‘સરસ્વતી’ પૃથ્વીથી ચાર અબજ પ્રકાશવર્ષ દૂર છે: કદ સૂર્ય કરતા ૨ કરોડ અબજ ગણું વધારે છે!
યુનિવર્સ એટલે કે બ્રહ્માંડની સૌથી વિશાળ ગેલેકસી ‘સરસ્વતી’ શોધી કાઢતા ભારતીય વૈજ્ઞાનિકો ધન્યવાદને પાત્ર છે. આ ગેલેકસી પૃથ્વી ચાર અબજ પ્રકાશવર્ષ દૂર છે.
‘સરસ્વતી’ની બીજી ખાસિયતો કે લાક્ષણિકતાઓ વિશે જોઈએ તો તેનું કદ સૂર્ય કરતાં ૨ કરોડ અબજ (ખર્વ ગણું) ગણું વધારે છે. તેનું અસ્તિત્વ ૧૦ અબજ વર્ષ પહેલા થયું હોવાનું અનુમાન છે.
મહારાષ્ટ્રના પૂના સ્થિત ખગોળવિદ કે વિજ્ઞાનીઓએ શોધેલી આ સરસ્વતી ગેલેકસી સમસ્ત બ્રહ્માંડની સૌથી વિશાળ ગેલેકસી છે. જેમાં ખૂબજ નાની પેટા ગેલેકસીઓ છે જેના તારામંડળ આસમાનની શોભા વધારે છે.
ઉલ્લેખનીય છે કે બ્રહ્માંડમાં અંદાજે ૧ કરોડ ગેલેકસીઓ અસ્તિત્વમાં છે. જે પૃથ્વીથી પચાસ લાખ પ્રકાશ વર્ષથી માંડીને ચાર અબજ પ્રકાશવર્ષ દૂર છે. નોંધવું ઘટે કે બ્રહ્માંડમાં અસ્તિત્વમાં રહેલા તારા મંડળનું અંતર બતાવવા માટે પ્રકાશવર્ષને માપ તરીકે માન્યતા મળી છે.
ખગોળ વિજ્ઞાનની દિશામાં શોધ-સંશોધન કરવામાં ભારતીય તજજ્ઞોનો જોટો જડે તેમ નથી.
અમેરિકાની વિજ્ઞાન સંસ્થા નાસા પણ અહીંહ ‘પાણી ભરે’ છે.
અમેરિકાના ફલોરીડા રાજય સ્થિત નાસાની ઓફીસમાં મોટાભાગે ભારતીયો સિનિયર પોસ્ટ પર છે. અંતરીક્ષમાં ઉપગ્રહો લોન્ચ કરવામાં પણ ભારત મોટાભાગના દેશોને હંફાવી ચૂકયું છે. ખાસ કરીને ચીનને પાછળ રાખી દીધું છે.