તાલીબાન સાથે શાંતિ સમજૂતી બાદ હવે ભારત અને અફઘાન વચ્ચે સાચી વાટાઘાટો થશે તેવો વિદેશમંત્રી જયશંકરનો મત

અમેરિકા મહામહેનત અને મુસીબતે અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવામાં સફળ થયું છે. તાલીબાન સાથે અમેરિકાએ શાંતિ સમજૂતી કરી છે. આવા સંજોગોમાં હવે ભારત માટે અફઘાનિસ્તાનની સ્થિતિ અસમંજસ સમાન હોવાનું ફલીત થાય છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકા હટી જાય તો આતંકીઓને છુટો દોર મળી જાય તેવી સ્થિતિ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં અફઘાનિસ્તાન ભારતના સહયોગી સમાન હોય હવે કયાં પ્રકારની સ્થિતિ સર્જાશે તે મુદ્દે તર્ક-વિતર્ક થઈ રહ્યાં છે.

2.banna 1

વિદેશ મંત્રી એસ જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે, અમેરિકા-તાલીબાન વચ્ચે શાંતિ સંધી યા બાદ હવે અફઘાનિસ્તાન સાથે ભારતની સાચી વાટાઘાટો થશે.  અફઘાનિસ્તાનમાં લોકતંત્રમાં તાલીબાનનો ફાળો કેવો રહેશે તે અંગે પણ વિદેશ મંત્રી એસ જયશંકરે મત વ્યકત કર્યો હતો. વર્તમાન સમયે આ બાબતે અફઘાન સાથે સંબંધ કયાં રહેશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

અહીં નોંધનીય છે કે, તાલીબાન અને અમેરિકા વચ્ચે શાંતિ સ્પાશે તેવી આશા લાંબા સમયી વ્યકત કરવામાં આવી રહી હતી. દરમિયાન તાલીબાન દ્વારા અમેરિકા સમક્ષ કેટલીક માંગણીઓ મુકવામાં આવે છે. જેમાં તાલીબાનના ૫૦૦૦ કેદીઓને છોડી મુકવામાં આવે તેવી માંગણીનો ઉલ્લેખ પણ તયો છે. જો કેદીઓને છોડવામાં નહીં આવે તો અફઘાનિસ્તાનમાં શાંતિ સપવા અડચણ ઉભી થશે તેવું તાલીબાનના પ્રવકતા જબ્બીલાહ મુઝાહીદનું કહેવું હતું. દરમિયાન ભારત માટે અફઘાનિસ્તાનનો મુદ્દો વધુ પેચીદો ન બને તેવું પણ સરકાર સુનિશ્ર્ચત કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.