એક રૂપિયા બારા આના, મારેગા ભૈયા ના…ના…ના…ના…
રીક્ષા ચાલકની ગેસ સ્ટેશન પર ઘાતકી હત્યા
માણસના જીવન સામે રૂપિયાનું કોઈ મુલ્ય નથી પણ ઘણા સમયે નજીવી રકમ માટે બબાલ થતી હોય છે અને કોઈનો જીવ પણ લેવાય છે. મુંબઈનાં બોરીવલી વિસ્તારમાં આવેલા એક ગેસ સ્ટેશન પર પાંચ રૂપિયા જેવી નજીવી બાબતે ગેસ સ્ટેશનમાં કામ કરતા કર્મીએ ૬૮ વર્ષીય રીક્ષા ડ્રાઈવરને મુઢ મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.
આ બનાવનાં પગલે પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ રામ દુલાર સરજુ યાદવ પોતાની રીક્ષામાં સીએનજી સ્ટેશને સમીસાંજનાં સમયે ગેસ ભરાવવા ગયા હતા જયાં તેમના પુત્ર સંતોષને તેમણે મળવા બોલાવ્યો હતો. રીક્ષાચાલકે તેની રીક્ષામાં ૨૦૫ રૂ પિયાનો ગેસ ભરાવી પંપના ફિલરમેનને ૫૦૦ રૂ પિયાની નોટ આપી હતી ત્યારે ફિલરમેને ૨૯૫ પાછા આપવાના બદલે પાંચ રૂ પિયા ઓછા આપ્યા હતા બાકી રહેતા પાંચ રૂ પિયાની માંગણી કરતા ફિલરમેન દ્વારા અને તેમના દિકરા અને સહકર્મચારીઓએ રીક્ષા ચાલક પર તુટી પડયા હતા અને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. માણસાઈની દ્રષ્ટીએ રીક્ષાચાલકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ ડોકટરે તેઓને મૃતજાહેર કર્યા હતા. બનાવનાં પગલે પાંચ રૂપિયા માટે થયેલી હત્યામાં પોલીસે ગેસ સ્ટેશનનાં પાંચ કર્મચારીઓ તથા અન્ય ૩ લોકો સામે ગુનો નોંઘ્યો હતો. આ બનાવનાં પગલે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે લોકોમાં જે સહનશીલતા હોવી જોઈએ તેનો અભાવ પૂર્ણત: જોવા મળી રહ્યો છે ત્યારે મુંબઈ જેવા શહેરમાં પાંચ રૂપિયામાં મર્ડર થતા સમગ્ર દેશમાં અરેરાટી મચી જવા પામી છે. આ પ્રકારનાં બનાવો ન બને તે માટે અનેકવિધ પ્રકારની તકેદારી રાખવી પણ એટલા જ અંશે મહત્વની છે પરંતુ હાલ જે બનાવ બન્યો તે નિંદનીય હોવાથી તમામ આરોપીઓને કાયદાકિય રીતે સીધા કરવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.