કુવાડવા રોડ પંથક જાણે દારૂનું પીઠુ બની ગયુ હોય તે રોજબરોજ મોટા જથ્થા સાથે પોલીસના દરોડા: પોલીસે વધુ પેટ્રોલીંગ સધન બનાવવુ જરૂરી: ક્રાઇમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસ અલગ અલગ પાંચ દરોડામા રૂ.૧૭.૪૬ લાખના મુદામાલ સાથે ૧૩૯૨ ઝબ્બે
કુવાડવા પંથક જાણે વિદેશી દારૂનું એ.પી.સેન્ટર હોય અને દારૂનું પીઠુ બની ગયુ હોય ને રોજબરોજ દારૂના દરોડા પોલીસ દ્વારા પાડવામાં આવતા હોવા છતા કુવાડવા રોડ બુટલેગરો માટે સ્વર્ગ સમાન હોય તેમ ફરી ગઇ કાલે હોળી ધૂળેટીના તહેવારમાં પ્યાસી ઓની પ્યાસ બુજાવવા બુટલેગરો દ્વારા મગાવવામાં આવેલો રૂા.૧૭.૪૬ લાખના વિદેશીદારૂનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચ તથા એચઓજી નીટીમાં સાહિત સ્થાનીક પોલીસ પાંચ દરોડા પાડી કુલ ૧૩૯૨ બોટલ ઝડપી લઇ બુટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે.
આ અંગેની વિગત મુજબ એચઓજીના પીઆઇઆર વાય રાવલની સુચનાથી હોળી-ધૂળેટીમાં બુટલેગરો પર બાંજ નજર રાખી વિદેશી દારૂના કેસ કરવા અંગે સુચના આપવામાં આવતાથી એસઆઇ એ.એસ.સોનારા, ડિસીના હેડ કોન્સ્ટેબલ સમીરભાઇ, અનીલભાઇ, નિલેષભાઇ, કોન્સ્ટેબલ અજીતસિંહ, સહિતના સ્ટાફે ચોકકસ બાતમીના આધારે કુવાડવા રોડ પર આવેલા ભારત પંટ્રોલીયમની બાજુમા કનૈયા ફાર્મ સામે આવેલા ગાઉન્ડમાં વિદેશીદારૂનો જથ્થો ઉતરવાનો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ટાટા કંપનીનું ટ્રક નંબર આરજે ૩૬ જીસી ૮૨૦૪માં ચોર ખાનુ બનાવી રાજસ્થાનનો મહિપાલ નંદુરામ ઢાટી, તથા રામલાલ સમદારાય લુહાર નામના બન્ને શખ્સોને ઝડપી લઇ ટ્રકના ચોર ખાનામાં તપાસી લેતા અંદરથી કુલ બોટલ ૫૫૨ કિંમત રૂા.૧૭૨૮૦૦ સાથે મળી આવતા પોલીસ ટુક સુધી કુલ રૂા.૧૧૮૨૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી છે.
જ્યારે અન્ય એક દરોડા માંથી એસઆઇએમએસ અંસારી, એસઓજી કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ, ફિરોઝભાઇ, જીતેન્દ્રસિંહ પ્રદિપસિંહ, કુષ્ણદેવસિંહ, અનુરૂધ્તિ બુખારી સહિતના સ્ટાફે ચોકકસ બાતમીના આધારે મોરબી રોડ પર રતનપર ગામ પાસે આવેલા રામજી મંદિર પાસે વોન ગોઠવી હતી તે દરમિયાન માલવાહક ગાડીમાં ડ્રાઇવર અને કબીનર બે શખ્સો વિદેશી દારૂ ભરીને નિકળતા પોલીસે પીછો કરતા બન્ને શખ્સો ગાડી રેડી મૂસી નાસી જતા ગાડીના પાછળના ભાગે ગાદલા ભરેલા હોય તેમા તપાસી કરતા તેમાંથી મેકડોબરની ૭૨ બોટલ મળી આવતા પોલીસ ગાડી સહિત કુલ રૂા.૫૦૨૬૦૦નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા ડ્રાઇવર કબીનરની શોધ આદરી છે.
જયારે અન્ય વિદેશી દારૂના દરોડામાં બી.ડીવીઝન પોલીસના ઓએસઆઇ કે.યુે વાળા કોસ્ટેબલ રાજદીપસિંહ સહિતના સ્ટાફે નવા ન્યુ શકિત સોસાયટીમાં રહેતા રાજુ સામજી સોલંકી નામના શખ્સના ઘરે દરોડો પડતા રૂા.૩૬૦૦ની વિદેશીદારૂની બોટલો મળી આવતા મકાનના માલીક રાજુ સોલંકીની શોધખોળ આદરી છે.
જયારે થોરાળા પોલીસના પીએસઆઇ એ.એલ.બારસીયા, કોન્સ્ટેબલ જયદિપસિંહ યુવરાજસિંહ, ભરતભાઇ સહિતનો સ્ટાફ જી.આઇ.ડીશી મેઇન રોડથી સવિર્સ રોડ તરફના રસ્તે પેટ્રોલીયમાં હતા ત્યારે કોઠારીયા રોડ પર હડકોો કવાર્ટરમાં રહતો ચંદ્રેશ ગોહેલ, તથા તિરૂપતિ સોસાયટીમાં રહતો વિરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા નામના બન્ને શખ્સો પોતાના એકટીવામાં વિદેશી દારૂની છ બોટલ કિમત રૂા.૩૦૦૦ની નીકળતા પોલીસે દબોચી લઇ પુછપરછ કરતા વિદેશીદારૂનો જથ્થો ગંજીવાડામાં રહેતા મહેબુલ ઉર્ફે પાસેથી લાવ્યાની કબુલાત આપતા પોલીસે રૂા.૫૮૦૦૦નો મુદામાલ કબ્જે કરી મેળલા વેરાની શોધખોળ આઇટીઇ જયારે ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ બી.આર. ગઢવી, કોન્સ્ટેબલ અશુમાનભા સહિત ના સ્ટાફે નવાગામ (આણંદપર)માં આવેલી શકિત સોસાયટીમાં દરોડો પાડતા પરેશ લાલો ગોવિંદ સુનરા નામના શખ્સના રહેણાંક મકાનમાં દોરડો પાડતા વિદેશી દારૂની ૯૬ બોટલ કિંમત રૂા.૪૩૨૦૦ની મળી આવતા શખ્સની ધરપકડ કરી. જયદીપ ટાંક નામના નવાગામના શખ્સની શોધખોળ આદરી છે.
જયારે અન્ય એક દરોડામાં પોલીસે વિદેશી દારૂની ૧૨ બોટલ કિંમત રૂા.૧૭૪૦૦ સાથે રામપીર ચોકડી પાસેથી કલ્પેશ નરેન્દ્ર વ્યાસ નામના શખ્સની ધરપકડ કરી છે.