પલટાયેલા વાતાવરણના કારણે થનારી બરફવર્ષાના પગલે યલો અને રેડ એલર્ટ જાહેર કરતું હવામાન વિભાગ
હવામાન ખાતા દ્વારા જારી કરવામાં આવેલી આગાહીના પગલે આવતીકાલથી બદલાનારા હવામાન વચ્ચે હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા સાથે ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. સીમલા હવામાન કેન્દ્રના નિર્દેશક મનમોહનસીંગે જણાવ્યું હતુ કે રાજયનાં કેટલાંક ભાગોમા તો ધીમા પગલે હળવી બરફ વર્ષાનો પ્રારંભ થઈ ચૂકયો છે. રવિવારે સોલનમાં અનુક્રમે ૧ મીમી વરસાદ નોંધાયો હતો.
હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાનાં પગલે ઉત્તરમાંથી આવતા પવનોના કારણે સૌરાષ્ટ્રમાં આગામી બે ત્રણ દિવસોમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવવાની શકયતા ઉભી થવા પામી છે.
હિમાચલ પ્રદેશ હવામાન વિભાગ દ્વારા ગૂરૂવારે જ યલ્લો એલર્ટ જાહેર કરવામં આવ્યો હતો. શુક્રવારે હવામાનની તીવ્રતાને લઈને ભારે વર્ષા અને બરફવર્ષાની સાથે સાથે હિમવાયરાનેઈને નાના અને મધ્યમ પર્વતીય વિસ્તારમાં મોસમની બદલતી જતી પરિસ્થિતિને લઈને આગોતરા આયોજન માટે સાબદ રહેવા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતુ.
હવામાન વિભાગ દ્વારા વિવિધ રંગસુત્રિય એલર્ટ જાહેર કરીને વિષમ વાતાવરણ અને આસમાની આફતથી સંભવિત નુકશાનીની દહેશત અને જાનમાલના જોખમ સામે લોકોને સચેત રહેવા આદેશ આપી દીધા છે.
ઓરેન્જ એલર્ટનો મતલબ બદલતા જતા મોસમ સામે જોખમી પરિસ્થિતિનો નિર્દેશ આપે છે. જયારે યલો એલર્ટ ઓછી જોખમી પરિસ્થિતિ અને બચાવ રાહત કામગીરી અને સાવચેતીમાં સરળતાનો નિર્દેશ આપે છે. હિમાચલ પ્રદેશમાં સોમવારે લઘુતમ તાપમાનમાં ૧ થી ૨ ડિગ્રીનો વધારો થયો હતો. કેલોંગમાં લઘુતમ તાપમાનનો પારો ૬.૮ ડિગ્રી અને કલ્પ અને મનેવમા તે ૦.૪ ડિગ્રી સુધી નીચે સરકી ગયો હતો. કફરીમાં તો સૌથી નીચુ ૧.૩ ડિગ્રી જયારે ડેલ હાઉસીમાં ૪.૮ અને શિમલામાં ૫.૭ ડિગ્રી અનુક્રમે લઘુતમ તાપમાન નોંધાયં હોવાનું શિમલાના વૈધશાળાના મહાનિર્દેશક મનમોહનસિંગે જણાવ્યું હતુ.
હિમાચલ પ્રદેશમાં આવતીકાલથી બદલાનારા મોસમના મિજાને પગલે હવામાન વિભાગે વર્ષા અને બરફ વરસાદની સંભવિત તીવ્રતાને લઈને રાજયમાં વિવિધ વિસ્તારો માટે વિવિધ દરજજાની રંગસુત્રીય ચેતવણી માટે એલર્ટ જાહેર કર્યો છે.
જોકે હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષાની આગાહીને લઈને પ્રવાસીઓનાં સીડયુલમાં તેના ફરવા લાયક પ્રદેશોમાં શિમલા સહિતના વિશ્ર્વ પ્રસિધ્ધ પર્યટક સ્થળોનો સમાવેશ થતા આ સ્તાનો પર ઘસારો વધશે કુરતી વાતાવરણ રાજય માટે આવક વધારવાનું નિમિત બને છે. હિમાચલ પ્રદેશા ભારત સહિત વિશ્ર્વભરનાં સહેલાણીઓ માટે બરફઆચ્છદિત હિન્દકુશ પર્વતમાળાઓનો નઝારો અને સ્નોસ્પોટીંગ માટે મનગમતુ સ્થળ બની રહે છે.
હિમાચલ પ્રદેશમાં બરફ વર્ષા બાદ શ્ર્વેતચુંદડ ઓઢેલી અપ્સરા જેવો હિમાલયનો નઝારો નરીઆંખે જોવો એ પણ એક જીવનનો લ્હાવો છે. પરંતુ, હિમાચલ પ્રદેશમાં થનારી બરફવર્ષા સૌરાષ્ટ્રવાસીઓ માટે એક વખત ઠંડીના ચમકારાનો અનુભવ કરાવશે.