ઉંઝાના ઉમિયા માતાજી સંસ્થાન સંચાલીત અંબાજી પથિકાશ્રમના નવા બિલ્ડીંગનો ખાતમૂહૂર્ત સમારોહ યોજાયો હતો સોમવારે સવારે બાબુભાઈ પટેલ (ખોરજવાળા) જય સોમનાથ પરિવારના હસ્તે થયો હતો. આ સમારોહમાં ઉપસ્થિત જય સોમનાથ પરિવાર તથા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણીભાઈ મમ્મી,દિલીપભાઈ સહિતના હોદેદારો કારોબારી સભ્યો તેમજ શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ખાત મુહુર્ત કર્તા શ્રી બાબુભાઇ કે. પટેલ (ખોરજવાળા) જય સોમનાથ પરિવાર અમદાવાદ દ્વારા મા ઉમિયાના અનન્ય ભક્તિ ભાવ સાથે આનંદમય વાતાવરણમાં નવિન બિલ્ડિંગના નામ કરણ માટે રૂ. બે કરોડ એક લાખનું માતબર દાન જાહેર કરવામાં આવ્યું, સદર દાતાશ્રીએ સોલા વિકાસ તેમજ લક્ષચંડી ઉછામણીમાં પણ મોટું દાન આપેલ છે.
આ પ્રસંગે સંસ્થાનના હોદેદારો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું અને પ્રમુખ શ્રીએ તેમના આશીર્વચનમાં કહ્યું કે પાટીદાર સમાજ આવા દાનેશ્વરી દાતાઓ થકી સમાજ ઉજળો છે અને આવી સંસ્થાઓ નિર્માણ પામે છે. અને શ્રી બાબુભાઇ કે. પટેલ (ખોરજવાળા) જય સોમનાથ પરિવાર અમદાવાદ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન સાથે સક્રિય રીતે જોડાયા છે.