કેન્દ્રીય શિપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાની મહેનત રંગ લાવી: મેનેજમેન્ટ કંપની ઈન્ડિંગો સી-વેઈઝ પ્રા.લી. દ્વારા ૨૪ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધીનું રો-રો ફેરી સર્વિસનું ટાઈમ ટેબલ જાહેર કરાયું
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ ફરીી શરૂ થાય તે માટે કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ ઉઠાવેલી મહેનતને અંતે સફળતા સાંપડી છે. આગામી સોમવારી રો-રો ફરી સર્વિસ શરૂ શે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિગો સી-વેઈઝ પ્રા.લી. કંપની દ્વારા રો-રો ફેરી માટે ૨૪ ફેબ્રુઆરીી ૧૦ માર્ચ સુધીનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ છેલ્લા ઘણા સમયી બંધ છે. પુરતો ટ્રાફિક ન મળવાના કારણે કંપની દ્વારા મહિનાઓ અગાઉ દરિયામાં ડ્રેઝીંગનું કારણ આગળ ધરી રો-રો ફેરી સર્વિસ અનિશ્ર્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવી હતી. જેનાી લોકોમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી હતી. રો-રો ફેરી સર્વિસ ફરીયાદ શરૂ થાય તે માટે કેન્દ્રીય શીપીંગ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ અંગત રસ દાખવ્યો હતો. તેઓએ ભારત સરકારના અધિક સચિવની અધ્યક્ષતામાં એક એમ્પાવરર્ડ ગ્રુપની રચના કરી હતી જેને ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ પુન: ચાલુ કરવા અંગેના અલગ અલગ વિકલ્પો અંગે વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. મનસુખભાઈ માંડવીયાએ ઉઠાવેલી જહેમતને સફળતા સાંપડી છે. તેઓએ જ્યારે આ અંગે ઉચ્ચસ્તરી બેઠક યોજી હતી ત્યારે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ફેરી સર્વિસ નિયમીત શરૂ કરી દેવમાં આવશે. જેના ભાગરૂપે આજે મેનેજમેન્ટ એજન્સી દ્વારા ૧૦મી માર્ચ સુધીનો ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યો છે. આગામી સોમવારી ઘોઘા-દહેજ રો-રો ફેરીનો પ્રારંભ થશે. ૨૪મીએ બપોરે ૨ વાગ્યે ઘોઘાી આ રો-રો ફેરી ઉપડશે અને દહેજી સાંજે ૫:૩૦ કલાકે ઉપડશે. મુસાફરો www.dgseaconnect. Com ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે.
દરમિયાન ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસનું સંચાલન કરતી કેપની ઈન્ડીંગો સી વેજ કંપની દ્વારા આજે આગામી સોમવારી રો-રો ફેરી સર્વિસ ચાલુ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સર્વિસ દરિયામાં અનિયમીત ભરતીના કારણે બંધ કરવામાં આવી હોવાનું બહાનું આગળ ધર્યું હતું. હવે આગામી ૨૪ ફેબ્રુઆરીથી ૧૦ માર્ચ સુધીનું રો-રો ફેરી સર્વિસ માટેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.