જાતે ‘તીડ’મારી ન શકનારૂ પાકિસ્તાન સમયાંતરે ભારત સાથે ‘કયામત’ સુધી લડી લેવાના ‘બણગા’મારે છે
ચીન પાકિસ્તાનમાં ૧ લાખનું સૈન્ય મોકલના છે. પરંતુ આ સૈન્ય માનવ સૈનિકોનું નહી પરંતુ બતકોનું હશે પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં તીડોનાં ટોળાઓ છેલ્લા થોડા સમયથી તરખાટ મચાવી રહ્યા છે. તીડોના આ આક્રમણના કારણે આશરે નવ લાખ એકર જમીન પર ઉભા પાકોને નુકશાન થવા પામ્યુ છે.જેના કારણે સિંઘ પ્રાંતની ૪૦ ટકા જેટલી ખેતી બરબાદ થઈ જવા પામી છે. આ તીડોના આક્રમણને ખાળવા પાકિસ્તાની સરકાર છેલ્લા કેટલાક સમયથી પોતાની રીતે પ્રયાસો કરી રહી છે. પરંતુ તીડોની રાક્ષસીસેનાના વિનાશને ખાળવામા પાક સરકારને સફળતા મળી રહી નથી જેથી પાકિસ્તાનનું હમદર્દ હોવાનો દાવો કરતા ચીને પોતાના એકલાખ બતકોનાં સૈન્યને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે.
તીડના આક્રમણ સામે લડવા મદદ કરવા પાકિસ્તાનની ઈમરાનખાન સરકારની વિનંતી બાદ ચીને પોતાની એક લાખ બતકની સેનાને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ચીનની જે જીયાંગ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાયન્સના વૈજ્ઞાનિક લુ લીજીએ જણાવ્યું હતુકે પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં હાલ ૩૬૦ અબજ તીડો તરખાટ મચાવી રહ્યા છે. તેને કાબુમાં લેવા ચીની સરકાર ખાસ તાલીમ પામેલા બતકોની સેનાને પાકિસ્તાનમાં મોકલશે આ ચાઈનીઝ બતકો એક દિવસમાં ૨૦૦ તીડોને ખાવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે થોડા દિવસોમાં જ તીડોનો મોટો જથ્થાનો નાશ થઈ જશે જયારે બાકીનાતીડા પોતાના જીવ બચાવવા અન્યત્ર જતા રહેશે આ બતક તીડો પર જંતુનાશક દવા કરતા પણ વધારે અસરકારક બાયોલોજીકલ શસ્ત્ર સમાન પૂરવાર થશે.
આ ચાઈનીઝબતકોને તીડોને શોધીને તેને ખોરાક બનાવવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. જે બતકોને પાકિસ્તાન મોકલવામાં આવનારા છે. તેને એક વર્ષ પહેલા ચીનના પશ્ર્ચિમી પ્રાંત જીનજીયાંગમાં ખાસ તાલીમ આપવામા આવી છે. તેમ લુએ ઉમેર્યું હતુ ચીનના ખેતી વિષયના નિષ્ણાંતોએ તાજેતરમાં તીડના આક્રમણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જે બાદ પાકિસ્તાનમાં ચીનના તાલીમ ન પામેલા બતકોના સૈન્યને મોકલવાનો નિર્ણય કયો છે. જોકે પાકિસ્તાનમાં અનેક લોકો તીડોનો ખાવામાં ઉપયોગ કરતા હોય તેઓ આ તીડના આક્રમણનો લાભ મળી રહ્યો છે. અનેક લોકો તીડોને પકડીને તેને વેચવાના વ્યવસાયમાં લાગી ગયા છે. સરકારે પણ આવા શોખીનોને તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરવાવિનંતી કરી છે. તેમ એક સ્થાનિક સમાચાર પત્રે તેના અહેવાલમાં જણાવ્યુંહતુ પાકિસ્તાનમાં દર વર્ષ ઉભા પાક પર તીડોનું આક્રમણ થતુ રહે છે. પરંતુ આ વર્ષે તીડોનું આક્રમણ મોટા પ્રમાણમાં હોય પાકિસ્તાની સરકારની ચિંતામાં વધારો થવા પામ્યો છે.
ચીનને તેની બતક સેના મોકલવાના નિર્ણય અંગેક સ્પષ્ટતા કરતા જણાવ્યું હતુકે બતક ટોળામાં રહેવાનું પસંદ કરે છે. અને તેમને સાચવવાનું કામ પણ અધ નથી જેથી બતકોની સેના તીડના રાક્ષસી આક્રમણ સામે લડવા માટે અસરકારક સાબીત થશે હિમાલયના ઉંચા પહાડોના કારણે ચીન તરફ તીડોના આક્રમણની સંભાવનાખૂબ જ ઓછી હોય છે. પરંતુ અફઘાનિસ્તાન પાકિસ્તાન અને ભારતમાં તીડો મોટી સંખ્યામાં હાહાકાર મચાવતા હોય છે. એક તરફ, પાકિસ્તાન સરકાર સમયાંતરે ભારત સાથે કયામત સુધી લડીલેવાની ફીશીયારી મારતું રહે છે. પરંતુ તીડના આક્રમણને ખાળવા તેને ચીનની મદદેવી પડે તેવી સ્થિતિ છે. ત્યારે આ મુદો પાકિસ્તાનના મજાકનો નવો વિષય સમાન બની ગયો છે.
પૂર્વીય આફ્રિકા, દક્ષિણ એશિયાના દેશોમાં સમયાંતરે તીડોના ટોળા ત્રાટકે છે
આફ્રિકા ખંડના પૂર્વના દેશોની લઈને દક્ષિણ એશિયાના દેશો વચ્ચે ફરતા રહેતા તીડોના વિશાળ ટોળા જયાં ત્રાટકે ત્યાં ઉભા પાક અને ઘાસચારાનો નાશ કરી નાખે છે. જેથી આ તીડોના આક્રમણ ખાળવા દરેક દેશો પોતાની રીતે અનેક ઉપાયો અજમાવતા હોય છે. પૂર્વીય આફ્રિકન દેશોમાં જ ચાલુ વર્ષે તીડના આક્રમણને ખાળવા ૧૨૮ મીલીયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો જે ગત વર્ષના ખર્ચ કરતા બે ગણો છે. યુએનના ફૂડ અને એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશનનાં જણાવ્યા અનુસાર પૂર્વીય આફ્રિકાના દેશોમાં તીડોનું આક્રમણ અત્યંત ચિંતાજનક પ્રમાણમાં વધવા પામ્યું છે. ત્યારે આરબ દેશોમાં તીડોના ટોળા સમયાંતરે નુકશાન પહોચાડતા રહે છે.