ઇન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોલોજીસ્ટની કોન્ફરન્સ: પેટના દર્દીના નિષ્ણાંત તબીબોએ મંતવ્યો રજુ કર્યા
રાજકોટ ખાતે ઇન્ડિયન સોસાયટી ઓફ ગેસ્ટ્રોલોજીસ્ટની ખુબ જ મોટી કોન્ફરન્સ યોજાઇ થતી. આ કોન્ફરન્સનું આયોજન ‘ISgcon’ નામે હોટલ રેજન્સી ઓફ લગુન માં યોજાનાર થતું. જેમાં પેટની તમામ પ્રકારની તકલીફોનું નિવારણ થઇ શકે તે માટેની અતિ આધુનિક ટ્રિટમેન્ટની જાણકારી આપવામાં આવી થતી. જેમાં નિષ્ણાંત ડો. રામાક્રિષ્ન સાથેની મુલાકાતમાં તેમની પાસેથી ઝાડાને લઇ ઘણી બાબતો જાણવા મળી થતી.
ડાયરિયા કેટલા પ્રકારનાં હોઇ શકે?
આ વિશે જણાવતાં ડો. રામાક્રિષ્નને જણાવ્યું કે ડાયરિયા બે પ્રકારના હોય છે. જેમાંથી એક અકયુટ ડાયરીયા કે જે અચાનક જ શરુ થઇ જાય છે. જેના કારણે શરીરમાં પાણી તથા નમકની કમી સર્જાય છે. જેના કારણે શરીરને ગંભીર અસર પહોંચે છે. આ ગીભરતાની અસર બાળકો અને વૃઘ્ધોમાં વધારે જોવા મળે છે. આ પ્રકારની તકલીફનો યોગ્ય સારવારના અભાવે દર્દીની મૃત્યુ પણ થઇ શકે છે. યુવાનોમાં જો આ પ્રકારની તકલીફ જો વારંવાર થાય તો તેમના મગજને પણ અસર કરે છે. જેમનાં લીધે માનસિક તકલીફોનો સામનો પણ કરવો પડે છે.
ડાયરિયા (ઝાડા) થયા પછી ના ઉપાયો
આ વિશે જણાવતાં ડો. રામાક્રિષ્નએ કયું કે ઝાડા થાય કે તરત જ જો તેની સારવાર અર્થે પાણી, સાકર અને મીઠાનું પ્રમાણ જાળવી શકાય તો આ તકલીફમાંથી તુરંત રાત મેળવી શકાય છે. વધુમાં જણાવતાં ડો. રામાક્રિષ્નને જણાવ્યું કે આ પ્રકારની તકલીફો દરમ્યાન અને સારવાર પછી પણ દર્દીએ દુધ અને દુધમાંથી બનાવેલી વસ્તુઓ ન લેવી જોઇએ. તેઓએ વધુમાં જણાવ્યું કે ઉનાળામાં આ પ્રકારની તકલીફોથી બચવા બહાર મળતા કાપેલા ફળ ફળાદિ ન લેવા જોઇએ. સાથે બહારનો ખોરાક લેવાનું બંધ કરવું જોઇએ.
રાજકોટ ખાતે વોકહાર્ટ હોસ્૫િટલના ડો. પ્રફુલ્લ કામાણી એ પેટના દર્દો વિશેની માહીતી આપતા જણાવ્યું તું કે પેટના પ્રકારના રોગોમાં એંશી ટકાથી વધુ ખોરાક જ જવાબદારી હોય છે. ઘરનો બનેલો તાજો અને સ્વસ્થપ્રદ ખોરાક લેવાથી આ પ્રકારના રોગોમાં થી છુટકારો મેળવી શકાય છે. સાથે તમ્બાકુ, બીડી, સિગારેટ, દારૂ જેવા વ્યસનો પણ પેટના આંતરડાને નબળા પાડી રોગોને નોતરે છે. વ્યસનોથી સ્વાદુપિંડ પણ ખુબ જ નબળુ પડે છે. તો વ્યસન છોડી સ્વસ્થ અને તાજો ખોરાક લેવાથી પેટના રોગોને જાકારો આપી શકાય છે.
