સેલિબ્રેશન ઓફ લર્નિગ
વર્ષમાં ત્રણ વખત સેલિબ્રેશન ઓફ લર્નિગ કાર્યક્રમનું આયોજન કરીને બાળકોને વાર્તાના સહારે શિક્ષણ આપવાનો અનોખો પ્રયાસ
રાજકોટનાં ત્રંબા પાસે આવેલ નોર્થ સ્ટાર સ્કૂલ ખાતે “સેલીબ્રેશન ઓફ લર્નીગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા અરેબીયન નાઇટસની વાર્તાઓ પર પોતાનું પરફોરમન્સ રજુ કર્યુ હતું.
નોર્થ સ્ટાર સ્કૂલ દ્વારા વર્ષમાં સીઓએલનું ત્રણ વખત આયોજન કરવામાં આવે છે. સાથોસાથ વર્ષ દરમિયાન નવરાત્રિ, સ્પોર્ટ ડે, જેવા દિવસો પણ ઉજવવામાં આવે છે.
આ પ્રકારના આયોજનથી બાળકોમાં વાર્તાઓ વાચવા માટે પ્રોત્સાહન મળે છે અને તેમાંથી નવું-નવું શીખે છે. આ તકે વાલીઓએ ઉપસ્થિત રહી પોતાના બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા.
નોર્થ સ્ટાર સ્કૂલ કેમ્બ્રીજ બોર્ડ સાથે સંલગ્ન: રેશ્મા પટેલ
ડિરેકટર રેશ્મા પટેલે જણાવ્યુ કે અમારી સ્કૂલ ઇન્ટરનેશનલ સ્કૂલ છે. આખા રાજકોટમાં અમે એકજ ઇન્ટર નેશનલ બોર્ડ કટાવીએ છીએ. અમારી સ્કૂલ કેમ્બ્રીજ બોર્ડ સાથે સંકળાયેલ છે અમને વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ તરફથી સપોર્ટ મળી રહે છે. બધા જ બાળકોને સ્ટોરી શાભળવી ગમે છે ત્યારે આ સીઓએલની થીમ છે. એ સ્ટોરી પર રાખેલ છે અરેબીયન નાઇટસ માંથી આ બાળકીને બંધ બેસતી હોય તેવી સ્ટોરી ગોતીને સ્ટોરીને ડાન્સ સાથે જોડવાનું હોય છે. અને એ રીતે આખુ સીઓએલનું આયોજન કરવામાં આવ્યું છે. પેરેન્ટસ અને બાળકોને એટલે જ મેસેજ છે કે સ્ટોરી વાંચો ખૂબ જ વાંચો અને બાળકોને સંભળવો.
દરેક સીઓએલમાં બાળકો ઉત્સાહભેર જોડાય છે: કુજલ બારસીયા
એજ્યુકેટર કુજલ બારસીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી સ્કુલમાં સેલીબ્રેશન ઓફ લનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રીજુ આયોજન છે. અહીં આવેલા દરેક બાળકોને ખૂબ જ મજા આવે છે. અમારી સ્કૂલમાં દરવર્ષ ત્રણ સી.ઓ.એલ થાય છે. જેમાં બાળક શિખે છે અને એક ઉત્સવની રીતે ઉજવી છે આ બે દિવસ ચાલે છે. અમે નવરાત્રી સ્પોટર્સ જેવા અનેક સેબીબેશન પણ કરીએ છીએ…