છેલ છબીલો, છોગલીયાળો રસિયો રે ફાગણ આયો આંજેલી આંખડિયે ને ફોરમતી પાંખડીયે મધુ ટપકતે મુખલડે મલકાયો રસિયો રે ફાગણ આયો
ફૂલડોલ એ આ તહેવારનું અત્યંત રૂડું રૂપાળું અંગ છે… ઋતુ-લીલાની એમાં સંમોહક સુગંધ નિહિત છે…
આપણો દેશ ઉત્સવ પ્રિય છે. આ દેશની પ્રજા પણ ઉત્સવ પ્રિય રહી છે. સામૂહિક શ્રમ બાદ સામૂહિક સુખ ભોગવવાની અને જે કાંઈ સુખ પ્રાપ્ય બને એનો સાથેમળીને ઉપભોગ કરવાની આપણા દેશની સાંસ્કૃતિક રીત છે. આપણા વડવાઓએ સુખી અને નિરામય રહેવા માટે માનવજીવનમાં થોડે થોડે અંતરે ઉત્સવોની ગોઠવણો કરી છે. એમાં ધાર્મિક પ્રાકૃતિક, સાંસ્કૃતિક રાષ્ટ્રીય અને સામાજિક સ્વરૂપના તહેવારો છે, જે ખેડુતોને અને આમ પ્રજાને પ્રસ્પર્શે છે.આપણો દેશ ખેતી પ્રધાન છે. તે ગામડાઓનાં દેશ તરીકે પણ વર્ણવાયો છે. આપણા તહેવારો વણાનુસાર ગોઠવાયા છે.બ્રાહ્મણોનો તહેવાર બળેવ, ક્ષત્રિયોનો તહેવાર દશેરા-વિજયાદશમી, વૈશ્યનો તહેવાર દિવાળી અને શૂદ્રોનો તહેવાર હોળી-ધૂળેટી ગણાવાયો છે.
આપણે આજે હોળી-ધૂળેટીવિષે સમીક્ષા કરવાના છીએ, જે કિસાન-પ્રજાને અને શહેરોની પ્રગતિશીલ પ્રજાને અને ઉગતી પેઢીને વિશેષ સ્પર્શે છે.
હોળીના આગલા દિવસની સમી સાંજે ગામડા ગામના લોકો ભેગા થયા હોય અને હોળી કેમ ઉજવશું એને લગતો વિચાર વિમર્શ કરતા હોય ત્યારે એમને નિહાળવા અને સાંભળવા એ એક લ્હાવો છે. આપણા પૂર્વજો એ એમ કહ્યું છે,
આમ તો હોળી-ધૂળેટી, ખાસ કરીને ધૂળેટીએ શૂદ્રોનાં તહેવાર તરીકે ‘મનુસ્મૃતિ’માં વર્ણવાયો છે.
માનવોને સુવ્યવસ્થિત રીતે રહેવા અને વિકસવાનું સુગમ બને તે ઉમદા હેતુથી મનુ ભગવાને મનુસ્મૃતિ, અર્થાત નીતિ શાસ્ત્ર રચાયું હતુ એજ કાયદો, એજ ધારા ધોરણ, એજ નિયમો કે આચાર સંહિતા… એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂત્ર, એમ ચાર વર્ણોમાં માનવ સમાજને વહેચવામાં આવ્યો હતો.
એમાં બ્રાહ્મણો સંસ્કૃતિ પ્રધાન અને સામાજીક મૂલ્યોના રક્ષક તેમજ માર્ગદર્શક બન્યા, ક્ષત્રિયો, માનવ સમાજના રક્ષણહાર બન્યા, વૈશ્યો વેપાર-ધંધાના આધારસ્થંભ અને એના વિકાસને લગતી કામગીરીઓનાં રખેવાળ બન્યા અને આખા માનવ સમાજની સ્વચ્છતા, સફાઈ, અને ચોખ્ખાઈનો હવાલો શૂત્રોને સોંપાયો હતો.
