નિયમ મુજબ ‘સ્લજ’નો નિકાલ કરવામાં આવતો નથી: સરકારી વિભાગો કુંભકર્ણની નિંદ્રામાં
જેતપુરમાં સામાકાંઠે વિસ્તારમાં દેરડી ધાર પાસે ડાઇગ એન્ડ એસોસીયનનો ફીલ્ટર પ્લાન્ટ આવેલ છે. આ પ્લાન્ટમાં ડાંઇગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશન દ્વારા જેતપુર સાડીના કારખાનાઓનું તેમજ પ્રોસેસ હાઉસનું પાણી ફીલ્ટર કરવામાં આવે છે. નિયમ મુજબ આ પાણી ફીલ્ટર કરી ખેડુતોને પિયત માટે આપવામાં આવે છે. પરંતુ હાલ કોઇ ખેડુતો આ પાણી પીયતમાં લેતા નથી. જેથી આ પાણી ત્યાં આવેલા ફાટલ તળાવમાં ભરવામાં આવે છે. ત્યાંથી પાઇપ લાઇન મારફત ભાદર નદીમાં છોડવામાં આવે છે. અને જે ફીલ્ટર થયેલ પાણીમાંથી હજારો ટન સ્લજ નીકળે છે. તે સ્લજ જી.પી.સી.પી. ના નિયમ અનુસાર કચ્છમાં આવેલ પાન્ધ્રો ખાતે જમા કરવાનો હોય છે. પરંતુ હાલ ડાંઇન એન્ડ પ્રીન્ટીંગ એસો. દ્વારા દરેડી ધાર વિસ્તારના સરકારી ખરાબામાં દાટીમાં આવે છે.
જેથી જમીન એકદમ બંજર થાય જાય છે. તાજેતરમાં જેતપુર જી.પી.સી. બી. ના અધિકારીઓએ આ વિસ્તારનું ચેકીંગ કરેલું હતું. અને તેમના નમુના લીધા હતા.
પરંતુ આજ દિવસ સુધીમાં કોઇ જાતની કાર્યવાહી થયેલ નથી. તેમજ હાલ ડે.કલેટકર આ પ્લાન્ટ ટેસની ચેકીંગ કરે તો સત્ય બહાર આવે લોકો ઇચ્છી રહ્યા છે. આ સ્લજ કાયમનો બાળા પીપળી પણ ભાર ગામમાં જે પપ કરોડના ખર્ચે બનાવેલ સ્ટીટ મેન્ટ પ્લાન્ટનો સ્લજ પણ સરકારી ખરાબામાં દાટી દેવામાં આવે છે.
જેથી સરકારી જમીન ગૌચરમાં પશુનુ ખડ પણ ઉગતું નથી. આ સ્લજ કચછમાં કયારે મોકલવામાં આવે છે.
તેની યોગ્ય તપાસ થાય તો જયા સ્લજ મોકલવાની ખોટી પહોંચ નીકળે છે તે કેવી રીતે નીકળે છે કયારેય પણ સ્લજ કચ્છમાં મોકલવામાં આવતો નથી. અને જી.પી.સી.પી. ના અધિકારીઓ બધુ જાણતા હોવા છતાં આ કૌભાંડ થવા દે છે
અને જેતપુરમાં જીપીસીપીના અધિકારીઓ જણાવે છે કે કોઇપણ પગલા લેવા એ અમારા હાથમાં નથી જે કાંઇપણ પગલા લે તે ગાંધીનગરથી લઇ શકાય. પરંતુ ગાંધીનગર સાંઠગાઠ હોય જેથી કોઇ જાતના પગલા ભરવામાં આવતા નથીતાત્કાલીક પગલા ભરાય તેવી લોક માંગણી છે.