મહિલા દિવસ ઉજવણી કાર્યક્રમમાં હાજરી આપશે
દાનહમાં આગામી ૭મી માર્ચના રોજ કેન્દ્રીય રાજ્ય મંત્રી રેણુકા સિંહ આવી રહ્યા છે. તેઓ મહિલા દિવસમાં ભાગ લેવાનો સાથે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવી ૨હેલી મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે તાગ મેળવશે. ગામડામોમાં આદિવાસી મહિલાઓ સાથે મુલાકાત કરશે. તેઓના સ્વાગત અને સભા માટે આમલી મંદિર મેંદાનમાં ભવ્ય ટેન્ટ બનાવવામાં આવી રહ્યો છે. રેણુકા સિંહના સ્વાગતની તૈયારીઓમાં ખાનવેલના આરડીસી રાજીવ રંજન, પોલીસ અધિક્ષક શરદ ભાસ્કર દરાડે એસડીપીઓ મનસ્વી જૈન સહિતના અધિકારીઓ લાગી ગયા છે.
રાજીવ રંજને જણાવ્યું કે, મહિલા દિવસ પર રેણુકા સિંહ સામાન્ય સભા સંબોધિત કરશે. મહિલા દિવસ ૮ મી માર્ચને રવિવારે ઉજવાશે પરંતુ ૨જા હોવાથી, પ્રશાસને શનિવારે મહિલા દિવસ ઉજવવાનો નિર્ણય કર્યો છે. કાર્યક્રમ મુજબ રેણુકા સિંહ શનિવારે સવારે ૧૦.૩૦ કલાકે સેલવાસ કાર્યક્રમ પર પહોંચશે. તેમણેે મહિલા દિવસ પર ભારત સરકારના બાળ અને મહિલા વિકાસ તથા આદિવાસી કલ્યાણ યોજનાઓથી પણ અવગત કરાવશે. સભા બાદ તેનો ગામડાઓમાં બનેલા નંદઘર અને સ્કૂલોની મુલાકાત કરી શકે છે.
આદિવાસી ગામડાઓમાં બાળકોના કુપોષણ અંગે નંદઘરમાં જઇ પોષણની જાણકારી લેશે. રેણુંકા સિંહની ઓળખ આદિવોસી નેતાના રૂપમાં માનવામાં આવે છે. તેઓ સરગુજામાં પ્રથમ વખત સાંસદ બન્યા છે. રેણુકા સિંહના આવવાથી સેલવાસ વાપી મુખ્ય રોડનું સમારકામ પણ કરવામાં આવી રહ્યું છે.