સોની યુવા સોશિયલ ટ્રસ્ટ ફ્રી ન્યુરો સર્જન કેમ્પનું આયોજન તા.૧નાં રોજ વિરાણી હાઈસ્કુલ સામે, નાગર બોર્ડિંગ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મગજની બિમારી, આંચકી, કરોડરજજુ, જુના દુ:ખાવા, માથાની ઈજા, મગજની ગાંઠો, લકવો, મણકાનો દુ:ખાવો, મનોશારીરિક રોગો તથા નસના રોગ ફ્રી ચેકઅપ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરવા માટે જીજ્ઞેશ વાગડીયા મો.૯૭૨૩૩ ૯૦૯૦૯ દ્વારા કરવામાં આવશે. આ કેમ્પમાં ડો.હેમાંગભાઈ વસાવડા (મધુરમ હોસ્પિટલ), ડો.હાર્દ વસાવડા સેવા આપી રહ્યા છે.આ ન્યુરો સર્જન કેમ્પનું દિપ પ્રાગટય ઉદઘાટન ડો.હેમાંગભાઈ વસાવડા, ભાયાભાઈ સાહોલીયા, અશોકભાઈ ઝીંઝુવાડીયા, પ્રભુદાસભાઈ પારેખ, ચીમનભાઈ લોઢીયા તથા અતિથિ વિશેષ તરીકે ડો.હર્ષિત રાણપરા, ડો.ચમનભાઈ પાટડીયા, કનુભાઈ પાટડીયા, નવનીતભાઈ પાટડીયા, રાજુભાઈ રાણપરા, વર્ષાબેન રાણપરા, પઘ્ધાબેન આડેસરા, રંજનબેન પારેખ, પુનીતાબેન પારેખ, પ્રફુલાબેન સોની, રવિકુમાર સૈની, દિનેશભાઈ પારેખ, અરવિંદભાઈ પાટડીયા, કેતનભાઈ આડેસરા, હસમુખભાઈ મોડેસરા, કિશોરભાઈ બારભાયા, ધર્મેશભાઈ પારેખ વગેરે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સોની યુવા સોશિયલ ટ્રસ્ટનાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા, ઉપપ્રમુખ રાજેશ પાટડીયા, સહમંત્રી હરેશભાઈ ભુવા, ખજાનચી શૈલેષભાઈ પાટડીયા, સહિતનાં સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- Oneplus 13 અને 13r ભારતમાં થયો લોન્ચ…
- PM Modi Podcast: “મારા જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી જ્યારે” પીએમ મોદીએ ખોલ્યું રહસ્ય
- મકરસંક્રાંતિના તહેવારમાં ચીકી જીંજરા અને શેરડીનું ધુમ વેંચાણ
- ભારતમાં Xiaomi Pad 7ની જોરદાર એન્ટ્રી…
- જો તમને પણ બીજા કરતા વધુ ઠંડી લાગે છે? તો શરીરમાં આ વિટામિનની કમી હોઈ શકે
- વાવડીમાં સ્ક્રેપના કારખાનામાં આગ ભભુકતા ત્રણ કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ કૉર્પોરેશન મોરબી અને ગાંધીધામના મેન્ટર તરીકે કામ કરશે
- ALERT! ભૂલથી પણ આ મેસેજ પર વિશ્વાસ ન કરો, નહીં તો છેતરાઈ જશો!