રાજકોટ શહેરમાં હાલ હોળીના ફાગ પહેલા શ્રાવણીયો જામ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરનાં પાટીદાર ચોક પાસે આવેલા નંદવીલેજ ટાવરમાં મહિલા સંચાલીત જુગારધામ તથા ભરાડ વિશ્ર્વ વિદ્યાલય પાછળ આવેલી વાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી આઠ મહિલા સહિત ૧૫ શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ યુનિ. પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાટીદાર ચોક પાસેનાં નંદવીલેજ ટાવરના ફલેટમાં મહિલા સંચાલીત જુગારધામ ચાલતુ હોવાની હકિકત મળતા પીઆઈ આર.એસ. ઠાકરની સુચનાથી પીએસઆઈ એમ.વી. રબારી હેડ કોન્સ્ટેબલ હરેશભાઈ પરમાર, કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ સહિતની ટીમે ઉપરોકત સ્થળે દરોડો પાડતા નંદવીલેજ ટાવરના ફલેટ નં. ૬૩૨માં રહેતી પેરી રમણીક ઢોલ નામની મહિલા પોતાના ભોગવટા વાળા રહેણાંક મકાનમાં બહારથી અન્ય મહિલાઓને બોલાવી જુગાર રમવાના સાધનો પૂરા પાડી નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતી હોય દરોડા દરમ્યાન પેરી ઢોલ, જીપ્સા સંજય, ભાલોડીયા, શારદા પ્રફુલ ગોધાણી, અંજના નટવર લાવકરડાણ, જોશના રજની, નેનપરા, અલ્પા હિતેષ, અમૃતીયા, સંગીતા અશોક માંકડીયા અને બીના ભરત માંજરીયા સહિત આઠ મહિલાઓની ધરપકડ કરી જુગારના પટમાંથી ૨૩૭૫૦ની રોકડ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અન્ય એક દરોડામાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.એમ. ગઢવીની સૂચનાથી પીએસઆઇ એસ.વી. સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ, મહેશભાઇ મઢ, હીરેનભાઇ, દીપકભાઇ, કરતસિંહ, નિશાંતભાઇ, હેડ કોન્સ્ટેબલ મોહસીન ખાન, કોન્સ્ટેબલ યોગીરાજસિંહ સહિતના સ્ટાફે ભાવનગર રોડ પર આવેલી ભરાડ વિશ્ર્વ વિદ્યાલયની પાછળ છગન પરસાણાની વાડીમાં દરોડો પાડતા તીનપતીનો જુગાર રમતા છગન શીવા પરસાણા રહે. રીલાયન્સ મોલ પાછળ, સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટ) નીલકંઠ પાર્ક મેઈન રોડ પર રહેતા જેન્તી હીરા ગઢીયા, રણછોડનગરમાં રહેતો પ્રાગજી રત્ના પરસાણા બીગ બજાર પાછળ આવેલા કરણ પાર્ક શેરી ૩માં રહેતો રવજીલાલજી પટેલ, ભકિતનગ સર્કલ પાસે મયુર પાર્કમાં રહેતો પરસોતમ માવજી પટેલ, તંતી પાર્કમાં રહેતો ધીરજ લાલજી પટેલ, ગંગાસાગર પાર્કમાં રહેતો પોપટ શીવા પરસાણા સહિતના સાત શખસોને જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂા.૩૯૯૭૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે.