ટ્રમ્પ અને મોદીના સંયુક્ત નિવેદન પહેલાની વેળા
ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાયું
રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત
મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન પાઠવ્યા
ટ્રમ્પના પુત્રી અને જમાઇની સેલ્ફી
સરકારી સ્કૂલમાં મેલેનિયાએ હેપ્પીનેસ ક્લાસ લીધા
ટ્રમ્પ અને મોદીનું સંયુક્તનિવેદન
હૈદરાબાદ હાઉસમાં વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પછી બંને નેતાઓ દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, છેલ્લા ૨ દિવસ શાનદાર રહ્યા. ખાસ કરીને ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં. આ મારા માટે ખૂબ સન્માનની વાત છે. ત્યાં સવા લાખ લોકો હતા. તે લોકો મોદીજીને ખૂબ પ્રેમ કરે છે. મેં જ્યારે પણ મોદીજીનું નામ લીધુ તે લોકો ખુશીથી ચીસો પાડતા હતા. મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું હું સ્વાગત કરુ છું. મને ખ્યાલ છે કે, અત્યારે ટ્રમ્પ ખૂબ વ્યસ્ત છે, તેમ છતાં તમે ભારત આવ્યા તેથી હું તમારો આભારી છું.
મોદીએ કહ્યું, ૩ વર્ષમાં વેપાર ડબલ ડિજીટમાં વધ્યો છે. જ્યાં સુધી બાઈલેટરલ ટ્રેડનો સવાલ છે બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ છે. અમે એક મોટી ટ્રેડ ડીલ પર વાટાઘાટો શરૂ કરવા માટે સહમત થયા છીએ. તેના સકારાત્મક પરિણામ મળશે. અમે બંને દેશો વિશ્વમાં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહમત છીએ. તે એકબીજાના નહીં પરંતુ દુનિયાના હિતમાં છે. સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પે કહ્યું કે, ભારતીયોની મહેમાનગીરી યાદ રહેશે. મોદી અહીં ખૂબ સારુ કામ કરી રહ્યા છીએ. ગાંધીજીના આશ્રમમાં ખાસ અનુભૂતિ થઈ. આજે રાષ્ટ્રપતિ કોવિંદ અમને ડિનર આપવાના છે. મોદી સાથે વાતચીતમાં ૩ અબજ ડોલરના રક્ષા સોદે સહમતી થઈ છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે પણ સારુ કામ કરશે. અમેરિકા સંતુલિત ટ્રેડ માટે પ્રતિબદ્ધ છે. અમે હિંદ-પ્રશાંત ક્ષેત્રને સુરક્ષીત રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.
ટ્રમ્પે કહ્યું, જ્યારથી મેં વેપાર સંભાળ્યો છે ત્યારથી અમેરિકાની નિકાસ વધી રહી છે. તે માટે મોદીનો આભાર. મારા કાર્યકાળમાં ભારત સાથેનો વેપાર ૬૦% વધ્યો છે. અમેરિકાનો ભારત સાથેનો વેપાર ખૂબ સારો અનુભવ રહ્યો છે. ડ્રગ્સનો વેપાર રોકવા માટે અમે સમજૂતી કરી છે. દબાણની રાજનીતિ ન થાય તેનો પ્રયત્ન કરવો જોઈએ.
બે દિવસના ભારત પ્રવાસે આવેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની મેલેનિયા સાથે મંગળવારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. અહીં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન પત્ની મેલેનિયા અને દીકરી ઈવાન્કા પણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હતા.
રાષ્ટ્રપતિ ભવનથી ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા સાથે રાજઘાટ ગયા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ રાજઘાટ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું. રાજઘાટમાં મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અને વૃક્ષારોપણ દરમિયાન કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી તેમની સાથે રહ્યા હતા. ટ્રમ્પ તેમની ભારત યાત્રા દરમિયાન સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે વડાપ્રધાન મોદી સાથે રોડ શો કર્યો હતો. ત્યારપછી બંને નેતા અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં નમસ્તે કાર્યક્રમમાં હાજર થયા હતા. ત્યારપછી ટ્રમ્પની પત્ની, દીકરી અને જમાઈ તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા.