‘અબતક’ ડિજિટલ પ્લેટફોર્મના માઘ્યમથી મહિલા દિવસ નિમિતે ક્રિષ્ના સ્કૂલમા વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો
વિશ્ર્વ મહિલા દિવસની વૈશ્ર્વિક ઉજવણીના ભાગરૂપે અબતક ચેનલના ડિઝિટલ ચેનલ પ્લેટ ફોર્મ ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ક્રિષ્ના સ્કુલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં હાઉસ વાઇફ અને વકીંગ વુમન વચ્ચે ડિબેટમાં વિવિધ પ્રશ્ર્નોતરી મહિલાઓને પડતી મુશ્કેલી બાબતે વિવિધ ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં ર૦૦ થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. શાળાનાં સંચાલક તૃપ્તીબેન ગજેરાએ જણાવેલ કે આજે વિકસતા યુગમાં નારી ખુબ જ આગળ આવી છે, પણ હજી તેને તેના અધિકારીઓ રક્ષણ માટે સમાજે ઘણું કરવાની જરૂર છે.
લાઇવ કાર્યક્રમમાં નારીઓએ જીવનમાં પડતી મુશ્કેલી સાથે જીવનના ખટ્ટમીઠા પ્રસંગોની ચર્ચા કરી હતી. ફિલ્મી ગીતો, હાલરડા, દાદીમાની વાતોએ પણ ઉ૫સ્થિત જન સમુદાયને લાગણીસભર બનાવ્યા હતા.
મહિલાઓ દ્વારા નાટકના માઘ્યમથી ‘બચત’ના મહત્વ સાથે બેટી બચાવનો સંદેશ આપ્યો હતો. ‘માઁ’નું જીવનમાં સ્થાન અને પુત્ર પરિવારના લાલન પાલનમાં મહિલાઓમાં મહત્વની વાતો રજુ કરી હતી. સમગ્ર દિવસ દરમ્યાન મહિલાઓને પોતાને આરામ કરવા સમય જ નથી. મળતો તેમ જણાવેલ સાથે પોતાની સ્વતંત્રતા બાબતે પણ ઘણી મહિલાઓએ રજુઆત કરી હતી.‘નારી તુ નારાયણી’ જેવા શબ્દો સાથે ર૧મી સદીની વકીંગ વુમન હાઉસ વાઇફની નારી-શકિતની વાતો ઉદાહરણો મહિલાઓએ રજુ કર્યા હતા. સમગ્ર આયોજનમાં ક્રિષ્ના સ્કુલ સ્ટાફે સુંદર વ્યવસ્થા જાળવી હતી.
મહિલા દિન ઉજવણીએ રાસની રમઝટ
ક્રિષ્ના સ્કુલ ખાતે વિશાળ મહિલાઓની હાજરીમાં વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણીમાં નાટક, ફિલ્મી ગીતો, હાલરડા, બાળગીતો સાથે ‘કાઠીયાવાડી’ સંસ્કૃતિના ધરેણા સમા ‘રાસ’ની રમઝટ બોલી હતી. બધા જ મહિલાઓ સખીવૃંદ સાથે ઉલ્લાસ ભેર રાસોત્સવ ઉમંગ ભેર જોડાઇને વુમન સેલીબ્રેશન કરેલ હતું. ‘કેક’કાપીને પણ ઉજવણી કરી હતી.