ગુજરાતનાં વર્ષ ૨૦૨૦-૨૧નાં અંદાજપત્રને ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે ઉમળકાભેર વધાવી લેતા જણાવ્યું હતું કે, આ અંદાજપત્ર દ્વારા ગુજરાતના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માળખાકીય એમ ચતુર્ભુજ વિકાસને નવા પરિમાણ આપવા માટે ગુજરાત સરકાર કટીબદ્ધ છે તેની પ્રતીતિ થાય છે. લોકહિતકારી-લોકકલ્યાણકારી અંદાજપત્ર રજૂ કરવા બદલ નાણામંત્રી નીતિનભાઈ પટેલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અભિનંદનનાં ખરા હકદાર છે. દર વર્ષની જેમ આ વર્ષનાં અંદાજપત્રમાં પણ રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, યુવા રોજગાર, મહિલા સશક્તિકરણની બાબતોને પ્રાધાન્ય આપવાની સાથે નિર્ધન અને મધ્યમ વર્ગોને શિક્ષણ, આરોગ્યની અનેકવિધ સુવિધાઓ સુલભ બનાવવાની મહત્તમ યોજનાઓ રજૂ કરાઈ છે જેનો સીધો લાભ સમાજના જરૂરતમંદ તમામ લોકોને મળશે. ખાસ કરીને આ અંદાજપત્ર ખેડૂત, કૃષિ અને ગ્રામીણ, શહેરી ગુજરાત માટે ક્રાંતિકારી સાબિત થશે. શિક્ષણ, સ્વાસ્થ્ય, પ્રવાસન, પરિવહન જેવા અનેક ક્ષેત્રોનો વધુને વધુ વિકાસ કરી ગુજરાતને વિકસિત બનાવવાની તાકાત આ અંદાજપત્રમાં છે. સમગ્ર ગુજરાત અને તમામ ગુજરાતીઓને સ્પર્શતું-આકર્ષતું આ અંદાજપત્ર છે.રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકારોએ કૃષિ વિકાસ અને ખેડૂત કલ્યાણકારી નીતિઓને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં ૨૭૪૨૩ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧૯૫૫ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને તેને સંલગ્ન પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોને પાક વિમાનું પ્રીમિયમ ભરવા ૧૧૯૦ કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળે તે માટે ૧૦૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે. માછીમારોને સેફટી સાધનો લેવા માટે ૫૦% સબસિડી હવેથી મળશે. બધી જ પાંજરાપોળ અપગ્રેડ કરવા, વધુ સુવિધાસભર બનાવવા પણ ૧૦૦ કરોડની સહાય અપાશે. ગાય દીઠ પશુપાલકોને દર મહિને ૯૦૦ રૂપિયા એમ વર્ષે કુલ ૧૦૮૦૦ રૂપિયા અપાશે. રાજ્યમાં ચાર નવી વેટરનરી કોલેજ બનશે અને દસ ગામ દીઠ એક પશુ દવાખાનું બનાવાશે. કદાચ પ્રથમ વખત પશુદાણ માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ અંદાજપત્ર ગુજરાતની ઉન્નતિ વધારનારું અને ગુજરાતીઓનું ઉત્કર્ષ કરનારું છે.
Trending
- પૂર્વજોને પ્રસન્ન કરવા માટે, આ ખાસ દિવસે કરો આ ઉપાયો..!
- શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ એટલે “લીવર”!!!
- ચતુરાઈ અને લુચ્ચાઈમાં નંબર વન શિયાળની વિશ્વમાં 47 પ્રજાતિઓ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, નવા કાર્યમાં લાભ મેળવી શકો.
- વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં….
- ઈચ્છો છો કે તમારું બાળક તમારી સાથે દરેક વાત શેર કરે, તો…
- આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રૂટ પર આ સમયે મેટ્રો સેવા રહેશે બંધ
- શું તમારા ચહેરાનો રંગ કાળો થઈ રહ્યો છે ? આ વિટામિનથી લાવો ચમક !!