અરામકો દ્વારા ૧૨ કરોડ બેરલ ક્રુડનું ઉત્પાદન કરવા નિર્ણય: આંતરરાષ્ટ્રીય બજારમાં માલનો ધોધ છૂટશે અને ભાવ ઉપર દબાણ આવશે તેવો નિષ્ણાંતોનો મત
સાઉદી અરેબીયા અને રશિયા વચ્ચે એનર્જીની વોર વધુ ગંભીર બને તેવી શકયતા છે. અમેરિકાના પીઠબળના કારણે હવે સાઉદી અરેબીયાએ ક્રુડનું ધડાધડ ઉત્પાદન કરવાની તૈયારી કરી છે. ઓપેકના દેશોએ તાજેતરમાં ક્રુડનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જોકે, રશિયાએ આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી અને ક્રુડનું ઉત્પાદન અગાઉની જેમ ચાલુ રાખ્યું હતુ. જેથી ગિન્નાયેલા સાઉદી અરેબીયાએ પણ માર્કેટ શેર જાળવી રાખવા ક્રુડનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે.
સાઉદી અરેબીયાની સરકારી મહાકાય તેલ કંપની આરામકોએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે એપ્રીલ મહિના સુધીમાં ક્રુડતેલનું ઉત્પાદન વધારીને પ્રતિદિન ૧૨.૩ મિલિયન બેરલ તેલનું ઉત્પાદન કરશે.
રશિયાએ ભાવ ઘટાડવાની સમજૂતી અને પરિસ્થિતિમાં અસહકારનું વલણ અપનાવતા સાઉદી અરબે તેલની કિંમત વ્યાજબી કરવા માટે પોતાનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. આનાથી કિંમતમાં ૨૫%નો ફેરફશર સોમવારે દેખાયો હતો. ૧૯૯૧થી આખાતનાં યુધ્ધ પછી ક્રુહમાં મંગળવારે ૮% જેટલો તફાવત આપીને ભાવ ૩૭ ડોલર સુધી પહોચ્યો તો.
સાઉદી અરબની સરકારી કંપની આરાકોમના પ્રવકતાએ મંગળવારે રિયાધમાં જણાવ્યું હતુ કે કંપનીના ઉત્પાદન વધારવાથી આરામકોનો હિસ્સો ૩ લાખ બેરલ પ્રતિદિવસનો થઈ જશે. આ સાથે કંપનીના બમ્પર સ્ટોકમાં પણ વધારો થશે. કંપનીઓ પોતાના ગ્રાહકોને ૧ એપ્રીલ ૨૦૨૦થી વધારાના પુરવઠો આપવાનું વચન આપવાની કમર કસી છે. ઉત્પાદન વધારવાથી લાંબે ગાળે ખૂબજ આર્થિક રીતે ફાયદો થશે.
સાઉદી અરબની આરામકો કંપનીએ આ જાહેરાત કરી તે પહેલા ક્રુડ તેલના પ્રતિ બેરલના ભાવમાં ૯.૮૮%ના તફાવતથી ભાવ ૩૧.૧૫રીયાલ સુધી અથવા ૮.૩૦ અમેરિકન ડોલર સુધી પહોચશે અને કંપની વિશ્ર્વની સૌથી કિંમત ૧.૬૬ ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી પહોચશે. કંપનીએ ડીસેમ્બર મહિનામાં ૩૨ રૂબલનું ભાવ કર્યા હતા. આરામકોના ઉત્પાદને વધારવાના નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ઉર્જ બજારમાં માલનો ધોધ છૂટશે અને ભાવ ઉપર દબાણ આવશે. આરામકો ડિસેમ્બર મહિનાથી જ બે ટ્રિલીયન ડોલરના વેપાર સુધી પહોચી ગઈ છે.
વિમાની કંપનીઓ અને હવાઈ મુસાફરીના ઘટાડા અને ક્રુડ ઓઈલની કોરોના વાયરસના પગલે સમગ્ર વિશ્ર્વમાં ઘટતી જતી માંગના પગલે ક્રુડ ઓઈલના ભાવ ગગડી ગયા છે. તેમ છતાં અમેરિકન કંપનીઓએ ગેસોલીનના ભાવ સરેરાશ રીતે અનલીકેડ અમેરિકન ગેસોલીન ૨.૩૬ ડોલર ગેલનના ભાવે વેચાયો હતો. જે એક મનિ પહેલાના ૨.૪૩ ડોલરથી ઘણુ ઓછું છે.
સાઉદી અરબનીસરકારી જાયન્ટ તેલ કંપની સાઉદી આરામકોએ મંગળવારે પોતાના તેલનું ઉત્પાદન એપ્રીલ મહિનામાંથી દરરોજનું ૧૨.૩ મિલિયન બેરલ કરવાનું નકકી કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સાઉદીએ આપેલા વચન મુજબ થશે રશિટા એ મંદીના આ માહોલમાં તેલની કિમંતો જાળવી રાખવા માટે ઉત્પાદન ઘટાડવાના નિર્ણયમાં અસહકારનું વલણ ધરાવતા સાઉદીની આરામકો એ આંતરરાષ્ટ્રીય ક્રુડ બિઝનેશમાં ઉત્પાદન વધારી ને પોતાની કુકરી ગાંડી કરી હોય તેવું લાગે છે.
ઓપેકને સહકાર આપવાના દરવાજાઓ હજુ બંધ થયા નથી: રશિયા
સાઉદીની આરામકોએ ક્રુડ તેલના ભાવ ૨૦ વર્ષનાં તળીયે પહોચાડવા માટે ઉત્પાદન વધારવાના આ નિર્ણયને પગલે આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં હલચલ મચી જવા પામી છે.
રશિયાના ઉર્જામંત્રી એલેકઝાન્ડર નોવોકે મંગળવારે જણાવ્યું હતુકે મોસ્કો હજુ ક્રુડમાં કટની સ્થિરતા માટે ઓપેકને સહકાર આપવા માટે દરવાજા ખૂલ્લા રાખ્યા છે. હું કહીશ કે અમે ચર્ચાના દરવાજા બંધ કર્યા નથી ઉત્પાદન ઘટાડવાનો મતલબ એવો નથી કે ભવિષ્યમાં ઓપેકનો સહકાર નહિ મળે સાઉદી અરબે ઓપેકથી ઉપરવટ જઈને ઉત્પાદન વધારીને ક્રુડ કડાકો બોલાવી દીધો હતો.