ગામડાનાલોકો એમના આગેવાનો, મોટા ગણાતા માણસોનાં કહ્યા પ્રમાણે કરતા નો કરો કે ઉતરતા લોકોનીરીતે નહિ, પણ હોંશે હોંશે કરતા હતા.
દેશકાળ બદલતો ગયો તેમ મનુસ્મૃતિ ઘસાતી ઘસાતી ભૂંસાઈ ગઈ અને કયાંક કયાંક તો બેહદ કદરૂપી અને વિકૃતા બની ગઈ…
હોળી-ધૂળેટીનો તહેવાર થોડીઝાઝી વિકૃતિઓ અને સુકૃતિઓ વચ્ચે અચળ-અવિચળ રહ્યો છે.
ગામડાઓમાં અન શહેરોમાં એમ બંને ઠેકાણે-નગર નગર અને ઘરઘરમાં એ હોશે હોંશે અને મુકત પણે ઉજવાય છે…
ગામડાના લોકો ઉજવણી અંગેના વિચાર વિમર્શને અંતે એક જમાનામાં એવું કહેતા કે, ઢોલીતારા ઢોલકાને હળવે હળવે છેડ,
હોળી આવી છે…
સોની ઘડને કંદોરો,
મારી વહુની કોરી કેડય
હોળી આવી છે.
પોતાની ઘરની પુત્રવધુ-વહુઆહુ હોળી-ધૂળેટી વખતે ઘરની બહાર નીકળે તથા અન્ય ખોરડાઓની પુત્રવધુઓ-વહુઆરોની સાથે રંગે રમે અને મુકતપણે ભમે ત્યારે તેમની કેડય કંદોરા વગરની હોય એમાં મોટાઈની ઓછપ ગણાય અને વહુન કોચવણ જેવું લાગે એવું ન થવા દેવા કુટુંબના વડીલ કહ્યા વિના રહી શકે નહિ: ‘સોની ઘડને કંદોરો મારી વહુની કોરી કેડય હોળી આવી છે…
એ જમાનામાં સોનું રૂપું કેવા સસ્તા હશે અને ગ્રામજનો કેવા સુખી હશે, એનો ખ્યાલ આવી જ જાય છે. અને બીજી એક મહત્વની વાત તો એ કે, એ જમાનમાં દામ્પત્ય જીવન કેવા પ્રસન્ન મજાનાં હોતાં હશે…
આજે એ જમાનો રહ્યો નથી. ખેડુતોની -કિસાનોની હાલત બેહદ ખરાબ છે. પોતે પરિશ્રમ કરીને આખી માનવજાતને ખવડાવે પીવડાવે છે. અને પોષણમાં મદદરૂપ થાય છે. એ ખેડૂત આખા માનવ સમાજમાં મોખરાનું સ્થાન પામવું ઘટે એનાં બદલે એ અને એના કુટુબીઓ હડહડ થાય છે.
એક બાજુ સત્તાધીશો એવો દેખાવ કરે છે કે, ખેડુતોના સુખ દુ:ખની સરકાર પૂરેપૂરી ચિંતા કરે છે અને એને લગતી યોજનાઓ કરે છે. બીજી બાજુ ખેડુતોની આત્મહત્યાની ઘટનાઓ વધતી રહી છે.
એક સમય એવો હતો કે, ગોંડલ નરેશા શ્રી ભગવદસિંહજીએ તેમના રાજયનાં ખેડુતોને સોનાના ઝાડ કહ્યા હતા અને તેમની તમામ જરૂરતોની ખેવના કરી હતી. પ્રજાના પ્રતિનિધિઓએ રાજાશાહીને સારી કહેવડાવી છે.
હોળીનો તહેવાર રંગે ચંગે ઉજવવામાં ગ્રામ્ય નરનારીઓ થનગની રહ્યા છે.