જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટયુટ દ્વારા ‘ડિજિટલ ડેટોકસ’ મુદ્દે સેમિનારમાં પૂર્વ કેપ્ટનનું માર્ગદર્શન મળ્યું
માર્ચ મહિના ની શરૂઆત થઈ ચુકી છે, બોર્ડની પરીક્ષાઓ નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે જીનિયસ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સહિત ની જીનિયસ ગ્રુપ ની તમામ ઇસ્ટિટ્યૂટ ના બાળકો અને વિદ્યાર્થીઓ માટે પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. ’ડિજિટલ ડિટોક્સ’ વિષય પર આ સેમિનાર નું આયોજન કરાયું હતું. જે રીતે સિક્કા ની બે બાજુઓ હોય છે તેવી જ રીતે ટેકનોલોજી ના ફાયદા ની સાથે ક્યાંક ગેરફાયદાઓ પણ છે. આજ ના યુવાનો ડિજિટલ થઈ રહ્યાછે તે સારી બાબત છે પરંતુ ક્યાંક ડિજિટલ ક્ષેત્ર નો ગેરફાયદો પણ છે જેનો ભોગ કોઈ નવયુવાન ન બને તે માટે વાલીઓ એ કેવી તકેદારીઓ રાખવી તે બાબતે હેમુ ગઢવી હોલ ખાતે પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન કરાયું હતું. જેમાં એક્સ કેપટન જયદેવ જોશી, કેનેડા ના ઇન્સ્ટિટ્યૂટર ચેતના દેસાઈ સહિત ના નિષ્ણાતો એ હાજરી આપી વાલીઓ અને વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તકે તેમણે અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે ટેકનોલોજી ના યુગમાં બધું આંગળી ના ટેરવે મળી રહે છે. દુનિયાના કોઈ પણ છેડા ની માહિતી ફક્ત સેક્ધડો માં મળી રહે છે. પરંતુ આજ ના યુવાનો ટેકનોલોજી અને ડિજિટલાઈઝેશ નો હકારાત્મક ઉપયોગ કરે નહિ કે પોતાનો સંપૂર્ણ સમય મોબાઈલ અને કમ્પ્યુટર સામે બેસવામાં જ વિતાવે તેવા વિષય પર આજે જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીનિયસ ગ્રુપ ની તમામ શાળા ના વાલીઓ અને વિદ્યાર્થીઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપી છે. તેમણે કહ્યું હતું કે યુવાનો ને ડિજિટલ ડિટોક્સ થી બચાવવા આજે આ સેમિનાર નું આયોજન કરાયું છે જેમાં કેનેડા થી જાણીતા નિષ્ણાંત ચેતના દેસાઈ એ માર્ગદર્શક તરીકે હાજરી આપી છે. ઉપરાંત કેપ્ટન જયદેવ જોશી એ પણ પ્રેરક ઉપસ્થિતિ આપી માર્ગદર્શન પુરૂ પાડ્યું છે.
આ તકે તેમણે અબતક સાથેની વાતચીત માં જણાવ્યું હતું કે ’ડિજિટલ ડિટોક્સ’ વિષય પર હેમુ ગઢવી હોલ ખાતે ખૂબ સારા પેરેન્ટિંગ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું છે. આજ ના યુવાનો ફક્ત ટેકનોલોજી ના ગુલામ ન બને, વાસ્તવિક દુનિયા થી વંચિત ના રહે તેવા ઉદેશ્ય સાથે આ સેમિનાર નું આયોજન કરાયું છે. યુવાનો સાથે આ મુદ્દે મેં પણ આજે ચર્ચા કરી છે. તેમને આ મુદા પર માર્ગદર્શન પૂરું પાડ્યું છે. હાલ ડિજિટલ ડિટોક્સ નો શિકાર મોટા ભાગના યુવાનો બની રહ્યા છે પરંતુ રાજકોટ ના યુવાનો આ ગંભીર બીમારી નો શિકાર ન બને તે માટે આજે આ ખૂબ સુંદર સેમિનાર નું આયોજન કરાયું છે.