જાપાનમાં જૈનમ જયતિ શાસનમ્
વિશ્ર્વભરમાં અહિંસા પરમોધરમની આદર્શ વિચાર ધારાને વરેલા અને જીવનભર સાત્વીક જીવનશૈલી માટે જાણીતા અને જીવદયાના સાચા અવિરભાવને ર૧મી સદીમાં પણ વધુમાં વધુ વ્યાપાક બનાવનાર જૈન વિચારધારાનો પ્રભાવ આધુનિક ટેકનોલોજી ઉદ્યોગ અને વિશ્ર્વની સૌથી બુઘ્ધિજીવી ગણાતી જાણાનની પ્રજામાં જૈન વિચારધારાનું જબરુ આકર્ષક જૈન શ્રાવકો ભારતની જૈન વિચારધારાને અચપનાવી રહ્યા છે.
લાંબા સફેદ વસ્ત્રમાં શરીર વિંટાળીને રહેતા અને કલાકો સુધીના તપ સાધના અને ગરમ પાણી અને સાત્વીક આહાર સાથે સુયોધ્યથી સુર્યાસ્ત સુધીના તપ ઉપવાસમાં હજારો જાપાનીયો જૈન વિચારધારા મુજબ તપ કરવા તરફ વળ્યા છે. જાપાનમાં જૈન તપ આરાધનાનું ભારે આકર્ષક વઘ્યું છે. હજારો જાપાનીઓએ તેમના કેલેન્ડરમાં ભારતની જેમ જ જૈનની તપતિથિઓની નિશાનીઓ કરીને ભારતમાં જે રીતે વરસ દરમિયાન તપ આરાધના થાય તે મુજબ જાપાનીઓ પણ જૈન જીવનશૈલી અપનાવી રહ્યા છે.
જાપાનના સાતમી સદીના બુઘ્ધ વિચારશૈલીને વરેલા મંદીરના હજારો જાપાનીઝ અનુયાયીઓ દર વર્ષે ભારતમાં જૈન વિચારધારાને સારી રીતે સમજવા માટે પાલીતાણા અને શંખેશ્ર્વરની દર વર્ષે મુલાકાત લે છે.
હજુ ગયા મહિને જ રપ૦૦ જાપાનીઓ ના સંઘે ઉત્તર ગુજરાતમાં આવેલા થરાઇની મુલાકાત લીધી હતી અને એક અઠવાડીયા સુધી મહારાજ જયંત સેન સુરેશ્ર્વરી મહારાજ સાથે મઠમાં રહીને જૈન વિચારધારા અને સાત્વીક જીવનશૈલીનો અનુભવ કર્યો હતો.
દર વર્ષે મોટી સંખ્યામાં જાપાનીઓ અહીં આવે છે. મઠમાં અંતેવાસી રહે છે અને તમામ નિયમોનો અનુકરણ કરી અમારી સાથે જ પ્રાર્થનાઓમાં જોડાઇ સુર્યાસ્ત પહેલા સાત્વીક ભોજન લઇ તપ સાધના કરે છે અને જૈન સંતો દ્વારા સુચવેલા નિયમો અનુસરવાનો સંકલ્પ કરીને વતન પાછાં જતા હોવાનું નિત્યસેન સુરેશ્ર્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું.
આવતા અઠવાડીયે જો પ્રવાસ પરના પ્રતિબંધો હળવા થશે તો જાપાની નાગરીકનું એક સંઘ ગુજરાત આવશે. આ સંઘ જૈન વિચાર ધારાના નિતિનિયમોની સમજણ અને જીવનશૈલીનું જ્ઞાન મેળવશે. આ સંઘ ના ઘણા લોકોએ તો હિન્દુ ભાષા શિખવાનું શરુ કરી દીધું છે. તેમ ઉજજવલ જૈન જણાવ્યું હતું.
જાપાનમાં તો પ૦૦૦ થી વધુ જૈન ધર્મમાં સામેલ થયેલા પરિવારો માટે નવા મંદીરનું નિર્માણ કરવાનું વિચારાય રહ્યું છે. જાપાનીઓ તો વર્ષમાં આઠ દિવસના પર્યુષણ પર્વની ઉજવણી પણ કરે છે આઠ દિવસના નકોરા અઠ્ઠાઇ માત્ર ગરમ પાણી સાથે જ કરે છે. નાના બાળકો પણ પર્યુષણ પાડે છે. અને એક બે દિવસના અપવાસ કરે છે. ૨૦૦૫માં ભારતી મુલાકાત વખતે સ્વર્ગીય ગચ્છાધિપતિ ઝયનસેન સુરેશ્ર્વરજી મહારાજ સાહેબ, વરિષ્ઠ સંતની મુલાકાત લીધી હતી અને જૈન વિચાર ધારાથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને જૈન જીવન શૈલી અને જૈન ધર્મનો આવિષ્કાર કરવા પ્રેરક બન્યા હતા. આમ ચુરુસીમ્યાજવામાંથી તુલસીનો ઉદય થયો હતો. ચુરુસીએ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો અને કોઇપણ પ્રકારના પ્રતિરોધ વિના આ કાર્ય ઉપાડી લીધું અને જૈન વિચારધારાનો જાપાનમાં વિચાર પ્રસાર કરવાનો જાપાનમાં કામ શરુ કર્યુ.
મને મારા ગુરુમાંથી આ મહાયજ્ઞની પ્રેરણા મળી આ પછી હું દર મહિને ભારતની મુલાકાત આવવા લાગ્યો અને વરસમાં ઓછામાં ઓછા પાંચ વખત તો જૈન ધર્મથી પ્રભાવિત અને જૈન વિચાર ધારાને અપનાવવા તૈયાર થયેલા જાપાનીઝ સાથે ભારતની મુલાકાત લઉ છું. તુલસીએ જણાવ્યું હતું કે નાગાનોકેન માંથી શરુ થયેલી જૈન વિચારધારાના પ્રસારણ ઓસાકા અને ટોકિયો સુધી ફેલાયું છે. માત્ર જૈન ધર્મ અંગીકાર કરવા માટે હજારો જાપાની તૈયાર થયા છે. એવું નથી ઘણા તો દિક્ષા લેવા પણ તૈયાર થયા છે. મઠના અંતેવાસ અને છ મહિનાથી ૧૦ વરસના સમયગાળા દરમિયાન પણ જાપાનીઓ તૈયાર થતા હોવાનું જૈન વિચારધારા સાથે સંકળાયેલા બાબુલાલ જૈન ઉજજવલે જણાવ્યું હતું.