મેળામાંથી ઝડપાયેલા શખ્સોએ પોલીસની પોકેટ કોપ એપ્લિકેશનની વેતરણી પાર કરવી પડશે: અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે
જૂનાગઢમાં શિવરાત્રીનાં મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા લોકોની ભીડનો લાભ લઈ લોકોનાં ખિસ્સા હળવા કરતા લોકોની માલ-મતાની ચોરીકરતા ૫૦ થી વધુ શકમંદોને પોલીસે પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી શોધી કાઢી અનેક ગુનાઓનો ભેદ ઉકેલવાકવાયત હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ શિવરાત્રી મેળામાં પકડાયેલ ૫૦ શકમંદોનો ગુન્હાહિત ઇતિહાસ ચેક કરવા માટે પોકેટ કોપ એપ્લિકેશન મારફતે પકડાયેલા તમામ શકમંદોનો ગુન્હાહિત ઇતિહાસ ચેક કરવા સૂચના કરતા, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કચેરીના ટેક્નિકલ સેલના હે.કો. કમલેશભાઈ દ્વારા પોકેટ કોપ અને ઇ ગુજકોપ આધારે ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને આ ચેકીંગ દરમિયાન શકમંદો કમલેશ વશંતભાઇ પરમાર દે.પુ. ઉ.વ. ૨૦, બી ડિવિઝન રાજકોટ શહેરમાં પકડાયેલ, ભાવેશભાઇ હીરાભાઇ સુરેલા કોળી ઉવ.૨૨ રહે.રાજકોટ સોલવન્ટ ગોંડલ ચોકડી, આજીડેમ પોલિસ સ્ટેશન, રાજકોટ શહેર ખાતે પકડાયેલ, ભીખાભાઇ કનુભાઇ સોલંકી દે.પુ. રહે.ગોંડલ જુની મામલતદાર ઓફીસ સામે, ગોંડલ સીટી, રાજકોટ રેલવે, થાનગઢ, વિગેરે જગ્યા ૦૬ વખત પકડાયેલ, ભરતભાઇ બાબુચાઇ ચુડાસમા દે.પુ. ઉ.વ.૪૦ રહે.બામણાસા ગીર, રાજુલા, અમરેલી ખાતે પકડાયેલ, અજય સામતભાઇ વાઘેલા દે.પુ. ઉ.વ.૧૯ રહે. સાબલપુર ભારત બોરીંગ પાછળ, જૂનાગઢ તાલુકા ખાતે પકડાયેલ, ગુલાબ દેવકરણ વાઘેલા દે.પુ. ઉ.વ.૩૪ રહે નદીની બાજુમાં ખેડા, દ્વારીકા, નખત્રાણા, મહુધા, ખેડા, ગાયકવાડ હવેલી, અમદાવાદ શહેર ખાતે ૬ વખત પકડાયેલ, મહેશ સુરેશભાઈ મકવાણા દે.પુ ઉવ. ૨૪ ધંધો.ભગારનો રહે.જેતપુર ઢોરના ચામડાના કારખાના પાસે, ગોંડલ સિટીમાં ૧૩ વખત પકડાયેલ, દિપક કિશનભાઈ વાઘેલા ઉવ. ૨૦ રહે. નાના મૌના કેકેતી હોટલ પાસે રાજકોટ, પ્રદ્યુમ્નનગર, રાજકોટ શહેર ખાતે પકડાયેલ, દિલીપ અશોકભાઈ ઠાકોર ઉવ. ૨૪ રહે. આંળદ તાલુકા પંચાયત પાછળ, સાણંદ, અમદાવાદ ગ્રામ્ય મા પકડાયેલ, વિષ્ણુ મગનભાઈ સોલંકી દે.પુ. ઉવ. ૨૦ રહે. આંણદ આહ્યાના દવાખાના પાછળ,સોજીત્રા, વિરસદ, આણંદ રૂરલ ખાતે ૬ વખત પકડાયેલ, અમુભાઇ મસરીભાઇ પરમાર ઉ.વ. ૪૫ રહે.વાડલા તા.માંગરોળ,શીલ પોલીસ સ્ટેશન ખાતે ૧૬ વખત પકડાયેલ, કિશોરભાઇ કાર્તીભાઇ વાણંદ ઉ.વ. ૫૨ રહે.રાજકોટ ભકિતનગર, પ્રભાસ પાટણ ગીર સોમનાથ ખાતે પકડાયેલ તથા પીન્ટુભાઇ રમેશભાઇ દે.પુ. ઉ.વ. ૧૮ રહે.રાજકોટ, મહેસાણા, રાજકોટ રૂરલ, ખેડા, મહેસાણા સહિત ૯ જિલ્લાઓમાં ૨૧ જેટલા ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો ખુલવા પામેલ હતી.
આમ, પકડાયેલા શકમંદોમાંથી ૧૩ જેટલા શકમંદો ભૂતકાળમાં પકડાયેલા આરોપીઓ રીઢા ચોર ગુન્હેગાર પણ પોકેટ કોપ એપ્લિકેશન આધારે જાણવા મળેલ. જે પૈકી ઘણા આરોપીઓ આંતરજિલ્લા ગુન્હેગાર હોવાનું અને જ્યા જ્યા મેળાઓ યોજાય ત્યાં ભીડનો ફાયદો ઉઠાવી, પોતાનો કરતબ અજમાવવા જતા હોવાની વિગતો પણ ગુન્હાહિત ઇતિહાસ આધારે જાણવા મળેલ હતું.