અત્યારની જીવનશૈલી પ્રમાણે ખોરાક લેવો જોઇએ અને સાથે બીજી શું કાળજી લેવી જોઇએ.
ડો. પ્રફુલ્લ કામાણીએ કહ્યું કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને સાથે આપણા શાસ્ત્રોનુસાર જોઇએ તો પણ… રોજ વહેલા સુવું અને સવારે વહેલું ઉઠવું એ સૌથી અગત્યનું છે. સાથે સવારનો નાસ્તો હેવી હોવો જોઇએ અને લંચ ળવું હોવું જોઇએ અને ડીનર તેનાથી પણ ળવું હોવું જોઇએ અને તેળલો અને મસાલેદાર ખોરાક નહિવત લેવો જોઇએ અને ઠંડા પીણાનો ઉપયોગ પણ બને એટલા ઓછો કરવો જોઇએ.
મેદસ્વીતા નિવારવા શું કરવું જોઇએ?
આ વિશે જણાવતાં ડો. પ્રફુલ્લ કામાણીએ જણાવ્યું કે લોકોમાં સેન્ટ્રલ ઓબીસીટીનું પ્રમાણ ખુબ જ વઘ્યું છે. તેનું મુખ્ય કારણ અનિયમિત જીવનશૈલી અને તળેલો, મસાલેદાર અને વાસી ખોરાક વ્યસનોનું વધુ પ્રમાણ અને કસરતનો અભાવ છે. આ પ્રકારની અનિયમિતતાને લીધે જે ચરબી જમા થાય છે. તેને ઝેરી ચરબી કહેવામાં આવે છે. જીવનશૈલીમાં નિયમિતતા કેળવી, ખોરાકનું યોગ્ય પ્રમાણ અને સ્વસ્થ્ય પ્રદ ખોરાકને અનુસરવાથી મેદસ્વીતાથી ચોકકસ છુટકારો મેળવી શકાય છે.
ડો. ચેતન મહેતા જે પેટ અને આંતરડાના રોગોના સ્પેશ્યાલીસ્ટ છે. તેમને પેટનો દર્દો વિશેની માહીતી આપતા જણાવ્યું કે પેટ અને આંતરકડાના રોગોની જો સમયસર સારવાર ન થાય તો દર્દીનું મૃત્યુ પણ થઇ શકે છે.
કોલાઇટિસ એટલે કે આંતરડાંમાં ચાંદા પડવાના મુખ્ય કારણ શું?
પેટના મોટાં આંતરડામાં ચાંદા પડવાના રોગને કોલાટિસ તરીકે ઓળખવામાં આવે છે. આતંરડામાં ચાંદા પડવાનું મુખ્ય કારણ સ્ટ્રેસ એટલે તનાવ, ટેન્શન અને ડ્રીપ્રેશ્ન છે.
કોલાઇટિસના લક્ષણો:- આ વિશે જણાવતાં ડો. ચેતન મહેતાએ કહ્યું કે આવા દર્દીને વારંવાર સંડાસ જવું પડે ને તેમાં લોહી પણ આવે સાથે અવાર નવાર પેટના દુ:ખાવાની તકલીફ પણ રહે છે. પંદરથી પચ્ચીસ વર્ષની વયના લોકો મુખ્યત્વે આ રોગનો શિકાર બનતા હોય છે. અને પચાસ વર્ષ પછીના વયના લોકો પણ આ રોગનો શિકાર તુરંત બને છે.
કોલાઇટિસ જીવલેણ છે?
આ વિશે જણાવતાં ડો. ચેતન મહેતાએ જણાવ્યું કે જો સમયસર સારવાર ન થાય અને આ રોગને અવગણવામાં આવેુ તો આગળ જઇ આ રોગમાં કેન્સર થવાની શકયતા વધી જાય છે. આખરે ડો. ચેતન મહેતાએ જણાવ્યું કે ખોરાકની સભાનતા, યોગા અને તનાવ મુકત જીવન આ રોગોને દુર ધકેલી શકે છે.
‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન ગેસ્ટ્રોલોજીસ્ટના નિષ્ણાંત ડો. પારસ શાહે જણાવ્યું તું કે આપણે વિચાર કરીએ તો દરેક રોગનું મુળ પેટ જ હોય છે. તેવું આપણે માનીએ છીએ અને ખાસ કરીને અત્યારના આપણી ખાવા પીવાની આદત તેમાં પણ બહારનું ખાવાનું વધી ગયું છે. જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે. જેમાં નાના બાળકથી લઇને મોટા પણ જંકફુડ આરોગે છે. જેને લઇને પેટ, આંતરડા અને લીવરને અસર કરે છે. એટલે ખાસ કરીને મારો સંદેશો લોકો માટે એ જ છે કે આપણે આદતોને સુધારવાની જરુર છે. પહેલાના જમાનામાં આવા રોગો ન તા. તેનું મુખ્ય કારણ સાત્વિક ભોજન તું. સમયસર જમવું, પૌષ્ટીક આહાર લેવો તે ખુબ જરુરી છે. વધુમાં વાત કરતાં જણાવ્યું તું કે મેદસ્વીતા એ ફકત લક્ષણ નથી એક પ્રકારની બીમારી છે. જે ખોરાકના કારણે જીનેટીક પણ હોય શકે છે તે એક પ્રકારનો રાજયોગ થઇ ગયો છે. જે ઘણી સિસ્ટમોને અસરકર્તા છે. લીવરની વાત કરીએ તો તે લીવરને ધીમે ધીમે નબળું પાડે છે. અન્નનળી હોજરી વચ્ચેના વાલ્વને ખુલ્લો રાખે હાઇટેસ્નીયા થાય, એસીડીટીનું પ્રમાણ વધે ઘણા બધા પ્રશ્ર્નો થઇ રહ્યા છે. ત્યારે મેદસ્વીતા ને રોકવી એ આપણા સહુ માટે ખુબ જ મત્વનું છેે.
આવા રોગોમાં ઘરગથ્થુ ઉપચાર કેટલા મદદગાર થઇ શકે?
આ વિશે જણાવતાં ડો. પારસ શાહે જણાવ્યું કે એક કે બે દિવસ સુધી ઘરગથ્થુ ઉપચાર કરી શકાય પણ જો તેનાથી રાત ન થતી હોય તો વિશેષ યજ્ઞની સલા લેવી આવશ્યક છે. વધુમાં ડો. પારસ શાહે જણાવ્યું કે ‘ISgcon’ અને અબતક ના માઘ્યમથી હું લોકોને સલા આપું છું. કે યોગ્ય જીવનશૈલી સાથે નિયમિતતા કેળવી સારું અને સાર્થક જીવન જીવો.
અબતક સાથેની મુલાકાતમાં ડો. ગુંજન જોષીએ સ્વાદુપિડને સ્વસ્થ કેવી રીતે રાખવું તે વિશે માહિતી આપતા કહ્યું તું કે સ્વાદુપિંડ ને સ્વસ્થ રાખવા દારૂનું સેવન તદ્દન બંધ કરવું જોઇએ. સ્વાદુપિંડ ના રોગોમાં મુખ્યત્વે સ્વાદુપિંડ પર સોજો આવવાની તકલીફ છે. જો આનો સમયસર ઇલાજ ન કરવામાં આવે તો આખું સ્વાદુપિંડ ઇજાગ્રસ્ત બની કેન્સર થઇ શકે છે. વધુમાં જણાવતા ડો. ગુંજન જોષીએ કહ્યું તું કે સ્વાદુપિંડની કેન્સરની ગાંઠનો ઇલાજ ઓપરેશન લાયક હોતો નથી. આ માટે લોકોમાં સ્વાદુપિંડની સ્વસ્થનતા કેળવવાની જાગૃતિ ખુબ જ અગત્યની છે. અવાર નવાર થતાં પેટના દુ:ખાવાની યોગ્ય અને તુરંત તપાસ કરાવી આ પ્રકારની બિમારીથી મદઅંશે છુટકારો મેળવી શકાય છે. એસ્ડોસ્કોપી સ્પેશ્યલ ડો. કે.કે. રાવલે એન્ડોસ્કોપી વિશે માહીતી આપતા જણાવ્યું કે જયારે દર્દીને પેટનો દુખાવો રહેતો હોય, વારંવાર ઝાડા તથતા હોય સંડાસમાં લોહી આવતું હોય ત્યારે એન્ડોસ્કોપી જરુરી બને છે. ખાસ કરીને જયારે કમળો થયો હોય અને તેની સાથે પેટની તકલીફો પણ થતી હોય ત્યારે એન્ડોસ્કોપી અનિવાર્ય બને છે.
