કોમર્શીયલ એરીયામાં બે વખત ટીપરવાન ગાર્બેજ કલેકશન માટે આવશે: વેપારીઓએ ડસ્ટબીન રાખવી ફરજિયાત: ગંદકી કરનારની મિલકત સીલ કરવા માટે વોર્ડ ઓફિસરોને કમિશનર જેટલા પાવર ડેલીગેટ કરાયા
રાજકોટને સ્વચ્છતામાં દેશનું નંબર-૧ શહેર બનાવવા માટે મહાપાલિકાએ કમરકસી છે. આજી શહેરમાં કોમર્શીયલ વિસ્તારોમાં સફાઈ માટે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વારંવાર ગંદકી કરનાર વેપારીઓની મિલકત સીલ કરવા સુધીના આકરા પગલા લેવામાં આવશે. દરમિયાન આવતીકાલથી શહેરના તમામ વોર્ડમાં ફોગીંગ ઝુંબેશ શરૂ કરાશે તેમ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કોર્પોરેશન દ્વારા આજી સંપૂર્ણ ધ્યાન સફાઈ પર કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ગંદકી ફેલાવનારને આંકરા દંડ કરવામાં આવશે. ખુદ કમિશનર રાઉન્ડમાં નીકળશે. ઈન્દોરમાં કોર્પોરેશનના તમામ વાહનોનો પીળો કલર છે જેી ખ્યાલ આવે છે કે કોર્પોરેશન સફાઈ માટે રાઉન્ડમાં નીકળ્યું છે. આ તર્ક પર રાજકોટ મહાપાલિકાના તમામ વાહનો પર હવે આરએમસીનો લોગો લગાવવામાં આવશે. આજી કોમર્શીયલ એરિયામાં સફાઈ ડ્રાઈવ કરવામાં આવી છે. પાનના ગલ્લા અને લારીઓ સહિતના સ્થળે ચેકિંગ હા ધરવામાં આવશે. ગંદકી કરનાર વેપારીને દંડ ફટકારવામાં આવશે. વેપારીએ ડસ્ટબીન રાખવી ફરજીયાત છે. ડસ્ટબીન નહીં રાખનાર વેપારીને દંડ ફટકારવામાં આવશે. કોમર્શીયલ એરીયામાં ગાર્બેજ કલેકશન માટે બે વખત ટીપરવાન જશે. વારંવાર ગંદકી કરનાર વેપારીની મિલકત સીલ કરવા સુધીના આકરા પગલા લેવાશે. આ માટે તમામ વોર્ડના વોર્ડ ઓફિસરોને મિલકત સીલ કરવા માટે કમિશનરના પાવર ડેલીગેટ કરવામાં આવ્યા છે. ટૂંકમાં વોર્ડ ઓફિસર વોર્ડનો કમિશનર બની રહેશે.
બેડીના મચ્છરો શહેરમાં ઘુસ્યા: સાંજ પડતા જ મચ્છરોનું આક્રમણ
રાજકોટને મચ્છર ઝોન જાહેર કરવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીની માંગણી
બેડી માર્કેટીંગ યાર્ડ, બેડી ગામ અને આજી નદીના કાંઠેથી ગાંડી વેલ દૂર કરવાની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવતા બેડીના મચ્છરોનું ઝુંડ રાજકોટમાં ઘુસ્યું છે. જેના કારણે શહેરમાં ભૂતકાળમાં ક્યારેય જોવા મળ્યો ન હોય તેવો મચ્છરોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. સાંજ થતાં જ રહેણાંક વિસ્તારમાં મચ્છરોનું ઝુંડ રીતસર આક્રમણ કરી રહ્યું છે. જેને નાવા માટે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો રાજકોટ રોગચાળાની ભરડામાં સપડાય છે. શહેરને મચ્છર ઝોન જાહેર કરવાની માંગણી સો કોંગી કોર્પોરેટર અતુલ રાજાણીએ મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે.
તેઓએ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, આજી નદીમાં સમગ્ર શહેરનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાના કારણે બારેમાસ નદીમાં ગંદકી ખદબદી રહી છે. બેડી નાકાી રેલનગર સુધીના પાંચ કિ.મી.ના વિસ્તારમાં મચ્છરોનો ભયંકર ત્રાસ છે. ત્યારે રાજકોટને મચ્છરઝોન જાહેર કરવાની માંગણી તેઓએ કરી છે.
કાલથી વન-ડે થ્રી વોર્ડ ફોગીંગ ઝૂંબેશ
શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે મહાપાલિકા દ્વારા કાલી વન-ડે થ્રી વોર્ડ ફોગીંગ ઝુંબેશ કરવામાં આવશે તેવી જાહેરાત આજે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટે.કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલે બુધવારે શહેરના વોર્ડ નં.૧,૨ અને ૪માં જ્યારે ગુરુવારે વોર્ડ નં.૮,૩ અને ૫માં, ૬ઠ્ઠી માર્ચના રોજ વોર્ડ નં.૯,૭ અને ૬, ૯મી માર્ચે વોર્ડ નં.૧૦,૧૩ અને ૧૫માં, ૧૧મી માર્ચે વોર્ડ નં.૧૧,૧૪ અને ૧૬માં, ૧૨મી માર્ચે વોર્ડ નં.૧૨,૧૭ અને ૧૮માં ફોગીંગ ઝુંબેશ હા ધરવામાં આવશે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે શરૂ કરવામાં આવનાર ફોગીંગ ઝુંબેશમાં શહેરીજનોને સહકાર આપવા માટે પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત શેરી-ગલ્લીઓમાં સધન ફોગીંગ કરાશે.