બિલ્ડર, અગ્રણી વેપારી અને રાજકીય નેતાઓને ધમકી દીધા અંગેની ઉંડી તપાસ થાય તો રાજકોટના નામચીન બુકીના કનેકશન ખુલશે?
છોટા રાજન ગેંગથી છુટો પડી ફિલ્મ અભિનેતા અને ડાયરેકટરને ધમકી દઇ કરોડોની ખંડણી વસુલ કરતા રવિ પૂજારીને રાજકોટ સહિતના ગુજરાતના કેટલાક ટપોરી સાથેના નીકટના નાતાને કારણે મોટા ગજાના બનેલા શખ્સો સાથેના ધરોબો અને ગુજરાતના રાજકીય નેતા, અગ્રણી સોની વેપારી અને બિલ્ડરોને ધમકી દઇ કરોડોની ખંડણી પડાવવા સહિતના મુદે ચર્ચામાં આવેલા રવિ પૂજારીનો ગુજરાત પોલીસને કબ્જો મળે તો રાજકોટ સહિતના અનેક બુકીઓની સંડોવણી બહાર આવે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ફિલ્મ અભિનેતાઓને ધમકાવી ખંડણી પડાવતા છોટા રાજન ગેંગના એક સમયના ખાસ ગણાતા રવિ પૂજારી છેલ્લા પંદર વર્ષથી વોન્ટેડ છે. તેની સામે ૨૦૦થી વધુ ગુના નોંધાયા છે. ૧૯૯૦માં મુંબઇના અંધેરી ખાતે છોટા રાજન ગેંગ સાથે જોડાયેલા રવિ પૂજારીએ ૧૯૯૫માં બિલ્ડરની હત્યા કરી લાઇમ લાઇટમાં આવેલા બેંગકોકમાં છોટા રાજન પર દાઉદ ગેંગ દ્વારા થયેલા હુમલા બાદ રવિ પૂજારીએ પોતાની ગેંગ બનાવી મહારાષ્ટ્રને હચમાચાવવાનું શરૂ કર્યુ હતુ.
૨૦૦૩માં મહારાષ્ટ્રના મોટા ગજાના બિલ્ડરની હત્યાની કોશિષ અને ૨૦૦૫માં મુંબઇના વકીલની હત્યા કર્યાના ગુના નોંધાતા તે ભારત છોડી ભાગી ગયો હતો.
ભારત બહાર રહી રવિ પૂજારીએ પોતાનો કારોબાર મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ શરૂ કરી કેટલાક લુખ્ખાઓની મદદથી સુરત, અમદાવાદ, રાજકોટ અને મહેસાણાના સોની વેપારીઓને ધમકી દેવાનું, રાજકીય નેતાઓ અને બિલ્ડરને ધમકાવી ખંડણી પડાવવી હતી તેમજ ક્રિકેટ સટ્ટામાં રવિ પૂજારી ઝુકાવ્યું હતું.
રાજકોટના મોટા ગજાના મોર્ડન ટાઇપ બુકકી સાથે કનેકશન બહાર આવ્યા હતા. એટલુ જ નહી ૨૦ વર્ષ પહેલાં મોટા ગજાના ક્રિકેટ સટ્ટોડીયાનું સંડોવણીની સાથે દુબઇ કનેકશન બહાર આવ્યું હતું.
રવિ પૂજારીએ કેટલાય લુખ્ખાઓને મોટા ગજાના બનાવી દીધાનું જગજાહેર છે ત્યારે તેનો ગુજરાત પોલીસ કબ્જો લઇ તટસ્થ તપાસ કરે તો લુખ્ખામાંથી અગ્રણી બની બેઠાલાઓનો અસલી ચહેરો બહાર આવે તેમ છે. દક્ષિણ આફ્રિકા ખાતેથી ઝડપાયેલા રવિ પૂજારીને બેંગ્લોર ખાતે લવાયા બાદ તેની વિશેષ પૂછપરછ માટે રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. ત્યારે તેની પૂછપરછમાં ગુજરાતના કેટલાય અનડીટેક ગુનાનો ભેદ ઉકેલાશ તેમ જાણકારો કહી રહ્યા છે.