એન્ડોસ્કોપીના પ્રકારો: મોઢાથી દુરબીન વડે થતી એન્ડોસ્કોપી, મળદ્વાર દ્વારા દુરબીન વડે થતી એન્ડોસ્કોપી અને અતિ આધુનિક એવી કેપ્સુલ એન્ડોસ્કોપી અને આ સિવાય પણ એન્ડોસ્કોપીના ઘણા બધા પ્રકારો છે જે દર્દીના તાસિર કે બિમારીને અનુલક્ષીને કરવામાં આવે છે. આખરે ડો. કે.કે. રાવલે જણાવ્યું કે પાચનતંત્ર ને મજબુત રાખી આ બિમારીઓથી દૂર રહી શકાય છે. અને પાચનતંત્રને મજબૂત બનાવવા યોગ્ય આહારની સાથે યોગ્ય કસરતની પણ ખુબ જ મત્વત્વા છે.
આ તકે ચંદીગઢના પ્રો. રાકેશ કોછળે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું તું કે હું પેટ અને લીવર સાથે જોડાયેલા ક્ષેત્રથી આવું છું હું ગેસ્ટ્રો એન્ટ્રોલોજી વિભાગ સાથે સંકળાયેલા છું મે મારી જીંદગીમાં એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરતા લોકોનો અનુભવ કર્યો છે. એસિડ પિતા સમયે તેઓને સહેજ પણ અંદાજ હોતો નથી કે તેઓ શું કરી રહ્યા છે. એસિડનો જયારે શરીરમાં પ્રવેશ થાય છે. ત્યારે નલિકાઓ બળી જતી હોય છે. અથવા તો સંકોચાય જતી હોય છે. જેને કાર્યરત કરવા ખુબ જહેમત ઉઠાવવી પડે છે. ૩૦ થી ૩પ ટકા કેસમાં ફરજીયાત પણે ઓપરેશન કરવું પડતું હોય છે. પરંતુ ઓપરેશન ખુબ દુખદાયક અને પીડાજનક હોવાથી લોકો ખુબ હિંમત હારી જતા હોય છે. અમુક કેસમાં ઓપરેશન બાદ પણ નલિકાઓ ખુલતી નથ તે સંકોચાયેલી રહે છે. આ પ્રકારના કેસમાં શરુઆતો કલાકનો જ મોત નિપજવાની ઘટનાનું પ્રમાણ પુષ્કળ છે. છે ઘણા ખરા કિસ્સામાં સાઇડ ઇફેકટસ પણ ખુબ વધારે જોવા મળે છે.
આ તકે તેમણે આ પ્રકારના કિસ્સામાં શું કરવું તે શું ન કરવું તે અંગે જણાવતા કહ્યું કે જયારે કોઇપણ દર્દી એસિડ પીને હોસ્પિટલ ખાતે આવે ત્યારે તેનો અવાજ ઘેરો થઇ ગયો હોય છે અને દર્દીને શ્ર્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે તેને સીગારેટ ન પીવડાવી જોઇએ ત્યારે કોઇપણ સંજોગોમાં દર્દીને કોઇપણ પ્રકારનું પ્રવાહી કે અન્ય કોઇપણ પદાર્થનું સેવન ન કરવું જોઇએ તેમજ તબીબી ભાષામાં જેને સ્ષ્ટમક વોશ કહેવામાં આવે છે. એટલે કે નલિકાઓ ને ટયુબ લગાવી સાફ ન કરવી જોઇએ. આવું કરવાથી એસિડ શરીરમાં વધુ ફેલાઇ છે. અને કેસ વધુ ગંભીર બને છે.