સુબાગ અને રાસભોગ પ્રિમીયમ ગાયના ઘીના નમૂના લેવાયા
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં પેશુમલ ચેલારામ એન્ડ કંપની નામની પેઢીમાં ચેકિંગ દરમિયાન સુબાગ દેશી ઘીનો ૫૭૬ કિલો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જ્યારે ત્રણ સ્ળેી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકારના આદેશના પગલે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના દાણાપીઠ-પરાબજાર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યાં પેશુમલ ચેલારામ એન્ડ કંપનીમાં સુબાગ દેશી ઘી મેડ ફોર્મ કાઉ મીલ્ક તથા દેશી ઘીનો ૫૭૬ કિલોનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત રૂા.૩.૨૪ લાખ જેવી થવા પામે છે. આ ઉપરાંત અહીંથી બન્ને ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત રેલનગર મેઈન રોડ પર રાધીકા જનરલ સ્ટોર્સમાંથી રાસભોગ પ્રિમીયમ કાઉ ઘીનો નમૂનો લઈ લેવામાં આવ્યો છે. ગાંધીનગર સ્થિતિ ફૂડ સેફટીની વડી કચેરી દ્વારા આપવામાં આવેલા આદેશના પગલે મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.