ઓનલાઈન ટ્રાન્ઝેકશન માટે ક્રેડિટ, ડેબિટ કાર્ડ ધારક મર્યાદા બાંધી શકશે
આજે દેશમાં ડિમોનેટાઈઝેશન અને કેશલેસ ઈકોનોમીનપગલે ઓનલાઈન નાણાંકીય વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે. જેમાં ઓનલાઈન નાણાકીય વ્યવહારોની બાબતમા યુપીઆઈની સગવડ બાદ ડેબિટ-ક્રેડીટ કાર્ડનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. પરંતુ ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં વધારો થવાની સાથે ઓનલાઈન ટ્રાન્ઝેકશનમાં થતી છેતરપીંડીના બનાવો પણ વધ્યા છે. ખાસ કરીને આવી છેતરપીંડી કરનારા બેંકના પ્રતિનિધિ તરીકે અથવા કોઈ કંપનીના કસ્ટમર કેર એઝીકયુટીવ તરીકે લોકોને ફોન કરે છે. લોકો ભય લાલચના કારણે અથવા રીફંડ મેળવવા માટે પોતાના કાર્ડ નંબર, સીવીવી, ઓટીપી અને અન્ય બેંક ખશતાની માહિતી આપવાના કરવાના કારણે છેતરપીંડીનો ભોગ બને છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ડેબિટ ક્રેડીટ કાર્ડ ધારકોની સુવિધા અને સુરક્ષામાં વધારો કરવાના હેતુથી નવા નિયમો જાહેર કર્યા છે આ નિયમો પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એકટ ૨૦૦૭ની કલમ ૧૦ (૨) અન્વયે રજૂ કરવામાં આવ્યા છે જે ૧૬ માર્ચ ૨૦૨૦થી અમલમાં આવશે.
આ નિયમો અંતર્ગત અમલની તારીખથી ઈશ્યુ અથવા રીઈશ્યુ થતા દરેક ડેબીટ ક્રેડીટ કાર્ડ દ્વારા મૂળભૂત રીતે ફકત ભારતમાં જ એટીએમ અને પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસ પર ટ્રાન્ઝેકશન કરી શકાશે. જેમાં કાર્ડ ઈશ્યુ કરનાર ઓથોરીટી કાર્ડ ધારકની સગવડતા મુજબ કાર્ડ દ્વારા ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ટ્રાન્ઝેકશનની સુવિધા પ્રદાન કરશે. આ ઉપરાંત એવા ડેબીટ ક્રેડીટ કાર્ડ કે જેનો ઉપયોગ કયારે પણ ઓનલાઈન, કોન્ટેકલેસ ટ્રાન્ઝેકશન માટે કરવામાં આવ્યો નથી તેવા કાર્ડને ઓનલાઈન ટ્રાન્ઝેકશન માટે અસક્ષમ કરવામાં આવશે. દરેક કાર્ડ ઈશ્યુ કરનાર ઓથોરીટીએ કાર્ડ ધારકોને નીચે મુજબની સુવિધા પ્રધાન કરવી પડશે. ભારતમાં અને વિદેશમા પોઈન્ટ ઓફ સેલ ડિસાઈસ, એટીએમ, ઓનલાઈન વિગેરે ટ્રાન્ઝેકશન કરવા માટે ડેબીટ, ક્રેડીટ કાર્ડને સ્વીચ ઓન, ઓફ કરવા માટેની સગવડ પૂરી પાડવી આ ઉપરાંત કાર્ડ ધારકોને ટ્રાન્ઝેકશનની રકમ મર્યાદા સેટ, ફેરફાર કરવા અંગેની સગવડ પૂરી પાડવી.
કોઈપણ એલર્ટ, ઈન્ફર્મેશન, નોટિફીકેશન અને ડેબીટ ક્રેડીટ કાર્ડની સ્થિતિમાં ફેરફાર થવા અંગેની જાણ કાર્ડ ધારકને એસએમએસ, ઈમેઈલ દ્વારા કરવી વગેરે છે.