પીછે પડ ગયા ઈન્કમટેકસમ
રાજયસભા સાંસદને ફેબ્રુઆરીમાં સમન્સ મોકલવામાં આવ્યું હતું પરંતુ નાદુરસ્ત તબિયતનાં કારણે તેઓ હાજર રહી શકયા ન હતા
કોંગ્રેસનાં અને રાજયસભા સાંસદ અહેમદ પટેલને ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટનું તેડુ આવ્યું છે. કોંગ્રેસ પાર્ટીમાં રોકડને લઈ જે પ્રશ્ર્ન ઉદભવિત થયા હતા અને અહેમદ પટેલનું નામ જયારે સામે આવ્યું હતું તે સમયથી તેમના ઉપર ઘણા સંકટો આવ્યા હતા ત્યારે ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગ દ્વારા અહેમદ પટેલને સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ નાદુરસ્ત તબિયતનાં કારણે તેઓ હાજર રહી શકયા ન હતા ત્યારે ફરીથી તેમને ઈડીનું જે તેડુ મળ્યું છે તે અંગે કોઈપણ પ્રકારની તેઓએ પ્રતિક્રિયા આપી ન હતી. આવતા માસના પ્રારંભમાં જ તેઓ ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટની સામે હાજર થશે.
આવકવેરા વિભાગનાં સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અહેમદ પટેલના મુદ્દે તેઓની આવક, તેમના દ્વારા આપવામાં આવેલું ડોનેશન તથા કોંગ્રેસ પાર્ટીમાં તેમના દ્વારા કરવામાં આવેલા ખર્ચને લઈ અનેકવિધ સ્થળો ઉપર આવકવેરા વિભાગે તેઓની પુછપરછ અને તપાસ હાથ ધરી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસનાં આવકવેરા વિભાગ દ્વારા ગત વર્ષે ૪૨ જગ્યાઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી અને કરચોરો ઉપર લાલ આંખ પણ કરી હતી. સીબીડીટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આઈટી ડિપાર્ટમેન્ટએ ૨૮૧ કરોડ પિયાના હવાલા કૌભાંડનનો પણ પર્દાફાશ કર્યો હતો. આઈટી વિભાગે કોંગ્રેસ પાર્ટીના પૈસા લેવડ-દેવડમાં ટેક્સ ન ચૂકવવા મામલે પાર્ટીના ટ્રેઝરર અહેમદ પટેલને સમન્સ પાઠવ્યું છે.
આઈટી અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે પટેલને કોંગ્રેસના ટ્રેઝરર તરીકે હાજર થવા માટે નોટિસ પાઠવાઈ છે. રાજ્યસભા સાંસદ પટેલને ફેબ્રુઆરી મહિનામાં સમન્સ મોકલાવાયું હતું પરંતુ તે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપી હાજર થયા નહોતા. અહેમદ પટેલે કહ્યું કે અમારી લેવડ-દેવડ સંપૂર્ણપણે પારદર્શક છે. સારું હોત કે આઈટી અધિકારી ભાજપના રેકોર્ડબ્રેક ડોનેશનની તપાસ કરતા. આ બદલાની રાજનીતિ છે. ત્યારે આ પૂર્વે આઈટી ડિપાર્ટમેન્ટે ૧૪.૬ કરોડ પિયાના અનએકાઉન્ટેડ કેસ સહિત અનેકવિધ ડાયરી અને કોમ્પ્યુટર ફાઈલને પણ જપ્ત કરી છે.
આવકવેરા વિભાગ દ્વારા ગત વર્ષે અહેમદ પટેલનાં વિવિધ ઠેકાણાઓ જેવા કે મધ્યપ્રદેશ, તેલંગણા અને આંધ્રપ્રદેશમાં પણ જઈ તપાસ અને પુછપરછ હાથધરી હતી.