોસ્પિટલ છે ત્યારે રાજકોટ તથા આજુબાજુનાં વિસ્તારનાં લોકોને અહી સંપૂર્ણ સારવાર મળી રહે છે એ પણ વ્યાજબી ભાવે. આજે પ્લેક્ષસ હોસ્પિટલએ ૪ વર્ષ પૂર્ણ કરવા માટે હું ડો. અમિતરાજ અને તેમની ટીમને અભિનંદન આપું છું.
ડો.અમિત રાજ એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે મને જયારે પણ કઈક નવો વિચાર આવે છે.કાઈક નવી સ્ટ્રેટેજી આપવાનો હોય છું ત્યારે હું કેતન ભાઈને વાત કરૂ છું ત્યારે એ પહેલી વ્યકિત છે. તે હંમેશા મારાએ વિચારને આગળ વધારવા માટે મદદરૂપ બને છે. હંમેશા એમણે અમને પ્રોત્સાહીત કર્યા છે.અમારૂ જે ડીજીટલ હેલ્થ કેરનો પ્રોજેકટ છે. તે ગામે ગામ લઈ જવાના છે અને જેટલા પર જીવ બચાવી શકાય તેટલા અમે આ ડીજીટલ કાર્ડીયોલોજીક માધ્યમથી લઈ જશુ કોઈપણ કાર્ય ટીમ વગર સિધ્ધ થતુ નથી. આજનો જે કાર્યક્રમ છે. તે પણ ટીમ વર્કને કારરે સફળ થયો છે. અમારી ટીમ સવારે ૫ વાગ્યે આવીને કામ કરે છે. મારે ટીમને સાથે રહીને અમે કામ કરીએ છીએ ટીમ જ અમારી સ્ટ્રેન્થ છે. મ છે તો બધુ આસાન છે.