વર્ષ ૨૦૨૦ આંતરરાષ્ટ્રીય નર્સિસ વર્ષ અનુસંધાને
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલના પ્રમુખ ડો.દિલિપ કુમાર વિશેષ ઉપસ્થિત રહી બાળકોને કરશે પ્રોત્સાહીત
ચાલુ વર્ષ ૨૦૨૦ આંતરરાષ્ટ્રીય નસીંસ યર તરીકે ડીકલેર કરવામાં આવ્યું છે. નસીંગ ક્ષેત્રની ડિમાન્ડ આજકાલ ખુબ જ વધી રહી છે. સારા નસીંસની માત્ર હોસ્પિટલ જ નહીં પરંતુ હવે પર્સનલ ઘરે પણ સારવાર માટે જરુર પડે છે. નસીંસ સારા નર્સ બની અને સારી કેરીયર બનાવી એ આજની સ્કીલ ઇન્ડીયા અંતર્ગત પુરી થતી માંગ છે. આજે ગુજરાતમાં નસીંગની ડિમાન્ડ અને નસીંગમાં અભ્યાસ કરવા માટે વિઘાર્થીઓની ડિમાન્ડ દિવસે દિવસે વધી રહી છે.
આ વખતે ઓલ ગુજરાત સેલ્સ ફાયનાન્સ નસીંગ એસો. દ્વારા એક નવો વિચાર મુકવામાં આવ્યો કે ચાલુ વર્ષ આંતરરાષ્ટ્રીય નસીંસ યર અંતર્ગત રાજકોટ જીલ્લાના નસીંગ કોર્ષમાં અભ્યાસ કરતા ગુજરાત નસીંગ કાઉન્સીલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માન્ય અભ્યાસક્રમોમાં પોતાની કારકીર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓનો એક વિશ્ર્વ રેકોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે જે અંતર્ગત લેેમ્પ લાઇટીંગ કાર્યક્રમ (દિક્ષા ગ્રહણ કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવ્યું છે.આ દિક્ષાગ્રહણ કાર્યક્રમમાં એક સાથે ૩૩૦૦ નસીંગના વિઘાર્થીઓ અને વિઘાર્થીઓ અને વિઘાર્થીનીઓ દિક્ષાગ્રહણ કરશે. આ દિક્ષાગ્રહણ કાર્યક્રમ ૧લી માર્ચે રવિવારના રોજ સાંજે ૬ કલાકે ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં યોજવામાં આવેલ છે. આ દિક્ષાગ્રહણ કાર્યક્રમમાં સમાજના શ્રેષ્ઠીઓને બોલાવી સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડીકેટ સભ્યો, સેનેટ સભ્યો, રાજકોટની તમામ હોસ્પિટલના સુપ્રિટેડન્ટ, મેડીકલ સુપ્રિટેડન્ટ, નસીંગ સુપ્રિટેડન્ટ, ઇન્ડીયન મેડીકલ એસો.ના હોદેદારો, સમાજના મોભીઓ, સૌરાષ્ટ્ર યુનિ. કોર્પોરેશન અને કલેકટર કચેરીના મુખ્ય પદાધિકારીઓ, અધિકારીઓની હાજરીમાં આ દિક્ષાગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ દિક્ષાગ્રહણ કાર્યક્રમ અંતર્ગત એક સાથે ૩૩૦૦ વિદ્યાર્થીઓ લેમ્પ લાઇટીંગ કરશે એટલે કે દિપ જયોત કરશે. આ કાર્યક્રમને આશિર્વાદ આપવા તથા આ કાર્યક્રમમાં નસીંગના બાળકોને પ્રોત્સાહીત કરવા માટે ખાસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ઇન્ડીયન નસીંગ કાઉન્સીલના ચેરમેન ડો. દિલીપકુમારજી ખાસ ઉ૫સ્થિત રહેવાના છે. સાથે ગુજરાત નસીંગ કાઉન્સીલના પ્રેસીડન્ટ ડો. એમ. એમ. પ્રભાકર રજીસ્ટ્રાર ડો. પ્રજ્ઞાબેન ડાભી તથા ગુજરાત નસીંગ કાઉન્સીલના મેમ્બર આદરણીય કડીવાલા, કમલભાઇ મહેતાના મહેમાન પદે યોજાય રહ્યો છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ઓલ ગુજરાત સેલ્સ ફાયનાન્સ
નસીંગ એસો.ના પ્રેસીડન્ટ ડો. મેહુલભાલ રૂપાણી, કિશોરસિંહ સોઢા, પરેશભાઇ કામદાર, ભાર્ગવભાઇ આહીર, નરેન્દ્રભાઇ સીનરોજીયા તથા શૈલેષભાઇ કામલીયા, પિયુષભાઇ પટેલ તથા પ્રિન્સીપાલ નવીનભાઇ જસ્ટીન, પ્રીયેશ જૈન, શેમભાઇ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. લેમ્પ લાઇટીંગ કાર્યક્રમ અનુસંધાને ‘અબતક’ ની મુલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની ૧ર કોલેજ ભેગી મળી આ ઇવેન્ટ કરી રહી છે. નર્સિગની બેઠકો મુદ્દે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ સીટો વધારવા અંગત રસ લઇ હાલ રાજયમાં ૧૭૦૦૦ સીટી ઉપલબ્ધ કરાવી છે. જેથી આગામી દિવસોમાં નસીંગની તંગી ઓછી થશે આ ઉપરાંત ગુજરાત નર્સિગના વિદ્યાર્થીઓની ફોરેનમાં પણ બહુ ડિમાન્ડ છે.
ફોરેનમાં માસિક દોઢથી ત્રણ લાખના પગારમાં સારી જોબ મેળવે છે. અત્યાર સુધી લોકો એવું માનતા હતા કે નસીંગનો કોર્ષ, વ્યવસાય હલકો છે પણ નસીંગ કોલેજોએ લોકોમાં આ બાબતની જાગૃતિ લાવવા સતત કેમ્પેઇન કરતા હવે લોકોમાં ચોકકસ અવેરનેસ આવી છે. જેથી સીટો પણ વધી છે અને વિદ્યાર્થીઓની સંખ્યાં પણ વધારો થયો છે. આર્ટસ, કોમર્સના વિદ્યાર્થીઓ પણ નસીંગ કોર્ષમાં આવતા હોય આવનારા સમયમાં નસીંગની કોઇ તંગી નહિ રહેવા પામે તેવી આગેવાનોએ આશા વ્યકત કરી હતી.