ધર્મ અને મનોવિજ્ઞાનનો સમન્વય જરૂરી: કુલપતિ પેથાણી
૩ થી ૪ હજાર વિદ્યાર્થીઓ અને અઘ્યાપકોએ મનોવિજ્ઞાન મેળાની લીધી મુલાકાત
મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગુજરાતના પ્રથમ રાષ્ટ્રીય કક્ષાના મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ર૮ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે મેળાનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. ગુજરાતના હાસ્ય સમ્રાટ પદ્મશ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડ, સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ ડો. નીતીનભાઇ પેથાણી, ઉપકુલપતિ વિજયભાઇ દેશાણી, ભકતકવિ નરસિંહ મહેતા યુનિ., ભાવનગરના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, સિન્ડીકેટ સભ્ય ડો. ગીરીશ ભીમાણી, રજીસ્ટ્રાર રમેશભાઇ પરમાર, મનોવિજ્ઞાન ભવનનાં પૂર્વ અઘ્યક્ષ ડો. દીલીપભાઇ ભટ્ટ, ડો. દિનેશ પંચાલ, તેમજ મનોવિજ્ઞાન ભવનના અઘ્યક્ષ ડો. યોગેશ એ જોગસણ અને અન્ય મહેમાનોનું સ્વાગત વિદ્યાર્થીઓ દ્વારા ડાંડીયા રાસ રમીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને કંકુ તિલક કરવામાં આવ્યું. ગુજરાતનો પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું ટેગ વાળુ ખેસ પહેરાવવામાં આવ્યું અને સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા માટે કહેવામાં આવ્યું અને દીપ પ્રાગટય કરી આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બધા જ મહેમાનોનું સૌ પ્રથમ પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મેળાનું ઉદઘાટન હાસ્ય સમ્રાટ પદ્મ શાબુદ્દીનભાઇ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભવનના અઘ્યક્ષે સમગ્ર કાર્યક્રમની રુપરેખા બાંધી હતી જે તેમને જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવને ગયા વર્ષે રાજયના પ્રથમ મનોવિજ્ઞાન મેળાનું આયોજન કરેલ. આ મેળાને કરંટઠ અફેર્સમાં સ્થાન મેળલ અને રાજકોટના અને અન્ય આજુબાજુના જીલ્લાના ૩ થી ૪ હજાર વિઘાર્થીઓ અઘ્યાપકો અને મનોવિજ્ઞાનમાં રસ ધરાવતા લોકોએ મુલાકાત લીધી હતી.
ડો. નીતીનભાઇ પેથાણીએ જણાવ્યું હતું કે મનોવિજ્ઞાન ભવન એક એવું ભવન છે કે સતત કાર્યરત રહે છે. આ ભવનના અઘ્યક્ષ ડો. યોગેશ જોગસણ હંમેશા વિદ્યાર્થીઓમાં પ્રેરણાનું બીજ રોપતા રહે છે અને વિદ્યાર્થીઓ તેમજ તેમના સ્ટાફને સતત કાર્યરત રાખે છે. વિશેષમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ કરેલ પ્રગતિમાં જો ઉમેરો ન કરી શકાય તો તે પ્રગતિ નથી. સ્વભાન થવાથી સ્વમાન મળે છે. ધર્મ અને મનોવિજ્ઞાનનો સમન્વય જરુરી છે. જન્મથી સમસ્યાઓનો સામનો કરી રહેલ દ્વારકાધીશે જીવનના અંત સુધી સતત સમસ્યાઓ અનુભવી છે. ધર્મગ્રંથોમાંથી મળતા સંદેશાને વ્યકિતના રોજબરોજ વાસ્તવિક રીતે ઉપયોગ કરવો જોઇએ. રોજીંદા જીવનમાં વાસ્તવિકતાને સમજવા માટે મનોવિજ્ઞાન બન્નેએ સાથે મળીને કાર્ય કરે તો સમજ એ ખુબ પ્રગતિશીલ થઇ શકે બન્ને વચ્ચે સમતુેલા જોખમાય નહિ તેવા પ્રયત્નો કરવા જરુરી છે.
ત્યારબાદ મેળાના ઉદ્ઘાટક પદ્મ શાહબુદ્દીનભાઇ રાઠોડે પોતાની હાસ્ય શૈલીનાં અંદાજ અને ફીલોસોફીના સહજ જ્ઞાનદ્વારા જણાવ્યું હતું કે હું મનોવિજ્ઞાન વિશે શું બોલીશ એ વિચાર મને પેલા આવેલો તેમણે એ પણ જણાવ્યું હતું કે બાળકોને સમજાવવાનો નહિ પણ સમજવાનો પ્રયાસ કરવો જરુરી છે.
આઇન્સ્ટાઇનનાં ઉદાહરણ દ્વારા જણાવ્યું હતું કે જીવનનો કોઇ અર્થ નથી પણ તમુે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. વ્યકિત જયારે એવું અનુભવે છે કે પોતે કાઇ જાણતો નથી. ત્યારે જ્ઞાનનો ઉદભવ થાય છે. અજ્ઞાનને ઓળખવું એ જ જ્ઞાન છે. ત્યારબાદ મોજહાર્દ, દેકાર્ત, ગાંધી, રજનીશ, પતંજલી, બુઘ્ધ વગેરે તત્વજ્ઞાનિઓ, વૈજ્ઞાનિકોના ઉદાહરણો દ્વારા તેમને પોતાની આગવી શૈલી દ્વારા રજુઆત કરી હતી. તેમનો મનોવિજ્ઞાન ભવન દ્વારા મિમેટો આપી આભાર માનવામાં આવ્યો હતો અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.