ભાગેડુ ગેંગસ્ટર રવિ પૂજારીનું સેનેગલમાંથી પ્રર્ત્યાપણ: ભારત લવાયો
દેશના ટોચના માફિયા ડોનમાં જેની ગણના થાય છે તેવા ગેંગ સ્ટર રવિ પુજારીની તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા અને સેનેગલ પોલીસે સંયુકત ઓપરેશન હાથ ધરી રવિ પુજારીની દક્ષિણ આફ્રિકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ભારતમાં હત્યા, ખંડણી, ધમકી સહિતના ૨૦૦ જેટલા કેસોમાં ૧૫ વર્ષથી ભાગેડુ રવિ પુજારીની ધરપકડ કરવામાં આવ્યાના સમાચારો મળતા જ કર્ણાટકના વરિષ્ટ આઈપીએસ અધિકારીની આગેવાનીમાં એક ટીમ સેનેગલ ગઈ હતી. ભારતની સેનેગલ સાથે પ્રર્ત્યાપણની સંધી હોય રવિ પુજારીનો વિધિવત રીતે કબજો મેળવી આજે વહેલી સવારે બેંગ્લુરૂ લાવવામાં આવ્યો છે.
રવિ પુજારીને આજે બેંગ્લુરૂ કોર્ટમાં રજૂ કર્યા બાદ તેનો રિમાન્ડ માંગવામાં આવશે. રિમાન્ડ દરમ્યાન દેશની ટોચની સુરક્ષા એજન્સીઓ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી, એનઆઈએ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીંગેશન સીબીઆઈ અને ટીસર્ચ એન્ડ એનાલીસીસ વીંગ (રો)ના અધિકારીઓની ટીમ તેની પૂછપરછ કરનારા હોવાનું સુત્રોએ જણાવ્યું છે એક સમયે ડોન છોટા રાજન ગેંગના સાગરીત એવા રવિ પુજારી સામે ભારતમાં હત્યા, ખંડણી, ધમકી, હુમલા સહિત ૨૦૦ કરતા વધુ કેસો નોંધાયેલા છે.
આ કેસોમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાગેડુ છે. છોટા રાજનની બેંગકોકમાંથી ધરપકડ થયા બાદ રવિ પુજારીએ પોતાની નવી ગેંગ ઉભી કરીને બે નંબરી કામો કરવાનો પ્રારંભ કર્યો હતો.
એક સમયે પૂર્વ એશિયાના દેશોમાંથી પોતાની ગેંગને ઓપરેટ કરતા રવિ પુજારી પર ભારતીય સુરક્ષા એજન્સીએ ભીંસ વધારતા તે આફ્રિકામાં ભાગી ગયોહતો. પશ્ર્ચિમી આફ્રિકી દેશ સેનેગલમાં એન્ટોની ફર્નાન્ડિસના નામે બોગસ પાસપોર્ટના આધારે રહેતો હતો અને પોતાની ગેંગનું ઓપરેશન ચલાવતો હતો.રવિનો સેનેગલ પોલીસે ગત વર્ષે ધરપકડ કરી હતી પરંતુ તેને સ્થાનિક કોર્ટે જામીન આપી દીધા હતા જામીન પર છૂટયાબાદ રવિ નાસીને દક્ષિણ આફ્રિકામાં છુપાયો હતો. તે દક્ષિણ આફ્રિકાના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયાની બાતમી મળતા સેનેગલ અને દક્ષિણ આફ્રિકા પોલીસે તેની ધરપકડ કરી હતી.
જે બાદ રવિ પુજારીને સેનેગલમાં લાવવામાં આવતા તેની સામે સૌથી વધારે કેસો કર્ણાટકમાં નોંધાયેલા હોય રાજયનાં અધિક ડીજીપી અમરકુમાર પાંડે અને બેંગ્લુરૂ પોલીસના જોઈન્ટ પોલીસ કમિશ્નર સંદીપ પાટીલ ટીમ સાથે સેનેગલ પહોચ્યા હતા સેનેગલ અને ભારત વચ્ચે પ્રર્ત્યાપણ સંધી હોય કાયદેસરની વિધિઓ પૂર્ણ કરીને ગઈકાલ રાત્રે એરફ્રાન્સનાં પ્લેનમાં બેંગ્લુરૂ લવાયો હતો. આજે પોલીસ તંત્ર દ્વારા તેનો કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગશે તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.