રાજકોટ જિલ્લાને નવા ૩૦ નાયબ મામલતદારો ફાળવવામાં આવ્યા હતા. જેમાંથી ૨૭ નાયબ મામલતદારોનું જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા પોસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેમાં અંકિત શેખડાને જામકંડોરણા મામલતદાર, ભગીર કાછડીયાને જસદણ પ્રાંત કચેરી, વિજયસિંહ ચુડાસમાને પડધરી મામલતદાર, રઘુવીર પઢીયારને વિંછીયા મામલતદાર, વિશાલદાન ગઢવીને લોધીકા મામલતદાર, ધર્મેશકુમાર વઘાસીયાને ગોંડલ ગ્રામ્ય મામલતદાર, રાજેન્દ્ર રાઠોડને જિલ્લા પુરવઠા કચેરી, મિલન કાપડીયાને જેતપુર મામલતદાર, દિવ્યેશ ઠુમ્મરને જેતપુર તાલુકા મામલતદાર, અજયસિંહ જાડેજાને
જિલ્લા પુરવઠા કચેરી, ભાર્ગવ કમાણીને જામકંડોરણા મામલતદાર, ડો.તેજ બાણુગરીયાને કોટડા સાંગાણી મામલતદાર, વત્સલકુમાર સાવજને ધોરાજી મામલતદાર, કિરણ દેસાઈને ધોરાજી પ્રાંત, વિરસિંહ સોલંકીને ઉપલેટા એટીવીટી, શુભમ ચાવડાને જસદણ મામલતદાર, યોગીરાજસિંહ ગોહિલને ધોરાજી મામલતદાર, વિજયકુમાર રઘવીને વિંછીયા મામલતદાર, શક્તિસિંહ યાદવને ઉપલેટા મામલતદાર, પિયષકુમાર ચુડાસમાને વિછીયા મામલતદાર, સેજલબેન ગઢવીને રાજકોટ તાલુકા મામલતદાર, રાધિકા બુહાને જેતપુર તાલુકા મામલતદાર, હરેશ ગોહેલને ઉપલેટા મામલતદાર, તેજસ પરમારને જસદણ મામલતદાર, પાયલ સોરીયાને પડધરી મામલતદાર, અજય મોરીને જિલ્લા પુરવઠા કચેરી તેમજ શ્ર્વેતા માખેચાને શહેર દક્ષિણ મામલતદાર કચેરીમાં નિમણૂંક આપવામાં આવી છે.