પ્લાસ્ટિકની બોટલને સોફટ કરવા માટે વપરાતું બીપીએ કેમિકલ ખતરનાક: આરોગ્ય માટે હાનિકારક
ખબર છે, વપરાયેલી બોટલોમાં ટોઈલેટ સીટ કરતા પણ વધુ બેકટેરિયા હોય છે. સામાન્ય રીતે આપણે એક ને એક પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરતા રહીએ છીએ. જે આરોગ્ય માટે ખતરનાક છે.
એક વિજ્ઞાની અભ્યાસમાં સાબિત થઈ ચૂકયું છે. પ્લાસ્ટિકની બોટલ વારંવાર પ્રવાહીના સંપર્કમાં આવે એટલે તેમાં બેકટેરિયા થાય છે. તેની માત્રા ટોઈલેટ સીટમાં રહેલા બેકટેરીયા કરતા પણ વધુ હોય છે.
બેકટેરિયાજન્ય પ્રવાહી પીવાથી માનવ શરીરની એન્ડોક્રાઈન સીસ્ટમને આડઅસર થાય છે. વિજ્ઞાનીઓએ કરેલા સંશોધન દરમિયાન એથ્લેટીકે એક અઠવાડીયું ઉપયોગમાં લીધેલી પ્લાસ્ટિકની બોટલ પર પ્રયોગ કર્યો હતો. તેમા બેકટેરિયાની ૯ લાખ કોલોની જોવા મળી હતી. નોંધવામાં આવ્યું કે ૬૦% બેકટેરિયા તો બોટલની અંદર જ ઉત્પન્ન થયા હતા.
પ્લાસ્ટિક બોટલના ઉત્પાદનમાં બોટલને સોફટ કરવા માટે બીપીએ બિસ્ફેનોલ નામનું કેમકિલ વપરાય છે. તેમ સંશોધક ડો. મેરિલિન ગ્લેનવિલે જણાવ્યું હતુ. આ કેમિકલની આડઅસર ‚પે હોર્મોનની સમતુલા ખોરવાઈ જાય છે. કેન્સર થવાનું જોખમ રહે છે.
શુ કરવું જોઈએ ?
પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ એકથી વધુ વાર ન કરવો, કાચ અથવા સ્ટિલના ગ્લાસ કે બોટલ વાપરવા અથવા બીપીએ ફ્રી બોટલનો ઉપયોગ કરવા વિજ્ઞાનીએ સલાહ આપી છે.