દિલ્હી એનસીઆરમાં શાળાઓ બંધ રાખવા નિર્ણય: કોરોના વાયરસના પોઝીટીવ કેસથી ચિંતાનો માહોલ
દેશના ઈકો સોશીયો પોલીટીકસને મુળથી નુકશાન પહોંચાડનાર કોરોના વાયરસનો કહેર દિનબદિન વધતો જાય છે. ચીનમાં અસંખ્ય લોકોને ભરખી ગયા બાદ અમેરિકા, યુરોપ, આફ્રિકામાં કોરોના ઝડપથી લોકોને નુકશાન પહોંચાડવા લાગ્યો છે. ભારતમાં છેલ્લા બે દિવસમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસની સંખ્યા વધતા સરકાર ચિંતીત બની ચૂકી છે. કોરોનાના વધતા કેસના કારણે વિશ્ર્વભરમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા આઠ દિવસથી ટોચના દેશોના સ્ટોક માર્કેટ પડી ગયા છે. કોરોનાનો કહેર હજુ ૧૫ દિવસ જેટલો બરકરાર રહેશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
કોરોના વાયરસના કારણે દિલ્હી-એનસીઆરમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. નોયડામાં ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. નોયડાની સાથો સાથ દિલ્હી અને ગુડગાંવની કેટલીક શાળાઓને બંધ રાખવાનું પણ વિચારાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં દિલ્હી-એનસીઆરની પાંચ શાળાઓને બંધ રાખવામાં આવી છે. આવો જ નિર્ણય જાપાનમાં પણ લેવાયો હોવાનું જાણવા મળે છે. જાપાનની શાળાઓ છેલ્લા બે-ત્રણ દિવસથી જડબેસલાક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના વાયરસના ઉપચાર માટે મોટાભાગના દેશોના સંશોધન કેન્દ્રો ધમધમી રહ્યાં છે. ચીનમાં કોરોનાના ઉદ્ગમ બાદ ટપોટપ થઈ રહેલા મોતને પગલે સમગ્ર વિશ્ર્વ ચિંતીત છે. કોરોના ધીમે ધીમે સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ ગયો છે. ભારતમાં ખાન-પાન અને આચારની કેટલીક કુટેવોના કારણે કોરોના વાયરસ અન્ય દેશોની સરખામણીએ વધુ ઝડપી ફેલાય તેવી દહેશત સેવાઈ રહી છે. આવા સંજોગોમાં આરોગ્ય વિભાગ દ્વારા પણ કેટલાક સુચનો યા હોવાનું જાણવા મળે છે.
કોરોનાથી બચવા દૂરથી જ ‘નમસ્તે’ કરો
ભારતમાં ખાનપાન અને આચાર વ્યવહારની શૈલીના કારણે ઝડપથી કોરોના ફેલાઈ તેવી ભીતિ છે. જો ભારતીય સંસ્કૃતિને અનુસરીને દૂરથી જ નમસ્તે કરવાની શૈલીને અપનાવવામાં આવે તો કોરોનાથી બચી શકાય તેવું નિષ્ણાંતોનું માનવું છે. ગુજરાતમાં નમસ્તે અભિયાન શરૂ થયું છે. વડાપ્રધાન મોદીએ પણ લોકોને ગભરાશો નહીં તેવી ધરપત આપી છે. એકબીજા સો વારંવાર હાથ ન મિલાવવો, દૂરથી વાત કરવી, આંખ, કાન, નાકને અડવું નહીં અને તાવ, શરદી-ઉધરસ ાય કે, શ્ર્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તુરંત તબીબનો સંપર્ક સાધવો સહિતના સુચનો આપવામાં આવ્યા છે.
હોળીનો તાપ વાયરસ ભગાડશે
ભારતીય સંસ્કૃતિમાં હોળી પ્રગટાવવા પાછળ અનેક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હતા. હોળી પ્રગટાવવી તેની આસપાસ પ્રદક્ષીણા કરવાની વાતને ધર્મ સો જોડી દેવાઈ છે. જો કે, હોળીની આસપાસ પ્રદક્ષીણા કરવાી રોગચાળાને ડામી શકાય છે. હોળીના કારણે વ્યક્તિ માટે હાનીકારક બેકટીરીયાનો નાશ થાય છે. હોળીમાં નાખવામાં આવતી વસ્તુઓ વાતાવરણને શુદ્ધ કરે છે. કોરોના જેવા વાયરસ ભગાડવા માટે હોળીનો તાપ મહત્વનો ભાગ ભજવી શકે છે.