યુવતીના સેમ્પલ અમદાવાદ મોકલાયા : પરિણીતાની નજીકના ત્રણ લોકો પણ દેખરેખમાં
રાજકોટના દંપતિ સિંગાપુરમાં એક સપ્તાહથી હનીમુન મનાવા ગયા તે દરમિયાન પત્નિની તબીયત લથડતા રાજકોટ આવ્યા બાદ તબીબો દ્વારા કોરોના શંકાસ્પદ હેઠળ પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલમાં આઇસોલેરેડ વોર્ડમાં દાખલ કરી યુવતિના સેમ્પલ લેવામાં આવ્યા. કોરોના વાયરસના શંકાસ્પદ કેસ દાખલ થતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ શહેરનું નવદંપતિ રપ ફેબ્રુઆરીના હનીમુન મનાવવા સિંગાપોર, મલેશિયાની ટુર પર ગયા હતા. સિંગાપોરમાં હનીમુનમાં ફરતી વેળાએ જ યુવતિને તાવ શરદી થતા ૬ માર્ચે નવદંપતિ મુંબઇ બાદ ફલાઇટ મારફત શુક્રવારે રાજકોટ આવ્યા હતા. અત્રે યુવતિની તબિયત વધુ બગડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જેની તપાસ કરતાં યુવતિને કોરોના શંકાસ્પદ જણાતા તબીબે તુરંત આરોગ્ય વિભાગને જાણ કરતાં તુરંત યુવતિને સિવીલ હોસ્પિટલ ઓઇસોલેરેડ વિભાગમાં દાખલ કરી યુવતિના બ્લડ સેમ્પલ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
જયારે નવદંપતિના અનય ૩ સભ્યોને પણ ઓબ્ઝવેશનમાં રાખી આરોગ્ય અધિકારીઓએ સેમ્પલ અમદાવાદ મોકલી શનિવાર સુધીમાં રિપોર્ટ આવી જવાનું જણાવ્યું હતું. તબીબો દ્વારા યુવતિને તાવ, ગળુ બળવુ, શરદી, ઉઘરસ, કફ સહીતની સમસ્યાઓ સિંગાપુર હતી ત્યારે જ કોરોના લક્ષણ જેવું લાગી રહ્યું હતું. નવદંપતિ ભારત આવ્યું તે દરમિયાન યુવતિને તાવ ઓછો હોવાથી મુંબઇ એરપોર્ટ પર થર્મલ સ્કેનર દ્વારા તપાસમાં કઇ જોખમી આવ્યું ન હતું પરંતુ રાજકોટ આવ્યા બાદ યુવતિની તબીયત વધુ લથડતા તબીબોએ તેણીને સીવીલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લઇ તપાસ હાથ ધરી છે. યુવતિ કોરોનાગ્રસ્ત દેશમાંથી બીમારી સાથે આવ્યા હોવાથી તેણીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. પરંતુ કોરોના રિપોર્ટ પોઝીટીવી આવવાની શકયતા ખુબ ઓછી હોવાનું જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીએ જણાવ્યું હતું. સાથે જણાવ્યું હતું કે ટ્રાવેલ હિસ્ટ્રી જોતા કોઇપણ ચાન્સ લેવો હિતાવહ નથી. તેથી યુવતિને તબીબોની નજર હેઠળ આઇશોલેશનમાં રાખવામાં આવી છે. જેની સાથે પરિવાર અને નજીકના ૩ સંબંધીઓને પણ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. હાલ પતિની તબીયત નોર્મલ હોવાનું જાણવા મળ્યું છે. પી.ડી.યુ. સીવીલ હોસ્૫િટલના તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ જણાવ્યું હતું કે કોરોના સંદર્ભે રોગ અટકાયતી પગલા લેવામાં આવી રહયા છે. જનતાએ કોરોના વાયરસ અંગે આરોગ્ય વિભાગ દ્વારા પાઠવામાં આવતી માર્ગદર્શક અને સુચનોનું પાલન કરી સાવચેતી રાખવાની જરુર છે. તેમજ કોરોનાને લગતી ખોટી અફવાઓથી પણ દૂર રહી સહયોગ આપવા તથા પરિસ્થિતિઓને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારીઓ હોવાનું પણ તબીબી અધિક્ષકે જણાવ્યું હતું.
- મોબાઇલ કોલર ટયુન દ્વારા પણ કોરોના વાયરસ સર્તક
દુનિયાભરમાં વધતા જતાં કોરોના વાયરસના પગલે લોકોને સર્તક રહેવા માટે ભારતભરમાં આરોગ્ય વિભાગ દ્વારા પરિસ્થિતિ પહોંચી વળવા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મોબાઇલ કોલર ટયુનમાં પણ કોરોના વાયરસને લઇ અટકાયતી પગલા અને વાયરસથી બચવા જરુરી સુચનો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે તબીબો દ્વારા આપવામાં આવતી સુચનાઓ બાદ ડીઝીટલ લાઇજેશન દ્વારા પણ વાયરસથી બચવા અને લોકોમાં જાગૃતિ રહે અને ભયનો માહોલ ના પ્રસરે તે માટે મોબાઇલ કોરલ ટયુન દ્વારા પણ લોકોને સર્તક કરવામાં આવી રહ્યા છે.