આઈટીઆઈમાં વુમન કાર ડ્રાઈવિંગ સ્કૂલનો પ્રારંભ: PGVCLના મેનેજીંગ ડિરેકટર શ્ર્વેતા ટીઓટીયાની ખાસ ઉપસ્થિતિ
રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને પી.જી.વી.સી.એલ.ના મેનેજીંગ ડિરેક્ટર શ્વેતા ટીઓટીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આઈ.ટી.આઈ-રાજકોટ ખાતે મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો શુભારંભકરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે આઈ.ટી.આઈ-રાજકોટની મેનેજમેન્ટ કમિટીને પી.જી.વી.સી.એલ દ્વારા સામાજિક જવાબદારી હેઠળ કાર આપવામાં આવી છે. આ મહિલા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં ડ્રાઇવિંગ શીખવા આવનાર મહિલાએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે. સૌ પ્રથમ તાલીમાર્થી બહેનોને ડ્રાઇવિંગના નિયમોની પ્રાથમિક સમજ અને માર્ગ સલામતીના નિયમોથી અવગત કરાવવામાં આવશે. ત્યાર બાદ તાલીમાર્થી બહેનોને કાર અને તેના પાર્ટ્સના ઉપયોગ વિશે માહિતગાર કરીને બેઝિક તાલીમ બાદ તાલીમાર્થી બહેનોને કાર ડ્રાઇવિંગની ૧ મહિનાની તાલીમ આપવામાં આવશે. આ કોર્ષની ફી ૧૦૦૦ રૂ રહેશે તેમજ ૫૦ મહિલા તાલીમાર્થીઓની ૧૨ વ્યક્તિઓની એક એમ કુલ ચાર બેચ શરૂ કરાશે.
તાલીમાર્થી બહેનોને બેઝિક રિપેરિંગ જેવા કે સ્પેર વ્હીલ બદલવું, વ્હિલ બકદલવા માટે જેકનો ઉપયોગ કઈ રીતે કરવો, કાર ગરમના થાય તે માટે તેનું કુલન્ટ ચેક કરવું, એન્જીન ઓઈલ, બ્રેક ઓઈલ ક્યારે બદલાવું, ટાયરમાં હવાનું દબાણ ચેક કરવું વગેરેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ તકેનોર્થ સ્ટાર સ્કુલ લંડનના મહાનુભાવો ફિંન્ચ, નિલ બ્લેક, વિશેષ ફાઉન્ડેશનના રાશી સોમન, કંચન કશ્યપ, મહિલા તાલીમાર્થીઓ, વિવિધ ટ્રેડના શિક્ષકો, સુપરવાઈઝરો અને વિદ્યાર્થી ભાઈઓ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
મહિલાઓ ડ્રાઈવિંગ સ્કિલ થકી વિદેશોની માફક વ્યવસાયિક રીતે પગભર થાય: કલેકટર રેમ્યા મોહન
અબતક સાથેની વાતચીત દરમિયાન કલેકટર રેમ્યા મોહનએ જણાવ્યું હતુ કે રાજકોટ આઈ.ટી.આઈ. ખાતે પીજીવીસીએલનાં સૌજન્યથી તેમની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબ્લીટી માટેના ‘ફંડ’ થતી આઠ લાખ આઈટીઆઈને આપવામાંઆવી છે. જેનો હેતુ આઈટીઆઈ લેટેસ્ટ ટેકનોલોજીની ગાડી તેઓ લઈ શકે. જેમાં બે પ્રકારનો લાભ તાલીમાર્થીઓને મળશે. એક મહિલા ડ્રાઈવીંગ માટેની બેચ શરૂકરવામાં આવી છે. સાથોસાથ આઈટીઆઈમાં મોટર એન્જીયરના જે તાલીમાર્થીઓ અભ્યાસ કરે છે. તેમના માટે ડેપટેસ્ટ ટેકનોલોજીની ગાડી પર કામ કરવાનો મોકો પણ મળશે. હું પીજીવીસીએલ એમડી શ્રેતા ટીઓટીયાજીની આભારી છું કે આઈટીઆઈની દરખાસ્ત બાદ તરફ જ સ્કીલ ડેવલોપમેન્ટને સ્કીલ ઈન્ડિયા હેતુ માટે તરત જ પરવાનગી આપી રકમ ફાળવી આપી છે. હુ એમ કહીશ કે આમતો દરરોજ મહિલા દિવસ છે. પરંતુ ૮ માર્ચને વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણીક રી છીએ. ત્યારે બહેનો આત્મવિશ્ર્વાસથી આગળ વધે અને ફકત ડ્રાઈવીંગ શીખીને ઘરે બેસે તેવું નથી. ખરેખર મહિલા પગભર થાય અને આ સ્કીલમાંથી આવક મેળવે તે પ્રકારનો પ્રોજેકટ ગોઠવવાની જરૂર છે. તે રીતે હું મહિલાઓને દિશા સૂચન આપવા માંગુ છું.
મહિલાઓ આત્મવિશ્ર્વાસથી આગળ વધે, જીવનમાં નવા મૂકામો હાંસલ કરે: પીજીવીસીએલ એમડી શ્વેતા ટીઓટીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન પીજીવીસીએલ એમડી શ્રેતા ટીઓટીયાએ જણાવ્યું હતુકે રાજકોટ આઈટીઆઈ દ્વારા ખૂબજ સરસ પહેલ કરવામાં આવી છે. કલેકટર રેમ્યા મોહનજી મહિલા સશકિતકરણના પ્રખર હિમાયતી છે. તેથી પીજીવીસીએલનાં સહકારથી આ કાર્ય પૂરૂ થયું છે. મહિલાઓ કાર ડ્રાઈવીંગ શીખી શકે. અને પીજીવીસીએલ દ્વારા જે કાઈ પણ કરવાનું થશે તે અમે કરીશું અને હું ખૂબજ ખૂશ છું. વધુમાં તેઓએ ઉમેર્યું કે મહિલાઓ આત્મવિશ્ર્વાસથી આગળ વધે અને જીવનમા નવા નવા મૂકામો હાંસલ કરે પીજીવીસીએલ દ્વારા સામાજીક જવાબદારી અંતર્ગત આપવામાં આવેલી આ મોટરકારથી બે હેતુઓ સિધ્ધ થશે. એક મહિલા તાલીમાર્થીઓને મોટર ડ્રાઈવીંગની તાલીમ મળશે તથા ઓટોમોબાઈલના ટ્રેડના તાલિમાર્થીઓને અત્યાધૂનિક ટેકનોલોજી શિખવા મળશે. આ સાથે તાલીમાર્થી બહેનોને કાર અને તેના પાર્ટસનાં ઉપયોગ વિશે બેઝીક તાલીમ મળશે જે સરાહનીય બાબત છે.
મહિલાઓને સંપૂર્ણ તાલીમ સાથે રોજગાર અપાવવાના પણ પ્રયાસ કરીશું: આચાર્ય નિપૂણ રાવલ
અબતક સાથેની વાતચીત દરમિયાન આઈટીઅઈ પ્રિન્સીપાલ નિપૂણ રાવલે જણાવ્યુ હતુ કે વુમન ડ્રાઈવીંગ સ્કૂલનો પ્રારંભ કલેકટર રેમ્યા મોહનજી તથા પીજીવીસીએલ એમડી શ્રેતા ટીઓટીયાજીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો છે. પીજીવીસીએલ દ્વારા સીએસઆર એકટીવીટી અંતર્ગત કાર ડોનેશન કરવામાં આવી છે. આ કલાસીસ માટેનો મુખ્ય ઉદેશા મહિલા સશકિતકરણનો છે. તેમાં મહિલાઓને ડ્રાઈવીંગ શિખવાડીશું અને તેઓ પગભર બને તે માટે અમે બિજી કંપનીઓનો કોન્ટેકટ કરીશું જેમકે ઓલા, ઉબેર સાથે ટાઈઅપ કરી જેથી પ્રોફેશનલ સ્કીલ દ્વારા મહિલાઓને સારી રોજગારી મળી શકે. મહિલાઓને ડ્રાઈવીંગ સાથે બેઝીક રીપેરીંગની અંગેની સમજણ માર્ગ સલામતીનાં નિયમો વગેરેની સમજણ આપવામાં આવશે. પ્રથમ બેંચમાં ૧૨ જેટલી મહિલાઓને ડ્રાઈવીંગ શિખવાડવામાં આવશે.